
ટોપ ગેઈનર્સ
આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં શ્રી રામ ફાયનાન્સ(10.14 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(8.75 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(8.65 ટકા), આઈશર મોટર(8.55 ટકા) અને ઈન્ડિગો(8.09 ટકા).
જૂઓ વીડિયો….
શેરબજાર ખૂલતા લાઈવ અપડેટ….
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહનો યુદ્ધ વિરામ કરવા પર સહમતિ થઈ છે. ઈરાનના કબજામાં આવેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો ખોલવાની શરતે યુદ્ધ વિરામ થયો છે. જે પછી ક્રૂડ ઓઈલના ભાવમાં છ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેને પગલે શેરબજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે.
સેન્સેક્સમાં 2500થી વધુ પોઈન્ટનો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 9.22 કલાકે 2700 પોઈન્ટ(3.63 ટકા)ના ઉછાળા સાથે 77,322 પર ટ્રેડ કરી રહ્યો છે. અને નિફ્ટી 50 ઈન્ડેક્સ 794 પોઈન્ટના(3.43 ટકા) ઉછાળા સાથે 23,917 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ બેંક નિફ્ટી 2360 પોઈન્ટ(4.48 ટકા)ના ઉછાળા સાથે 55,077 પર ટ્રેડ કરી રહ્યો છે. મીડકેપ ઈન્ડેક્સમાં 1898 પોઈન્ટ ઉછળ્યો હતો.
ટોપ ગેઈનર્સ
આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં ઈન્ડિગો, લાર્સન ટુબ્રો, અદાણી પોર્ટ્સ, શ્રી રામ ફાયનાન્સ અને બજાજ ફાયનાન્સ છે.
ક્રૂડ ઓઈલમાં ગાબડું
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 14.70 ડૉલર(13.46 ટકા) તૂટી 94.59 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ ક્રૂડ ઓઈલ પણ 17.26 ડૉલર(15.25 ટકા) ગબડીને 95.75 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.
યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 1000 પોઈન્ટ પ્લસ
આજે બુધવારે સવારે અમેરિકાનો ડાઉ જોન્સ ફ્યુચર પણ 1054 પોઈન્ટ પ્લસ હતું, જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.
એશિયાઈ સ્ટોક માર્કેટમાં ભડકો
એશિયાઈ સ્ટોક માર્કેટ પણ ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. સવારે 9.12 કલાકે જાપાનના નિક્કી ઈન્ડેક્સ 2766 પોઈન્ટ(4.92 ટકા)ના ઉછાળા સાથે 56,023 પર ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 742 પોઈન્ટ(2.94 ટકા)ના ઉછાળા સાથે 25,855 પર ટ્રેડ કરી રહ્યો છે. સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ્સ 32 પોઈન્ટ(0.65 ટકા) વધી 4990 પર ટ્રેડ કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી 342 પોઈન્ટ(6.23 ટકા) ઉછળી 5836 પર ટ્રેડ કરી રહ્યો છે. થાઈલેન્ડ સેટ કમ્પોઝિટ 26 પોઈન્ટ(1.26 ટકા) વધી 1491 પર ટ્રેડ કરી રહ્યો છે. જાકાર્તાનો ઈન્ડેક્સ 204 પોઈન્ટ(2.91 ટકા) વધી 7173 પર ટ્રેડ કરી રહ્યો છે. ચીનના સાંઘાઈ 74 પોઈન્ટ(1.92 ટકા) વધી 3964 પર ટ્રેડ કરી રહ્યો છે. તાઈવાનનો તેઈપેઈ 1441 પોઈન્ટ(4.34 ટકા) ઉછળી 34,671 પર ટ્રેડ કરી રહ્યો છે.
રૂપિયો મજબૂત થયો
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 44 પોઈન્ટના ઉછાળા સાથે 92.63 પર ટ્રેડ કરી રહ્યો છે.
ટ્રમ્પની આકરી ચેતવણી
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગત મોડી રાતે ઈરાનને આખરી ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ઈરાન સમજૂતી નહી કરે તો અમેરિકા જંગી હૂમલો કરશે. ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેશે અને એક સભ્યતાને ખતમ કરી દેવાશે. આ ચેતવણી અને પછી પાકિસ્તાનની મધ્યસ્થીને પગલે ઈરાન મંગળવાર મોડી રાતે યુદ્ધ વિરામ માટે તૈયાર થયું હતું. તે પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો ખોલવાની શરતો પર.
વિશ્વના શેરબજારમાં રોનક
આ પોઝિટિવ સમાચારને પગલે વિશ્વના શેરબજારમાં મોટો ઉછાળો આવ્યો છે. ક્રૂડના ભાવમાં ગાબડા પડ્યા છે અને ડૉલર સામે રૂપિયો મજબૂત થયો છે.

