અમદાવાદ- Gold Silver Market સોનાચાંદીમાં ચોથા સપ્તાહે સુધારો આવ્યો હતો.(Gold Rate Today) ઈરાન સાથે યુદ્ધ વિરામ થયો છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ ખૂલ્યો છે. જે સમાચાર પાછળ ગોલ્ડ સિલ્વરમાં ઘટાડે નવું બાઈંગ આવ્યું હતું અને ગોલ્ડ સિલ્વરના ભાવ વધુ વધ્યા હતા.(Gold Price Today) સોનાચાંદીમાં કયા કારણોસર રીકવરી આવી? સોનાચાંદીમાં તેજી આગળ વધશે? કે પછી દરેક ઊંચા લેવલે સેલીંગ આવશે? ટેકનિકલ લેવલ શું કહે છે? આગામી સપ્તાહે શું છે ઈકોનોમિક ઈવેન્ટ? કઈ ત્રણ બાબતોનું ધ્યાન રાખશો?
જૂઓ વીડિયો….
અમદાવાદમાં સોનાચાંદીના ભાવ ઊંચકાયા
અમદાવાદ સોના ચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનાનો ભાવ સપ્તાહ દરમિયાન દસ ગ્રામે રૂ.2,000 વધી રૂ.1,57,000 રહ્યો હતો. ચાંદી ચોરસા એક કિલોએ સપ્તાહ દરમિયાન રૂ.18,000 વધી રૂ.2,55,000 રહ્યો હતો.
ગોલ્ડ ફ્યુચરમાં 92 ડૉલરનો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફયુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4,626 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4,912 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,879 બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 92 ડૉલર(1.93 ટકા)નો ઉછાળો દર્શાવે છે. સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે જ ગોલ્ડમાં 1.48 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
સ્પોટ ગોલ્ડમાં 82 ડૉલરનો ઉછાળો
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4,633 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4,889 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,830 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 82 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વરમાં 7.01 ટકાનો ઉછાળો
સિલ્વર મે ફયુચર સપ્તાહની શરૂઆતે ઘટી 72.54 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી વધી 83.24 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 81.84 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 5.36 ડૉલરની(7.01 ટકા)નો ઉછાળો દર્શાવે છે. ગોલ્ડ કરતાં સિલ્વરમાં વધુ ઉછાળો જોવાયો છે.
સ્પોટ સિલ્વરમાં 4.91 ડૉલરનો ઉછાળો
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે નવી લેવાલીના અભાવે ઘટી 72.60 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં વધી 83.06 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 80.81 ડૉલર બંધ થયો હતો. જે 4.91 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
ગોલ્ડ સિલ્વરમાં તેજીના કારણો
(1) સપ્તાહની શરૂઆતે સાવ નિરસ વાતાવરણ હતું. યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ થયા પછી પણ નવું બાઈંગ આવ્યું ન હતું. ઉપરથી અમેરિકા અને ઈરાન વચ્ચેની ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા ફેલ થઈ હતી. જે પછી અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી કરીના સમાચાર હતા. પરિણામે ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver Market) ખૂબ સાવચેતીભર્યા કામકાજ હતા. ટ્રેડિંગ વોલ્યુમ પણ ઘટી ગયા હતા.
(2) જો કે સપ્તાહના અંત ભાગમાં ગુરુવારે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો યુદ્ધ વિરામ જાહેર થયો હતો. તેમજ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલી નાંખ્યાના સમાચાર હતા. પરિણામે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી આવી હતી અને શુક્રવારની ટ્રેડિંગ સેશનમાં જ ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી આવી હતી અને ભાવ ઝડપથી ઉછળ્યા હતા.
(3) હાલ જીઓ પોલિટકલ ટેન્શન સમાપ્ત થયું છે, તેમજ ઈરાન સાથે બીજી વખત શાંતિ મંત્રણા કરવા ટ્રમ્પ રાજી થયા છે. જેથી ગોલ્ડ સિલ્વરમાં ભારે ખરીદી નીકળી હતી, અને ભાવ ઝડપી ઊંચકાયા હતા.
આગામી સપ્તાહે ઈકોનોમિક ડેટા

Generated by AI
આગામી સપ્તાહે મંગળવારે યુએસ રીટેઈલ સેલ્સના ડેટા જાહેર થનાર છે. તેમજ મંગળવારે જ ફેડરલ રીઝર્વના નવા ચેરમેન કેવિન વૉર્શની સીનેટમાં પુષ્ટી સુનાવણી થવાની છે. તેમજ ગુરુવારે વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા જાહેર થનાર છે.
ટેકનિકલ લેવલ
ગોલ્ડ સિલ્વર માર્કેટ (Gold Silver Market) ટેકનિકલી સામાન્ય વીક થયું છે. ગોલ્ડમાં 4,900 ડૉલરનું એક મોટુ રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જો આ 4,900 ડૉલરનું લેવલ કૂદાવે તો 5300 ડૉલર સુધી જઈ શકે છે. અન્યથા ગોલ્ડમાં 4,900 ડૉલરના સ્ટોપલોસ ઉછાળે નફોબુક કરી શકાય. અને નીચામાં 4500 ડૉલરનું અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ આવે છે. તેવી જ રીતે સિલ્વરમાં 72 ડૉલરનો સ્પોટલોસ અને ઊંચામાં 83 ડૉલરએ રેઝિસ્ટન્સ લેવલનું કામ કરશે.
ત્રણ મુદ્દા પર ધ્યાન રાખવું
આ ત્રણ મુદ્દા પર આગામી સપ્તાહે ઘ્યાન રાખવાનું છે. (1) અમેરિકા અને ઈરાન વચ્ચેના 15 દિવસનું યુદ્ધ વિરામની સમયમર્યાદા 22 એપ્રિલે પૂર્ણ થાય છે. જે પછી સીઝફાયર થાય છે કે નહી? (2) યુએસના ડોમેસ્ટીક ડેટા ખૂબ મહત્ત્વના રહેશે. મોંઘવારી વધી રહી છે અને સામે બેરોજગારી પણ વધી છે. યુએસ માટે પડકારજનક સમય શરૂ થયો છે અને (3) ફેડ ચેરમેન પદે કેવિન વૉર્શનું કન્ફર્મેશન.
આ પણ વાંચો….
Stock Market India: શેરબજારમાં બીજા સપ્તાહે ઉછાળો, આ તેજી આગળ વધશે ખરી?

