Stock Market India: શેરબજારમાં બીજા સપ્તાહે ઉછાળો, આ તેજી આગળ વધશે ખરી?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે સુધારો આવ્યો હતો. નીચા લેવલે તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. માર્કેટ કેપમાં 5 લાખ કરોડનો વધારો થયો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 504 પોઈન્ટ વધી 78,493 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 156 પોઈન્ટ વઘી 24,353 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 479 પોઈન્ટ વધી 56,565 બંધ થયો હતો. શેરબજારમાં(Share Market India) બીજા સપ્તાહે ઉછાળો આવ્યો હતો. આજે તેજી થવાના કારણો કયા? આગામી સપ્તાહે તેજી આગળ વધશે? આજની ટર્નિંગ કેવી રીતે જોશો? ઈરાન યુદ્ધનું શું થશે? આગામી સપ્તાહના બેસ્ટ બાય?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 504 પોઈન્ટ ઉછળ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,976 ખૂલીને શરૂમાં ઘટી 77,726 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 78,553 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,493.54 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 504.86નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 156 પોઈન્ટ વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,165ના મથાળે ખૂલીને શરૂમાં ઘટી 24,096 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી વધી 24,371 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,353.55 બંધ થયો હતો. જે ગઈકાલની સરખામણીએ 156.80નો ઉછાળો દર્શાવે છે.

શેરબજારમાં ઉછાળો આવવાના પાંચ કારણો

(1) ઈઝરાયલ અને લેબનાન વચ્ચે 10 દિવસનો યુદ્ધ વિરામ થયું છે. આમ હાલ જીઓ પોલિટિકલ ટેન્શન સમાપ્ત થયું છે, જેને પગલે વિશ્વના સ્ટોક માર્કેટમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું.

(2) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પરમાણું હથિયાર ન રાખવા સંમત થયું છે. જેને પગલે હવે અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ પૂર્ણ થવાનો સંકેત છે. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.

(3) ઉપરોક્ત સમાચારને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ 3.03 ડૉલર ઘટી 96.36 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 3.91 ડૉલર ઘટી 90.78 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા વધી 92.94 પર ટ્રેડ કરતો હતો.

(5) ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ હવે નેટ બાયર થઈ છે. વીતેલા સપ્તાહે ત્રણ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈની નવી ખરીદી રહી છે. 16 એપ્રિલે એફઆઈઆઈએ રૂપિયા 382 કરોડની ખરીદી કરી હતી.

મીડકેપ અને સ્મોલકેપમાં જોરદાર કરંટ

સપ્તાહના છેલ્લા દિવસે મીડકેપ ઈન્ડેક્સમાં 751 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 256 પોઈન્ટ વધ્યો હતો. સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કરતાં મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં વધારે ઉછાળો નોંધાયો હતો. આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2364 શેરના ભાવ વધ્યા હતા અને 894 શેરના ભાવ ઘટ્યા હતા.

144 સ્ટોકમાં અપર સર્કિટ

126 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 5 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 144 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી, તો સામે 27 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ?

શેરબજારમાં બે સપ્તાહથી ઉછાળો આવ્યો છે. હવે મહત્ત્વનો સવાલ એ છે કે આ તેજી આગામી સપ્તાહે આગળ વધશે ખરી? આગામી સપ્તાહની 22 એપ્રિલના રોજ અમેરિકા ઈરાન વચ્ચેનો યુદ્ધ વિરામ સમાપ્ત થઈ રહ્યો છે. ટ્રમ્પ શું નિર્ણય કરે છે, તેના પર બધો મદાર છે. હાલ તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દેવામાં આવ્યાના સમાચાર છે, જે પોઝિટિવ સમાચાર છે. હાલ જોઈએ તો ટેકનિકલી ટ્રેન્ડ શોર્ટ ટર્મ પોઝિટવ રહ્યો છે. હવે આગામી સપ્તાહે નિફ્ટી 24,400 ઉપર બંધ આવશે તો 24,800 સુધી જઈ શકે છે. માટે નિફ્ટીમાં 24,400 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. તેમજ નીચામાં 24,100 સપોર્ટ લેવલ રહેશે. હજી લાંબાગાળાની ચાલ તેજીની થઈ નથી. બેંક નિફ્ટી 56,650નું રેઝિસ્ટન્સ લેવલ રહે છે, જેની ઉપર જ નવી તેજી થશે. અન્યથા ઉછાળે વેચવાલી આવશે. તેવી જ રીતે સેન્સેક્સ 78,600 ઉપર નવી તેજી થશે.

You will also like

Leave a Comment