Gold Reserves in India: પીએમ મોદીએ અપીલ કરી કે સોનુ ન ખરીદશો, ભારત પાસે કેટલું ગોલ્ડ?

by Gujarati biz news
Gold Reserves in India

Gold Reserves in Indiaઅમદાવાદ- Gold Reserves in India વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) 24 કલાકમાં બીજી વખત દેશવાસીઓને અપીલ કરી છે કે એક વર્ષ સુધી સોનું ન ખરીદો. તેમણે કહ્યું  કે જો તમારા ઘરમાં લગ્ન આવતાં હોય કે પછી બીજી કોઈ ઈવેન્ટ હોય, તેના માટે એક વર્ષ સુધી સોનું ખરીદવાની યોજનાને ટાળી દે. તેમણે મિડલ ઈસ્ટ સંકટની વાત કરીને જણાવ્યું છે કે ભારતનું વિદેશી હૂંડિયામણ(Forex Reserve India) બચાવવા માટે આ જરૂરી છે.

સૌથી વધારે ગોલ્ડ રીઝર્વ કયા દેશ પાસે?

દર વર્ષે ભારત આયાત ખર્ચ પાછળ અબજો રૂપિયાનું હૂંડિયામણ વિદેશ જતું રહે છે. જેને બચાવવા માટે આ પગલા ભરવા જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત પાસે હાલ કેટલું સોનું છે?(Gold Reserves in India) અને દુનિયામાં સૌથી વધારે ગોલ્ડ રીઝર્વ કયા દેશ પાસે છે?

નંબર -1 અમેરિકા

વિશ્વમાં અમેરિકા ગોલ્ડ રીઝર્વમાં પ્રથમ નંબરે છે. તે ખૂબ લાંબા સમયથી નંબર વન પર પોતાની પોઝિશન બનાવીને બેઠું છે. આંકડાની રીતે જોઈએ તો અમેરિકા પાસે ગોલ્ડ રીઝર્વ અંદાજે 8,133.50 ટન સોનું છે. જે દુનિયાના તમામ દેશોની સરખામણીએ સૌથી વધુ છે.

નંબર-2 જર્મની

સૌથી વધુ સોનું રાખનાર દેશોની યાદીમાં બીજા નંબર પર જર્મની છે. જેનું ગોલ્ડ રીઝર્વ અંદાજે 3,351.5 ટન છે. જેના રીઝર્વમાં સતત અને ઝડપી વધારો થઈ રહ્યો છે.

નંબર-3 ઈટાલી

ઈટાલી સૌથી વધુ ગોલ્ડ રીઝર્વ રાખનાર ટોપ 10 દેશોની યાદીમાં ત્રીજા નંબર પર આવે છે. ઈટાલી પાસે ગોલ્ડ રીઝર્વ 2,452 ટન છે.

નંબર-4 ફ્રાન્સ

ગોલ્ડ રીઝર્વના મામલામાં ચોથા નંબર પર ફ્રાન્સ છે અને ફ્રાન્સ પાસે આંકડાની રીતે જોઈએ તો અંદાજે 2,437 ટન સોનું પડ્યું છે.

નંબર-5 રશિયા

રશિયા ગોલ્ડ રીઝર્વમાં પાંચમાં નંબર પર આવે છે અને તે સૌથી વધુ ગોલ્ડ ખરીદી કરવામાં પણ સામેલ છે. રશિયાનું ગોલ્ડ રીઝર્વ અંદાજે 2,333 ટન છે.

નંબર-6 ચીન

સોનાની ખરીદી કરવા બાબતે ચીન ટોપ પર છે. તેની સાથે તે ગોલ્ડનું ઉત્પાદન પણ કરે છે. જો કે ગોલ્ડ રીઝર્વમાં તે દુનિયાના ટોપ 10 દેશોમાં છઠ્ઠા નંબર છે. ચીનનું ગોલ્ડ રીઝર્વ અંદાજે 2,303.5 ટન છે.

નંબર-7 સ્વિટ્ઝરલેન્ડ

સ્વિટ્ઝરલેન્ડ સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને તમામ મોટા દેશોને ગોલ્ડ એક્સપોર્ટ(નિકાસ) કરે છે. સૌથી વધુ ગોલ્ડ રીઝર્વવાળા દેશોમાં તે સાતમાં નંબર પર છે. સ્વિટ્ઝરલેન્ડ પાસે ગોલ્ડ રીઝર્વ 1,039.9 ટન છે. આપને જણાવી દઈએ કે ભારત સૌથી વધુ સોનાની આયાત અહીંયાથી કરે છે, જે કુલ આયાતના અંદાજે 40 ટકા રહે છે.

નંબર-8 ભારત

ભારતના ગોલ્ડ રીઝર્વમાં પણ સતત વધારો થતો રહ્યો છે અને આ પીળી ધાતુ રીઝર્વના મામલે ભારત સાતમાં સ્થાન પર આવે છે. ભારતનું ગોલ્ડ રીઝર્વ અંદાજે 880.13 ટન છે. અત્રે નોંધનીય છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ ગોલ્ડ આયાત કરતો દેશની યાદીમાં સામેલ છે. ભારત દર વર્ષે એવરેજ અંદાજે 750 ટન સોનું આયાત કરે છે.

નંબર-9 જાપાન

જાપાન ગોલ્ડ રીઝર્વમાં ભારતથી પાછળ છે. ટોપ-10ની યાદીમાં તે નવમાં નંબરે છે. જાપાનનું ગોલ્ડ રીઝર્વ અંદાજે 846 ટન સોનું છે.

નંબર-10 તુર્કી

ટોપ-10 સૌથી વધુ ગોલ્ડ રીઝર્વ ધરાવતાં દેશોની યાદીમાં તુર્કી, નેધરલેન્ડ અને પોલેન્ડ 10માં નંબરે છે. તેમનું ગોલ્ડ રીઝર્વ અંદાજે 612 ટન છે. તુર્કી, નેધરલેન્ડ અને પોલેન્ડ આ ત્રણેય દેશોનું ગોલ્ડ રીઝર્વનો આંકમાં ખૂબ સામાન્ય તફાવત જ હોય છે.

You will also like

Leave a Comment