
File Pic
સોમનાથ- PM Modi Somnath 2026 આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્દ્ર સમા દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાં, આસ્થા અને અસ્મિતાને ડગાવી શક્યા નથી અને તે અડિખમ અને અવિચલ રહ્યું છે. એવા સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં આગામી તારીખ 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi) પધારી રહ્યાં છે.
પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ
પ્રવક્તાપ્રધાન જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Narendra Modi) ગુજરાત પ્રવાસની માહિતી આપી હતી. જે અવસરે શિક્ષણપ્રધાન ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ પ્રધાન અર્જૂનભાઈ મોઢવાડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હૂમલો કર્યાં છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધા અને વધુ ભવ્યતા સાથે અડિખમ ઉભું છે. ત્યારે આ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે.(PM Modi Somnath 2026) સમગ્ર ગુજરાતવાસીઓ તેમને આવકારવા ઉત્સુક છે અને આનંદની લાગણી અનુભવી રહ્યાં છે.
ત્રણ રાજ્યોમાં ભાજપની જીત
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સરકારના શાસનમાં વિશ્વાસ દર્શાવતાં દેશના ત્રણ રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે, ખાસ કરીને, પશ્ચિમ બંગાળમાં મેળવેલી ઐતિહાસિક જીત એ ભારતની આઝાદી બાદની બીજી આઝાદી સમાન છે. વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોને લોકોએ આ જીત દ્વારા સ્વીકૃતિ આપી છે.
11 મેના રોજ સોમનાથને 75 વર્ષ પૂર્ણ
સરદાર વલ્લભભાઇ પટેલનો(Sadar Vallabhbhai Patel) ઉલ્લેખ કરતાં વાઘાણીએ જણાવ્યું હતું કે, જ્યારે સરદાર સાહેબે સોમનાથની મુલાકાત કરી એ સમયે સોમનાથ મંદિરનાં જીર્ણશીર્ણ અવશેષો જોઈ સરદાર દ્રવિત થઈ ઉઠ્યા અને સમુદ્ર જળ હાથમાં લઇ સોમનાથનાં પુન: નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો અને 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ હતી. જેને તા.11 મેના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.(PM Modi Somnath 2026) તેના ઉપલક્ષમાં આ ‘અમૃત પર્વ’ની(Somnath Amrit Parv 2026) ઉજવણી કરવામાં આવી રહી છે.
પીએમ મોદી રોડ શો કરશે
PM Modi Somnath 2026 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 11 મેના રોજ જામનગરથી સવારે સોમનાથ(Somnath Temple) પધારશે. અહીં હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શો યોજીને જનતાનું અભિવાદન ઝીલશે. માર્ગમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન ત્રિવેણી હેલિપેડથી વીર હમિરજી ગોહિલની પ્રતિમા સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે. જેમાં 12 જ્યોતિર્લિંગ બેકડ્રોપ સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિને રજૂ કરતાં નૃત્યો પણ દર્શાવવામાં આવશે.

File Pic
બંગાળી પરિવારો પીએમનું સ્વાગત કરશે
સોમનાથ મંદિર પરિસરના ઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત પહેરવેશમાં વડાપ્રધાનનું(PM Narendra Modi) મંદિર પરિસરમાં રંગેચંગે સ્વાગત કરશે. બંગાળી પરિવારો પણ પરંપરાગત પરિવેશમાં આ અવસરે વડાપ્રધાનનું સ્વાગત કરશે. મંદિરમાં વડાપ્રધાન દ્વારા કુંભાભિષેક, ધ્વજ પૂજા, મહાપૂજા કરવામાં આવશે. આ દરમિયાન સૂર્યકિરણ વિમાનનો એર-શૉ અને મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.
સોમનાથમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો
મંદિર પરિસરના કાર્યક્રમો પછી વડાપ્રધાન મોદી સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે. આ રીતે, વડાપ્રધાનની ગરિમામય ઉપસ્થિતિમાં આસ્થા અને અસ્મિતાના દિવ્ય 75 વર્ષ નિમિત્તે ‘સોમનાથ અમૃત પર્વ’ની(Somnath Amrit Parv 2026) ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
સોમનાથ અમૃત પર્વ
વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતિક બનીને ઊભું છે. ત્યારે ‘સોમનાથ અમૃત પર્વ’ની ઉજવણી થકી શ્રદ્ધાળુઓ આદ્યાત્મિક અનુભવ મેળવશે. સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન વડોદરા જઈ સરદાર ધામ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે.
FDI in Gujarat Most Watched News
FDI in Gujarat: FDI ઇન્ફ્લોમાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે, કયા શહેરમાં સૌથી વધુ રોકાણ આવ્યું?

