અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે ગુરુવારે મોટો કડાકો બોલી ગયો હતો. ત્રણ દિવસના ઉછાળા પછી આજે ગભરાટભરી વેચવાલી ફરી વળી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 2496 પોઈન્ટ તૂટી 74,207 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 777 પોઈન્ટ તૂટી 23,002 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1875 પોઈન્ટ તૂટી 53,451 બંધ હતો. આજે માર્કેટ કેપ રૂ.12.93 લાખ કરોડ ઘટ્યું હતું. શેરબજારમાં ખૂબ ગભરાટ હતો. શેરબજાર તૂટવાના સાત સોલીડ કારણ. કાલે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે?
જૂઓ વીડિયો….
શેરબજાર ખૂલતાનું અપડેટ….
Stock Market India શેરબજારમાં આજે ગુરુવારે કડાકો બોલી ગયો હતો. ત્રણ દિવસના ભારે ઉછાળા પછી એકાએક વેચવાલી ફરી વળી હતી. પરિણામે સેન્સેક્સમાં 1600થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. શેરબજાર ખૂલતાની સાથે સેન્સેક્સ અને નિફ્ટી ગેપ ડાઉનમાં ખૂલ્યા હતા. પરિમામે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 7 લાખ કરોડનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હૂમલો કર્યો છે. જેને પગલે વિશ્વના સ્ટોક માર્કેટમાં હાહાકાર મચી ગયો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) ગઈકાલના બંધ ઈન્ડેક્સ 76,704.13ની સામે આજે ગુરુવારે સવારે 74,750ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. અને ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 74,685 થયો હતો. આમ ઈન્ટ્રાડેમાં સેન્સેક્સ 2019 પોઈન્ટ તૂટ્યો હતો.
આજે ગુરુવારે સવારે 9.33 કલાકે સેન્સેક્સ 1533 પોઈન્ટના ગાબડા સાથે 75,171 પર ટ્રેડ કરી રહ્યો છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) આગલા બંધ 23,777ની સામે આજે સવારે 23,197ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. અને જોરદાર વેચવાલી નીકળતાં ઝડપથી તૂટી 23,180 થયો હતો. જે ઈન્ટ્રાડેમાં 597 પોઈન્ટનો કડાકો દર્શાવે છે.
સવારે 9.35 કલાકે નિફ્ટી 472 પોઈન્ટના કડાકા સાથે 23,298 પર ટ્રેડ કરી રહ્યો હતો.
બેંક નિફ્ટી(Nifty Bank) 1455 પોઈન્ટના ગાબડા સાથે 53,858 પર ટ્રેડ કરતો હતો અને મીડકેપ ઈન્ડેક્સ 1020 પોઈન્ટ તૂટી 55,270 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનના ગેસ ફિલ્ડ પર ભારે હૂમલો કર્યો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરીથી ભડકો થયો હતો. આજે સવારે બ્રેન્ડ ક્રૂડ 4.83 ડૉલર(4.51 ટકા) ઉછળી 112.23 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલ 0.98 ડૉલર(1.09 ટકા) ઉછળી 97.37 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.
આમ ક્રૂડના ભાવમાં ભડકો થતાં આજે સવારે તમામ એશિયાઈ સ્ટોક માર્કેટ લાલ નિશાન પર જ ખૂલ્યા હતા. તેમાં ખાસ જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 1754 પોઈન્ટ(3.18 ટકા)ના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 461 પોઈન્ટ(1.80 ટકા) ગબડ્યો હતો. જેની પાછળ ભારતીય શેરબજાર પણ ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. અને શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી.
યુએલ ફેડરલ રીઝર્વની મોનેટરી પૉલીસીની બેઠકમાં ફેડ રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. ફેડ ચેરમને કહ્યું છે કે ઈરાન સાથે યુદ્ધને કારણે મોંઘવારી વધી શકે છે.
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 25 પૈસા તૂટી 92.63 પર ટ્રેડ કરતો હતો. રૂપિયો પણ વધુ તૂટ્યો હતો, જેથી શેરબજારને સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર પડી હતી.
એફઆઈઆઈએ 18 માર્ચના રોજ રૂપિયા 2,714 કરોડનું નેટ સેલ કર્યું હતું. માર્ચ મહિનામાં એફઆઈઆઈએ રૂપિયા 73,000 કરોડનું નેટ સેલ કર્યું છે. આમ એફઆઈઆઈની વેચવાલી પણ શેરબજારના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર કરી છે.
આજે સૌથી વધુ ગગડેલા શેરમાં એચડીએફસી બેંક, શ્રીરામ ફાયનાન્સ, ઈટરનલ, બજાજ ફાયનાન્સ અને લાર્સન ટુબ્રો હતા.

