Gold Import Duty 2026: સોના પર ડ્યૂટી વધી, સોનાના ભાવમાં તેજી, જ્વેલરી ઉદ્યોગમાં મંદી

by Gujarati biz news
Gold Import Duty 2026

Gold Import Duty 2026નવી દિલ્હી/અમદાવાદ- Gold Import Duty 2026 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) 24 કલાકમાં બે વખત જાહેર જનતાને સંદેશ આપીને કહ્યું હતું કે એક વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળો. તે પછીના 24 કલાકમાં જ કેન્દ્ર સરકારે ખૂબ મોટો નિર્ણય કર્યો છે. ગોલ્ડ પર લાગનારી આયાત ડ્યૂટીમાં તગડો વધારો કર્યો છે. જે પછી ભારતીય રૂપિયામાં સોનાના ભાવમાં(Gold Rate Today) મોટો ઉછાળો નોંધાયો છે.

ડયૂટીનો વધારો આજથી જ અમલી

કેન્દ્ર સરકારે (Gold Import Duty 2026) ગોલ્ડ આયાત ડ્યૂટી 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દીધી છે. તેનો અર્થ એ થાય તે વિદેશથી આવતું સોનું મોંઘુ આવશે. આ વધારેલ દર બુધવાર 13 મે, 2026થી લાગુ થશે.

વિદેશી હૂંડિયામણની બચત

Gold Silver Market ગોલ્ડ સિલ્વર કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. ગોલ્ડ અને સિલ્વરની કીમતોમાં(Gold Price Today) છેલ્લા એક વર્ષમાં ભારે ઉછાળો નોંધાયો છે. તેમજ યુએસ-ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ પછી મિડલ ઈસ્ટ દેશો સાથેના યુદ્ધ પછી સંકટ વધુ ઘેરું બન્યું છે. જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એક વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળો. તેની પાછળનું કારણ પણ એ છે કે હવે આપણે વિદેશી હૂંડિયામણની બચત કરવી પડશે અને આ હૂંડિયામણની બચત કરવા માટે આપણે સોનું ન ખરીદીયે. પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. વિદેશ પ્રવાસ એક વર્ષ સુધી ટાળીએ. આવી સાત અપીલ જનતાને કરી હતી.

સોનાની આયાત ઘટાડવાનો ઉદેશ્ય

આમ સોનાની આયાત ઘટાડવાના ઉદેશ્યથી મોદી સરકારે સોના પર લાગુ બેઝિક કસ્ટમ ડ્યૂટી 5 ટકાથી વધારીને 10 ટકા કરવાની જાહેરાત કરી દીધી છે. તેમજ ગોલ્ડ પર જ એગ્રીકલ્ચર ઈન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેશ એટલે કે AIDC(કૃષિ સેશ) 1 ટકાથી વધારીને 5 ટકા કરી દીધી છે. એટલે હવે ગોલ્ડ પર આયાત ડ્યૂટી(Gold Import Duty 2026) વધીને 15 ટકા થઈ ગઈ છે.

2024ના બજેટમાં આયાત ડ્યૂટી ઘટાડી હતી

અત્રે નોંધનીય છે કે બે વર્ષ પહેલા વર્ષ 2024ના બજેટ સ્પીચ દરમિયાન કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman)મોટી જાહેરાત કરી હતી. જેમાં ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કર્યો હતો. હવે સરકારે ફરીથી તેમાં વધારો કરીને જૂના દર પરત લાવવાની જાહેરાત કરી દીધી છે.

700 ટન ગોલ્ડ આયાત થાય છે

ભારત દર વર્ષે ઓન એવરેજ જોઈએ તો 700થી 800 ટન ગોલ્ડ આયાત કરે છે. જેમાં ભારતનું વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ જાય છે. આ સંજોગોમાં હાલ મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે હવે આપણે વિદેશી હૂંડિયામણ બચાવવું ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે ગોલ્ડ પર આયાત ડયૂટીમાં સરકારે વધારો કર્યો છે. આનાથી ભારતની ટ્રેડ ડેફિસીટ પણ વધતી અટકશે.

