
ટ્રમ્પ વધુ રાહ જોવાના મૂડમાં નથી
યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોતે ગુસ્સા સાથે સ્પષ્ટ કરી દીધું છે કે હવે વધુ રાહ જોવાના મૂડમાં નથી. એક તરફ જ્યાં શાંતિ માટે કૂટનીતિનો રસ્તો ખૂલ્લો રાખવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ ટ્રમ્પની આ સૈન્ય કાર્યવાહીની ધમકીથી પુરા વિશ્વમાં ગભરાટ ફેલાયો છે.
ઈરાને સીઝફાયરનો ભંગ કર્યો
Trump’s warning to Iran ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સીઝફાયર એટલે કે યુદ્ધ વિરામની સમજૂતી તોડવાનો મોટો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પના કહેવા અનુસાર ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ગોળીબાર કર્યા છે અને આંતરરાષ્ટ્રીય જહાજોને નિશાન બનાવ્યા છે. જેમાં ફ્રાન્સ અને બ્રિટનના જહાજો સામેલ હતા. ટ્રમ્પે લખ્યું છે કે ઈરાનની આ હરકત બિલકુલ બરોબર નથી અને તે ટફ ગાય બનવાના પ્રયત્નમાં તે પોતાનું નુકસાન કરી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો બંધ કરવાતી ઈરાનને દરરોજ અંદાજે 50 કરોડ ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે. જ્યારે અમેરિકા પર તેની કોઈ વિપરીત અસર પડી નથી.
શાંતિ મંત્રણાનો બીજો તબક્કો
અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તંગદિલી હોવા છતાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બીજા તબક્કાની શાંતિ મંત્રણા કરવા માટેની તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે(Trump’s warning to Iran) તેમના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જારેડ કુશનર આ મહત્ત્તવપૂર્ણ વાતચીત માટે સોમવારે 20 એપ્રિલે ઈસ્લામાબાદ પહોંચી રહ્યા છે.
શાંતિ મંત્રણામાં ટ્રમ્પની નજીકના
ટ્રમ્પે કહ્યું છે કે તેમના પ્રતિનિધિ ત્યાં પહોંચીને ઝડપથી ચર્ચા શરૂ કરશે, જેથી યોગ્ય પરિણામ મળી શકે. જો કે આ વખતે ઉપરાષ્ટ્રપતિ જેવી વેન્સ આ બેઠકમાં ભાગ લેવાના નથી. પરંતુ ટ્રમ્પના નજીકના પ્રતિનિધિઓ ત્યાં પહોંચી રહ્યા છે, તે બતાવે છે કે અમેરિકા આ ડીલને લઈને કેટલું ગંભીર છે અને તેઓ ઝડપથી કોઈપણ નિર્ણય લઈ શકે છે.
અમેરિકાની મદદ
ઈરાનની સાથે યુદ્ધની તંગદિલી વચ્ચે પણ ટ્રમ્પે(Trump’s warning to Iran) પોતાની આર્થિક મજબૂતીનું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું છે કે ઈરાને હોર્મુઝ બંધ કરતાં કેટલાય તેલના જહાજો અને ઉર્જાના જહાજો હવે અમેરિકાના બંદરો જેવા કે ટેક્સાસ, લુઈસિયાના અને અલાસ્કા તરફ વળી રહ્યા છે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાનની આ ભૂલથી તેઓ અજાણતાં અમેરિકાની મદદ કરી રરહ્યા છે. કારણ કે દુનિયાનો ભરોસો હવે અમેરિકી ઉર્જા તરફ વધી રહ્યો છે.
ભીષણ યુદ્ધ કે પછી સમજૂતી
હવે જોવાનું એ રહે છે કે ઈસ્લામાબાદમાં થનાર બેઠકમાં શાંતિનો રસ્તો સાફ થાય છે કે પછી ફરીથી ટ્રમ્પની ધમકી હકીકતમાં બદલાશે અને મિડલ ઈસ્ટ દેશોમાં એક વધુ ભીષણ યુદ્ધની શરૂઆત થાય છે.
વિશ્વના દેશોની ચિંતા
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહનું યુદ્ધ વિરામ 21 એપ્રિલે તેની ડેડલાઈન સમાપ્ત થઈ રહી છે. જેથી હવે 21 એપ્રિલ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિશ્વના દેશોનું ટેન્શન વધી રહ્યું છે. જોકે પહેલા તબક્કાની 21 કલાકની વાતચીત પછી પણ કોઈ નિર્ણય લેવાયો ન હતો અને તે મંત્રણા નિષ્ફળ નીવડી હતી.
સીઝફાયર આગળ નહી વધે
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે(Trump’s warning to Iran) સીઝફાયરને વધુ આગળ વધારવાના પક્ષમાં નથી. પણ જો કોઈ મોડી ડીલ થાય તો તેઓ કુદ ઈસ્લામાબાદ આવી શકે છે. 24 એપ્રિલના શુક્રવાર પહેલા એ નક્કી કરવાનું છે કે રણ મેદાનમાં ફરીથી યુદ્ધ શરૂ થાય છે કે પછી કાયમી શાંતિ સ્થપાશે. જો ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ જશે અને ફરીથી યુદ્ધ શરૂ થશે તો તેની વિશ્વના અનેક દેશો પર નેગેટિવ અસર પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધશે તો મોંઘવારી વધશે અને મોંઘવારી વધશે તો આર્થિક વિકાસની ગતિ ધીમી પડશે. ક્રૂડના સપ્લાયની શોર્ટેજથી ઉદ્યોગ જગતને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.
ઈરાન તરફથી કોઈ પુષ્ટિ નથી
ઈરાનના મીડિયા રીપોર્ટ અનુસાર 19 એપ્રિલને સાંજે 8.40 કલાક સુધી ઈરાને પાકિસ્તાનમાં યોજાનારી બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી નથી. તેમજ વરિષ્ઠ ઈરાની લશ્કરી અધિકારીઓ કહે છે કે તેઓ એક દાયકા સુધી યુદ્ધ કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો….
US Iran peace talks 2026: ઈરાન માટે ટ્રમ્પની ફાઈનલ 10 શરતો, હવે નહી માને તો બરબાદ કરી નાંખીશું

