Stock Market India: સેન્સેક્સ 516 પોઈન્ટ ઘટ્યો, આગામી સપ્તાહે તેજી કે ગાબડા?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. શેરોમાં પ્રોફિટ બુકિંગ ચાલુ રહ્યું હતું, પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 516 પોઈન્ટ ઘટી 77,328 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 150 પોઈન્ટ ઘટી 24,176 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 736 પોઈન્ટ ઘટી 55,310 બંધ હતો. સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી ચાલુ રહી હતી. શેરબજારમાં વેચવાલી કેમ આવી? બીજા દિવસે ઘટવાના કયા કારણ? આગામી સપ્તાહે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી સ્ટોક માર્કેટ(Share Market India) પોઝિટિવ થયું છે? આગામી સપ્તાહના બેસ્ટ બાય.

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 516 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 77,631ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય વધી 77,647 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી ચાલુ રહેતાં ઘટી 77,146 થઈ અને ટેકારૂપી લેવાલી આવતાં સુધરી ટ્રેડિંગ સેશનને અંતે 77,328.19 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 516.33નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 150 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 24,233ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સુધરી 24,253 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 24,126 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,176.15 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 150.50નો ઘટાડો દર્શાવે છે.

નવી લેવાલીનો ટેકો

મીડકેપ ઈન્ડેક્સ 92 પોઈન્ટ ઘટ્યો હતો. જોકે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 41 પોઈન્ટ પ્લસ હતો. એટલે કે સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી રહી હતી. તેમજ બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો પણ આવ્યો હતો.

બીજા દિવસે પ્રોફિટ બુકિંગ આવવાના કારણો

(1) મિડલ ઈસ્ટ યુદ્ધમાં ફરીથી તંગદિલી ઉભી છે. ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જો કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હજી યુદ્ધ વિરામ ચાલુ છે. જે નિવેદન પછી અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે, જેથી શેરબજારમાં નવી લેવાલીનો અભાવ હતો.

(2) ઉપરના સમાચાર પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ વધીને 100 ડૉલર પર નીકળ્યું હતું. ક્રૂડ ઓઈલ પણ વધી 94.50 ડૉલરની ઉપર ટ્રેડ કરતું હતું.

(3) આજે એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ ઘટીને આવ્યા હતા. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બે દિવસની મજબૂતી પછી આજે શુક્રવારે 20 પૈસા ઘટીને 94.46 પર ટ્રેડ કરતો હતો.

(5) અને છેલ્લે ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ સતત નેટ સેલર રહી છે. 7 મેના રોજ એફઆઈઆઈએ રૂપિયા 340 કરોડનું નેટ સેલ કર્યું છે. મે મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 6,961 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું છે. પરિણામે ભારતીય શેરબજાર પર વેચવાલીનું પ્રેશર હતું, જેથી બીજા દિવસે શેરબજાર ઘટ્યું હતું.

Stock Market Indiaએડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ

આજે શુક્રવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો સામાન્ય નેગેટિવ હતો. 1501 શેરના ભાવ વધ્યા હતા અને 1783 શેરના ભાવ ઘટ્યા હતા. 201 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 11 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 117 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી, તો સામે 56 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ટાઈટન(4.86 ટકા), એપોલો હોસ્પિટલ(3.42 ટકા), એશિયન પેઈન્ટ(2.74 ટકા), તાતા કન્ઝ્યુમર(2.16 ટકા) અને અદાણી પોર્ટ(1.57 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

એસબીઆઈ(6.74 ટકા), કૉલ ઈન્ડિયા(2.07 ટકા), એચડીએફસી બેંક(1.89 ટકા), બજાજ ફાઈનાન્સ(1.88 ટકા) અને એક્સિસ બેંક(1.76 ટકા)

આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે શેરબજાર બે તરફી વધઘટે સુધારા તરફી રહેશે. ટેકનિકલી શોર્ટ ટર્મ પોઝિટિવ થયું છે. જેથી આગામી સપ્તાહે સેન્સેક્સ 77,300 અને નિફ્ટીમાં 24,100ના ખૂબ મહત્ત્વના સપોર્ટ લેવલ છે. તેમજ બેંક નિફ્ટીમાં 55,200નું સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. આ લેવલ ન તૂટે તો શેરબજારની તેજી આગળ વધશે. ઉપરમાં નિફ્ટી 24,800, 25,000 અને 25,100 સુધીના લેવલ બતાવી શકે છે.

You will also like

Leave a Comment