ગ્રાહકો પર બોજ

સરકારે ગોલ્ડ પર આયાત ડ્યૂટી(Gold Import Duty 2026) વધારી છે, જેની સીધી અસર સોનાના ભાવ પર પડશે. સોનાના ભાવમાં 9 ટકાનો ઉછાળો આવશે. અન્ય દેશોની તુલનાએ ભારતમાં ગોલ્ડ 15 ટકા ઊંચા ભાવે વેચાશે. બીજી તરફ સોનાના ભાવ આસમાને છે, આવા સંજોગોમાં છેલ્લા એક વર્ષથી સોનાચાંદી બજાર એટલે કે જ્વેલરી બજારમાં ઘરાકીનો અભાવ હતો. તેવામાં આયાત ડ્યૂટીમાં વધારાથી હવે જ્વેલરી ઉદ્યોગ પડી ભાગશે. જો કે ડ્યૂટી વધારાનો બોજો સીધો ગ્રાહકો પર જ પાસઑન થવાનો છે. પણ સોનાના ઊંચા ભાવને કારણે ખરીદનાર આવશે નહી.

ગોલ્ડ 19 ડૉલર ઉછળ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બુધવારે વહેલી સવારે 9.32 કલાકે ગોલ્ડ જૂન ફ્યુચર 19 ડૉલર વધીને 4705 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે.

MCXમાં સોનામાં 6 ટકાનો ઉછાળો

બીજી તરફ ભારતમાં એમસીએક્સમાં સવારે ગોલ્ડ 5.41 ટકા ઉછળીને રૂપિયા 1,61,742નો ભાવ ટ્રેડ થયો હતો. તેવી જ રીતે એમસીએક્સમાં સિલ્વરનો ભાવ 6 ટકા ઉછળી 2,97,000 રૂપિયા રહ્યો હતો.

હવે રીસાયક્લિંગ વધશેઃ આશિષ ઝવેરી

જ્વેલર્સ એસોસિએશન, અમદાવાદના સેક્રેટરી આશિષ ઝવેરીએ Gujarati Biz News સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યૂટીના વધારાને આવકાર્યો છે. રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે અમે સરકારના આ પગલાને સમર્થન કરીએ છીએ. હવે ગોલ્ડ ઈમ્પોર્ટ થવાને બદલે રીસાયક્લિંગ થશે. જૂનુ સોનું વર્ષોથી લોકોના ઘરમાં પડ્યું છે, તે હવે બહાર નીકળશે અને નવા દાગીના નવી ડિઝાઈનના દાગીનાની ખરીદી કરીને જરૂરિયાત પુરી કરશે. જો કે લાંબગાળે ઘરાકી ઘટવાની ચિંતા તેમણે વ્યક્ત કરી હતી, પણ રાષ્ટ્ર પ્રથમની ભાવના અને દેશ પર આવેલ સંકટ સામે રક્ષણ મેળવવા માટે અમે હાલ તેને આવકારીશું.

જ્વેલરી ઉદ્યોગને મંદી નડશે….

એકતરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડના ભાવ સતત વધતા જઈ રહ્યા છે, કેન્દ્ર સરકારે(Gold Import Duty 2026) ગોલ્ડ પર આયાત ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. અને બીજી તરફ ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો તૂટીને રેકોર્ડ લો પર છે. આમ બેવડી રીતે જોઈએ તો ભારતમાં સોનાના ભાવ સૌથી ઊંચા રહ્યા છે. સોનું ખરીદનાર ગ્રાહકોને તો હાલ બેવડો માર પડી રહ્યો છે.

Gold Reserves in India Most Watched News

Gold Reserves in India: પીએમ મોદીએ અપીલ કરી કે સોનુ ન ખરીદશો, ભારત પાસે કેટલું ગોલ્ડ?

You will also like

Leave a Comment