Stock Market India: બે તરફી વધઘટે શેરબજારમાં નરમાઈ, મીડકેપ સ્મોલકેપમાં તેજી

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં શરૂના ઉછાળા પછી ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 114 પોઈન્ટ ઘટી 75,200 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 31 પોઈન્ટ ઘટી 23,618 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 127 પોઈન્ટ ઘટી 53,409 બંધ થયો હતો. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ હતું. નિફ્ટી વીકલી એક્સપાયરીનો દિવસ હતો, જેથી લેવાલી વેચવાલી એમ બે તરફી ટ્રેડિંગ હતા. જો કે મીડડેપ ઈન્ડેક્સ 548 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 206 પોઈન્ટ વધ્યો હતો. પોઝિટિવ કારણોથી નવી લેવાલી આવી હતી. નેગેટિવ કારણોથી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. કાલે શેરબજાર(Share Market India) કેવું રહેશે? ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 75,441ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઝડપથી ઉછળી 75,746 થઈ અને ત્યાં નફાવાળાની વેચવાલી આવતાં ઘટી 75,115 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 75,200.85 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 114.19નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 31 પોઈન્ટ નરમ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,675ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 23,782 થઈ અને પ્રોફિટ બુકિંગ આવતાં ઝડપથી ઘટી 23,587 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,618 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 31.95નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી વીકલી એક્સપાયરીનો દિવસ

આજે મંગળવારે શેરબજારમાં(Stock Market India) નિફ્ટી વીકલી એક્સપાયરીનો દિવસ હતો. જેથી સવારે નવી લેવાલી અને શોર્ટ કવરિંગથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ વધ્યા હતા. જો કે બપોરે બે વાગ્યા પછી પ્રોફિટ બુકિંગથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઘટ્યા હતા. આજે આઈટી, કેપિટલ માર્કેટ અને રીયલ્ટી સેકટરના શેરોમાં તેજી થઈ હતી. તે સાથે મીડકેપ અને સ્મોલકેપ સ્ટોક એ આઉટપરફોર્મ કર્યું હતું.

પોઝિટિવ ફેક્ટર

(1) અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. જો કે અમેરિકાએ ઈરાન પર હાલ હૂમલો કરવાના નિર્ણયને કેટલાક દિવસ માટે ટાળી દીધો છે. કતર, સાઉદી અરબ અને યુએઈના વડાઓની અપીલને પગલે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે હાલ ઈરાન પર હૂમલો કરવાની યોજના રદ કરી છે. ઈરાન સાથે શાંતિ ડીલ પર વાતચીત ચાલુ રાખવા અનુરોધ કર્યો છે.

(2) ઈરાન પર હૂમલો ન થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને 110 ડૉલર અને ક્રૂડ ઓઈલનો ભાવ ઘટીને 103 ડૉલર થયો હતો.

(3) આજે મંગળવારે ત્રીજી ટ્રેડિંગ સેશનમાં આઈટી સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. આઈટી સેકટરનો ઈન્ડેક્સ 912 પોઈન્ટ(3.21 ટકા) વધ્યો હતો.

(4) એફઆઈઆઈ સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં નેટ બાયર હતી. 18 મેના રોજ એફઆઈઆઈએ(FII Net Buying) રૂપિયા 2,813 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.  ઉપરોક્ત ચાર ફેક્ટરને કારણે સવારે શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.

નેગેટિવ કારણ

(1) આજે સવારે શેરબજાર(Stock Market India) ઉછળીને આવતાં સાવચેતી રૂપે તેજીવાળા ખેલાડીઓએ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

(2) આજે મંગળવારે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ માઈનસ હતા અને ડાઉ જોન્સ ફ્યુચર પણ 73 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 16 પૈસા તૂટી 96.52 રેકોર્ડ લો લેવલ બતાવ્યું હતું.

ઉછાળો ધોવાઈ ગયો

આમ ઉપરોક્ત ત્રણ નેગેટિવ ફેક્ટર આવતાં શેરબજારમાં(Stock Market India) સવારે આવલો ઉછાળો બપોર પછી પ્રોફિટ બુકિંગ આવતાં ધોવાઈ ગયો હતો. શેરબજારના રોકાણકારો કન્ફ્યૂઝ થયા હતા, કે ખરીદવું કે વેચવું. ઈરાન યુદ્ધનું ફેક્ટર હોવાથી હાલ શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ જોવાઈ રહ્યું છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

મીડકેપ ઈન્ડેક્સ 548 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 206 પોઈન્ટ પ્લસ હતા. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 2,152 શેરના ભાવ વધ્યા હતા અને 1,109 શેરના ભાવ ઘટ્યા હતા.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ઈન્ફોસીસ ટેકનોલોજી(4.51 ટકા), એચસીએલ ટેકનોલોજી(2.91 ટકા), ટેક મહિન્દ્રા(2.59 ટકા), ટીએમપીવી(2.08 ટકા) અને ટીસીએસ(2.05 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

કોટક બેંક(2.40 ટકા), ટાઈટન(1.79 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(1.78 ટકા), તાતા કન્ઝ્યુમર(1.62 ટકા) અને ભારતી એરટેલ(1.40 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

ટેકનિકલી જોઈએ તો શેરબજાર(Stock Market India) શોર્ટ ટર્મ માટે પોઝિટિવ થયું છે. નિફ્ટીમાં 23,300 અને સેન્સેક્સમાં 74,100ના ખૂબ જ અતિમહત્ત્વના સપોર્ટ લેવલ આવે છે. જે સપોર્ટ લેવલનો સ્ટોપલોસ રાખીને ખરીદી કરી શકાય. ઉપરમાં નિફ્ટી 23,800 અને સેન્સેક્સ 75,900 કૂદાવે તો શેરબજારમાં સુધારો આગળ વધશે. બેંક નિફ્ટી ટેકનિકલી ખૂબ જ વીક છે. કાલે શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે નવી લેવાલી નીકળતાં રીકવરી આગળ વધશે.

You will also like

Leave a Comment