Gold Silver Market: છ વર્ષનો સૌથી મોટો કડાકો, આગામી સપ્તાહે બાઉન્સ થશે કે પછી વધુ ઘટાડો આવશે?

by Gujarati biz news
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market સોના ચાંદીના ભાવ સતત ત્રીજા સપ્તાહે તૂટ્યા હતા. સોના ચાંદીમાં છ વર્ષેનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.(Gold Price Today) સપ્તાહ દરમિયાન ગોલ્ડમાં 500 ડૉલરનો કડાકો હતો(Gold Rate Today) અને સપ્તાહ દરમિયાન સિલ્વરમાં 12 ડૉલરનો ઘટાડો આવ્યો હતો.(Silver Rate Today) ગોલ્ડ સિલ્વર સ્પોટમાં ડિસ્કાઉન્ટ થયું હતું એટલે કે ફયુચર કરતાં સ્પોટનો ભાવ નીચો હતો. આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર બજાર કેવું રહેશે? ગોલ્ડ સિલ્વરના(Gold Silver Market) ભાવ હજી ઘટશે? ઈરાન યુદ્ધ વચ્ચે પણ ગોલ્ડ સિલ્વર તૂટ્યા કેમ? ગોલ્ડ સિલ્વરમાં ટેકનિકલ લેવલ જાણીશું.

જૂઓ વીડિયો…

ગોલ્ડ ફ્યુચર 487 ડૉલર તૂટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ એપ્રિલ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 5049 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 4480 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4574.90 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 487 ડૉલર(9.62 ટકા) તૂટ્યો હતો.

સ્પોટ ગોલ્ડમાં 528 ડૉલરનો કડાકો

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 5044 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી તૂટી 4477 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4491.15 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 528 ડૉલર(10.52 ટકા) ગબડ્યો હતો.

સિલ્વર ફ્યુચર 14.36 ટકા તૂટી

સિલ્વર મે ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 82.76 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલીથી તૂટી 65.55 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 69.66 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 11.68 ડૉલર(14.36 ટકા) તૂટ્યો હતો.

સ્પોટ સિલ્વરમાં 15.87 ટકાનો કડાકો

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 82.55 ડૉલર થઈ અને ત્યાં હેવી સેલીંગ પ્રેશરથી તૂટી 65.50 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 67.78 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 12.79 ડૉલર(15.87 ટકા)નો કડાકો દર્શાવે છે.

ગોલ્ડ સિલ્વરમાં ડિસ્કાઉન્ટ

Gold Silver Market અતિમહત્ત્વની વાત એ છે કે જ્યારે સોના ચાંદીમાં તેજી ચાલતી હતી, ત્યારે સોના ચાંદીમાં પ્રિમિયમ ચાલતું હતું. ફ્યુચરના ભાવ કરતાં સ્પોટના ભાવ ઊંચા હતા. પણ આ ત્રીજા સપ્તાહે એવું થયું છે કે ગોલ્ડ અને સિલ્વર ફ્યુચર કરતાં સ્પોટનો ભાવ નીચો થયો છે. જેને આપણે ડિસ્કાઉન્ટ કહીશું. ગોલ્ડમાં 83 ડૉલરનું હેવી ડિસ્કાઉન્ટ છે અને સિલ્વરમાં 1.88 ડૉલરનું ડિસ્કાઉન્ટ થયું છે.

ગોલ્ડ સિલ્વરના ભાવ કેમ તૂટ્યા?

(1) ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તાને બંધ કર્યો છે. જેથી વિશ્વના દેશોમાં ક્રૂડ અને ગેસની સપ્લાયમાં શોર્ટેજ ઉભી થઈ છે. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને ગેસના ભાવ વધ્યા હતા. જેને પરિણામે વિશ્વના અનેક દેેશોએ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં વધારો કર્યો છે, જેને પગલે મોંઘવારી વધવાનો ભય રહ્યો છે. આથી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી.

(2) યુએસ ફેડરલ રીઝર્વની બેઠક 17 માર્ચે મળી હતી. જેમાં ફેડ રેટ કટ કરવામાં આવ્યો નથી. તેમજ ફેેડ ચેરમેન જેરોમ પોવેલ વર્તમાન સ્થિતિને જોતાં યુએસમાં મોંઘવારી વધવાની આશંકા દર્શાવી છે. જેથી હાલ નજીકના ભવિષ્યમાં ફેડ રેટ કટ કરવો મુશ્કેલ છે. કદાચ આ વર્ષના અંત સુધી પણ ફેડ રેટ કટ કરી શકાશે નહી, તેવી ધારણા વચ્ચે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી.

(3) મિડલ ઈસ્ટ વોર લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધુ વધશે અને કદાચ મોંધવારી હદ બહાર વધી જાય તો ફેડ રેટમાં વધારો પણ કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે. જે ધારણાએ ગોલ્ડ સિલ્વરમાં જોરદારે સેલીંગ પ્રેશર હેઠળ ભાવ વધુ ઝડપી તૂટ્યા હતા.

ચીને 790 ટન સિલ્વર આયાત કરી

ચીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સિલ્વરની કુલ 790 ટન આયાત કરી હતી. જે 8 વર્ષની સૌથી વધુ આયાત હતી. ચીને એકલા ફેબ્રુઆરી મહિનામાં જ 470 ટન ચાંદી આયાત કરી છે. આમ ચીનની ભારે લેવાલીથી જ સિલ્વરના ભાવ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કૂદકે ને ભૂસકે વધતાં હતા.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે મિડલ ઈસ્ટ વોર અને ક્રૂડના ભાવ પર નજર રાખવાની રહેશે. જો ઈરાન યુદ્ધ લાંબુ ચાલશે તો વિશ્વના દેશોની આર્થિક સ્થિતિ વધુ કથળી શકે છે. અને(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં હજી પણ વેચવાલી આવશે અને ભાવ વધુ તૂટશે. પણ જો યુદ્ધ સમાપ્ત થાય અને ક્રૂડના ભાવ વધતા અટકે તો ગોલ્ડ સિલ્વરમાં નવેરસથી બાઈંગ નીકળી શકે છે. જેથી આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં બે તરફી વધઘટ આવી શકે છે.

ટેકનિકલ લેવલ

આગામી સપ્તાહે ગોલ્ડમાં 5000 ડૉલરનું લેવલ ખૂબ જ અગત્યનું રહેશે. જો 5000 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો નવી તેજી થશે. અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવશે, નીચામાં 4400 ડૉલરનો સપોર્ટ લેવલ રાખી ખરીદી કરી શકાય છે. પરંતુ ગોલ્ડ 4400 ડૉલરનું સપોર્ટ લેવલ પણ તોડે તો નીચામાં 4100 ડૉલ આવી શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં 75 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ છે. અને નીચામાં 55 ડૉલર એ સપોર્ટ લેવલનું કામ કરશે.

આ પણ વાંચો….

Stock Market India: શેરબજારમાં રીકવરી પછી આગામી સપ્તાહે ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલ લેવલ જાણીશું

You will also like

Leave a Comment