Stock Market India: શેરબજારમાં રીકવરી પછી આગામી સપ્તાહે ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલ લેવલ જાણીશું

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે રીકવરી આવી હતી. શેરબજારમાં ભારે વધઘટ રહી હતી. નીચા મથાળે નવી લેવાલી અને ઊંચા મથાળે વેચવાલી આવી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 325 પોઈન્ટ વધી 74,532 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 112 પોઈન્ટ વધી 23,114 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 23 પોઈન્ટ ઘટી 53,427 બંધ હતો. શેરબજારમાં નવી લેવાલી આવવાના કારણો. ઊંચા મથાળે વેચવાલી આવવાના કારણો. આગામી સપ્તાહે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? આગામી સપ્તાહ માટે ટેકનિકલ લેવલ જાણીશું અને આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય.

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 325 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 74,559 ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ભારે લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 75,286 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી નીકળતાં ઘટી 74,385 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,532.96 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 325.72નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટીમાં 112 પોઈન્ટની રીકવરી

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,110 ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 23,345 થઈ અને ત્યાં ઘટી 23,067 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,114.50 બંધ રહ્યો હતો. જે 112.35ની મજબૂતી દર્શાવે છે.

તોફાની વધઘટ

Stock Market India શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે બે તરફી તોફાની વધઘટ રહી હતી. શરૂમાં નવી લેવાલીથી સેન્સેક્સ 1080 પોઈન્ટ ઉછળ્યો હતો. જો કે ઊંચા મથાળે વેચવાલી ફરી વળતાં સેન્સેક્સ દિવસના હાઈ લેવલથી 900 પોઈન્ટ ઘટ્યો હતો.

શેરબજારમાં રીકવરીના કારણો

(1) ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત થવાના સંકેત મળી રહ્યા છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમે જમીન પર સૈનિક મોકલવાના નથી. તેમજ હવે અમે ઈરાનની ઓઈલ કે ગેસ ફિલ્ડ પર હૂમલા કરીશું નહી. આના પરથી સંકેત એવો છે કે હવે યુદ્ધ ધીમે ધીમે સમાપ્તિ તરફ જઈ રહ્યું છે. જેથી વિશ્વના રોકાણકારોનો બજારો પર વિશ્વાસ પરત આવ્યો હતો.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 109.85 ડૉલર અને ક્રૂડ ઓઈલ 95.48 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું હતું. જેને પગલે હવે એવી ધારણા રખાતી હતી કે ક્રૂડના ભાવ નહી વધે. ઈરાનની હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની દિશામાં પ્રયત્નો ચાલી રહ્યા છે.

(3) ઉપરોક્ત બે ફેકટરને કારણે વિશ્વના સ્ટોક માર્કેટમાં સુધારો આવ્યો હતો. યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા અને યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 342 પોઈન્ટ પ્લસ હતો. જેથી(Stock Market India) ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

(4) ગઈકાલે શેરબજારમાં સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. જેથી આજે રોકાણકારોનું વેલ્યૂ બાઈંગ રહ્યું હતું. દરેક ઘટાડે નવી લેવાલીથી બજારમાં(Stock Market India) સેન્ટિમેન્ટ રીકવરી તરફી રહ્યું હતું.

ઊંચા મથાળે વેચવાલી આવવાના કારણ

(1) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 85 પૈસા તૂટી 93.49 ઑલ ટાઈમ લો થયો હતો. આ રૂપિયો તૂટીને આવતાં શેરોમાં ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી.

(2) ભારતીય સ્ટોક માર્કેટમાં(Stock Market India) એફઆઈઆઈ સતત નેટ સેલર રહી છે. 19 માર્ચે એફઆઈઆઈએ કુલ રૂપિયા 7,558 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ એફઆઈઆઈએ માર્ચ મહિનામાં કુલ રૂપિયા 81,262 કરોડનું જંગી વેચાણ કર્યું છે. માર્કેટ પર હેવી પ્રેશર છે, પરિણામે શેરબજારમાં ઉછાળો ટકી શકતો નથી.

(3) માર્ચ આખર હોવાથી હવે મોટા ભાગે નવા કામકાજ અટકી ગયા છે. નવી લેવાલી કે નવી વેચવાલીનો અભાવ રહશે. હાલ મોટાભાગે ઉભી પોઝિશન સુલટાવારૂપી ટ્રેડિંગ છેે, અને આગામી સપ્તાહે પણ નવા કામકાજના અભાવે સાંકડી વધઘટ રહશે.

આજે શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 362 પોઈન્ટ પ્લસ હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 14 પોઈન્ટ સુધર્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતા. 1884 શેરના ભાવ વધ્યા હતા અને 1337 શેરના ભાવ ઘટ્યા હતા.

26 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 232 શેર બાવન વીક હાઈ પર બંધ હતા.

83 સ્ટોકમાં અપર સર્કિટ હતી અને 71 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

ટેક મહિન્દ્રા(3.41 ટકા), જેએસડબલ્યૂ સ્ટીલ(3.28 ટકા), તાતા સ્ટીલ(3.08 ટકા), કૉલ ઈન્ડિયા(2.99 ટકા) અને ઈન્ફોસીસ(2.88 ટકા)

ટોપ લુઝર્સ

હિન્દાલકો(2.80 ટકા), એચડીએફસી બેંક(2.15 ટકા), શ્રી રામ ફાયનાન્સ(1.66 ટકા), એચડીએફસી લાઈફ(1.40 ટકા) અને ઓએનજીસી(1.32 ટકા)

આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ?

આગામી સપ્તાહે(Stock Market India) શેરબજારમાં ઈરાન વૉર, ક્રૂડના ભાવ અને ડૉલર સામે રૂપિયા પર નજર રહશે.  જો કે ટેકનિકલી સ્ટોક માર્કેટ વીક છે. જેથી દરેક ઉછાળે વેચવાલી આવશે. નિફ્ટીમાં 22,900 સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 23,900 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. તેવી જ રીતે સેન્સેક્સમાં 73,950 સપોર્ટ લેવલ રહેશે. જ્યારે સેન્સેક્સ 77,000 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. આગામી સપ્તાહે નિફ્ટી 23,900 અને સેન્સેક્સ 77,000ના લેવલ કૂદાવે તો જ તેજી આગળ વધશે. અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે.

You will also like

Leave a Comment