
Generated by AI
નવી દિલ્હી- Purchase of crude oil ભારતની તેલ કંપનીઓએ પાંચ દિવસમાં બીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા પહેલા તેલ કંપનીઓને દરરોજનું 750 કરોડનું નુકસાન સહન કરવાનું આવી રહ્યું હતું. આ સમાચારની વચ્ચે રાહતના નવા સમાચાર આવ્યા છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ વધુ એક મહિનો વધારી છે.
ઈરાન પર હૂમલાની યોજના ટળી
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટ દેશોના નેતાઓના અનુરોધ પર તેમણે ઈરાન પર હૂમલો કરવાની યોજના હાલ પુરતી ટાળી દીધી છે. જેને પગલે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. જેથી વિશ્વના દેશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રશિયાનું તેલ ખરીદી શકાશે…
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે 30 દિવસ સુધીનું અસ્થાઈ લાયસન્સ ઈસ્યૂ કરાયું છે. તેનાથી તે દેશ સમુદ્રમાં હાલમાં રશિયાનું તેલ ખરીદી શકશે કે જેમને તેલની સૌથી વધુ જરૂરિયાત છે.(Purchase of crude oil) તેનાથી ક્રૂડ માર્કેટમાં સ્થિરતા આવશે અને સુનિશ્ચિત થશે કે દરેક તેવા દેશોને તેલ મળશે કે જેમને સૌથી વધુ જરૂરિયાત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેનાથી ચીન સસ્તા તેલનો ભંડાર નહી બનાવી શકે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હૂમલાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. તેને કારણે દુનિયાનું 20 ટકા કાચું તેલ હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થાય છે. અમેરિકાએ માર્ચમાં પહેલીવાર સપ્લાય વધારવા માટે ભારત સહિત કેટલાય દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપી હતી.(Purchase of crude oil) એપ્રિલમાં તે છૂટને ફરીથી વધારી હતી.
ભારતના ઓઈલ ટેન્કર ફસાયેલા
અમેરિકાએ(Purchase of crude oil) ભારત માટે રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ વધુ એક મહિનો વધારી છે, જે રાહતના સમાચાર છે. કારણ કે હજી હોર્મુઝ સ્ટ્રેટ બંધ હાલત છે. ભારતના ઓઈલ ટેન્કર ફસાયેલા છે.
ભારત માટે બે ખુશીના સમાચાર
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે મંગળવારે 19 મે, 2026ના રોજ સાંજે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 1.44 ટકા ઘટી 110 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. તેમજ ક્રૂડ ઓઈલ 1.13 ટકા ઘટી 103.2 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. જે ગઈકાલ કરતાં ઘટીને આવ્યું છે. આમ ભારતમાં બે ખુશીના સમાચાર છે. એક તો અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની મંજૂરી આપી અને બીજુ ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા.

