Stock Market India: સેન્સેક્સ વધુ 1456 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 11 લાખ કરોડ સ્વાહા

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે મંગળવારે સતત ચોથા દિવસે કડાકો બોલી ગયો હતો. શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1456 પોઈન્ટ(1.92 ટકા) ગબડી 74,559 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) વધુ 436 પોઈન્ટ(1.83 ટકા) તૂટી 23,379 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી(Bank Nifty) 884 પોઈન્ટના કડાકા સાથે 53,555 બંધ થયો હતો. નિફ્ટીની વીકલી એક્સપાયરીનો દિવસ હતો, જેથી(Share Market India) શેરોમાં ઉભી પોઝીશન સ્કેવરઓફ કરવારૂપી ભારે વેચવાલી ફરી વળી હતી. માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજે 11 લાખ કરોડનું ધોવાણ થયું છે.

સેન્સેક્સમાં 1456 પોઈન્ટનો કડાકો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) આજે સવારે 75,688ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 75,741 થઈ અને ત્યાં ચોગરદમ વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટીને 74,449 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,559.24 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે આજે 1456.04 તૂટ્યો હતો.

નિફ્ટી 436 પોઈન્ટ ગબડ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,722ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 23,757 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી આવતાં ઝડપથી તૂટી 23,348 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,379.55 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 436.30નું ગાબડું દર્શાવે છે.

તૂટેલા સેકટર

આજે આઈટી, રીયલ્ટી, ડીફેન્સ, ઓટોમોબાઈલ, કેમિકલ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને મીડિયો સેકટરના શેરોમાં હેવી સેલઓફ રહ્યો હતો. જ્યારે સામે મેટલ અને ઓઈલ-ગેસ સેકટરના શેરોમાં લેવાલીના ટેકાથી સામાન્ય સુધારો આવ્યો હતો.

શેરબજાર વધુ તૂટવાના કારણો

(1) અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. તે પછી શાંતિ માટેની દરખાસ્તો પર સામાન્ય સમજૂતિ થઈ શકી નથી. હોર્મુઝ અને પરમાણું હથિયાર તથા ન્યૂક્લિયર સામગ્રી મુદ્દે અમેરિકા ઈરાનની વાતથી સહમત નથી. અને ઈરાન આ મુદ્દે બાંધછોડ કરવા તૈયાર નથી. જે સમાચાર પાછળ(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કાલે બુધવારે ચીન પ્રવાસે જઈ રહ્યા છે.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી ભડક્યા છે. બ્રેન્ટ ક્રૂડ આજે 2.87 ડૉલર વધી 107.08 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ ક્રૂડ ઓઈલ 3.12 ટકા ઉછળી 101.19 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. ક્રૂડના ભાવ વધીને આવતાં હવે મોંઘવારી વધશે અને આથી કોર્પોરેટ અર્નિંગ પર પણ તેની નેગિટિવ અસર પડી શકે છે. જે ધારણાએ(Stock Market India) શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી.

(3) ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ સતત છ મહિનાથી નેટ સેલર છે. મે મહિનામાં પણ એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી છે. 11 મેના રોજ વિદેશી રોકાણકારોએ રૂપિયા 8,437 કરોડનું નેટ સેલ કર્યું હતું.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 26 પૈસા તૂટીને 95.58 પર ટ્રેડ કરી રહ્યો છે. ચાલુ ટ્રેડિંગ સેશન દરમિયાન રૂપિયા તૂટીને 95.74 રેકોર્ડ લો લેવલ પર પહોંચી ગયો હતો.

(5) આજે મંગળવારે આઈટી ગોલ્ડ, જ્વેલરી, ટુરીઝમ, એવીએશન કંપનીના શેરોમાં ભારે વેચવાલીથી શેરોના ભાવમાં વધુ ગાબડા પડ્યા હતા. પરિણામે(Stock Market India) સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.

મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ તૂટ્યા

આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 1553 પોઈન્ટ(2.54 ટકા) અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 586 પોઈન્ટ(3.17 ટકા) ગબડ્યા હતા. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 590 સ્ટોક વધ્યા હતા અને 2726 સ્ટોક તૂટ્યા હતા.

172 સ્ટોકમાં લોઅર સર્કિટ

69 શેર બાવન વીક હાઈ પર બંધ હતા. તો સામે 45 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 69 શેરમાં અપર સર્કિટ આવી હતી. તો 172 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ઓએનજીસી(4.70 ટકા), હિન્દાલકો(1.86 ટકા), એસબીઆઈ(0.26 ટકા) અને ભારતી એરટેલ(0.17 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

અદાણી પોર્ટ(4.32 ટકા) શ્રી રામ ફાયનાન્સ(4.31 ટકા), ટેક મહિન્દ્રા(4.21 ટકા), એચસીએલ ટેકનોલોજી(4.01 ટકા) અને જિઓ ફાયનાન્સ(3.99 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

Stock Market India શેરબજારમાં સતત ચાર દિવસથી ઘટાડો આવ્યો છે અને આજે મંગળવારે શેરબજાર વધારે તૂટ્યું છે. આમ જોવા જઈએ તો ટેકનિકલી તમામ સપોર્ટ લેવલ તૂટી ગયા છે. પણ માર્કેટ હાઈલી ઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયું છે. જેથી કદાચ કાલે અથવા તો પરમદિવસે રીબાઉન્ડ થઈ શકે છે. હવે નીચામાં નિફ્ટીમાં 23,300નો સપોર્ટ લેવલ છે, જે મથાળે બજાર ટેકો મેળવે તેવી શક્યતા છે.

You will also like

Leave a Comment