Stock Market Podcast: શરૂની મજબૂતી પછી નફારૂપી વેચવાલી, સેન્સેક્સ 479 પોઈન્ટ ઘટ્યો

by Gujarati biz news
Stock Market Podcast

અમદાવાદ- Stock Market Podcast શેરબજારમાં શરૂની મજબૂતી પછી ઘટાડો આવ્યો હતો. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હોવાથી બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 479 પોઈન્ટ ઘટી 76,009 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 118 પોઈન્ટ ઘટી 23,913 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 200 પોઈન્ટ ઘટી 55,092 બંધ રહ્યો હતો. એફએમસીજી અને મેટલ શેરો પ્લસ હતા. તે સાથે મીડકેપ સ્ટોકમાં નવું બાઈંગ રહ્યું હતું. શેરબજારમાં પ્રોફિટ બુકિંગ કેમ આવ્યું? કયા નેગેટિવ કારણો રહ્યા? ટેકનિકલ લેવલ બદલાયા છે કે નહી? કાલે માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? શેરબજારમાં(Share Market India) ઘટાડે નવી ખરીદી આવશે કે નહી?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 479 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) આજે સવારે 76,224ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં નવી લેવાલી નીકળતા ઉછળી 76,627 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઝડપી ઘટી 75,909 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,009.70 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 479.26નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 118 પોઈન્ટ ગબડ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 24,004ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 24,089 થઈ અને ત્યાં નફારૂપી જોરદાર વેચવાલી ફરી વળતાં ઘટી 23,885 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,913.70 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 118 પોઈન્ટ ઘટ્યો હતો.

નફારૂપી વેચવાલી આવવાના કારણો

(1) અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતિ કરાર થવાની વાતો વચ્ચે અમેરિકાએ મંગળવારે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પાસે સુરંગ બિઝાવવાનું કામ કરી બોટને નિશાન બનાવી હતી. તેમજ અમેરિકાએ ઈરાનના અબ્બાસ પોર્ટ પાસે સરફેસ એર ટુ મિસાઈલસાઈટ પર હૂમલો કર્યો હતો. અમેરિકાની એજન્સીએ તેને સેલ્ફ ડીફેન્સ કાર્યવાહી ગણાવી હતી. તો બીજી તરફે ઈરાને દાવો કર્યો હતો કે અમે અમેરિકાના એમક્યૂ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું છે. આ એમક્યૂ-9 રીપર ડ્રોનની કીમત 30 મિલિનયન ડૉલર થાય છે. આમ અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી ફરીથી સર્જાઈ છે. જેથી સાવચેતીરૂપે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

(2) આજે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરીની સાથે નિફ્ટીના 50 સ્ટોકની મંથલી એક્સપાયરી હતી. જેથી શેરબજારમાં ઉભી પોઝિશન સ્કેવરઓફ કરવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા. આથી બે તરફી મુવમેન્ટ જોવાઈ હતી. સવારે મજબૂતી હતી, તો બપોર પછી ઘટાડો આવ્યો હતો.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 41 પૈસા તૂટીને 95.65 પર ટ્રેડ કરતો હતો. આથી તેજીવાળા ખેલાડીઓએ વેચવાલી કાઢી હતી.

Stock Market Podcastએડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 332 પોઈન્ટ પ્લસ હતો, તો સામે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 118 પોઈન્ટ ઘટ્યો હતો. એડવાન્સ ડેકલાઈન રેશિયો સામાન્ય પોઝિટિવ હતો. 1655 શેરના ભાવ વધ્યા હતા અને 1652 શેરના ભાવ ઘટ્યા હતા.

132 સ્ટોકમાં અપર સર્કિટ

115 શેર બાવન વીક હાઈ પર બંધ હતા. તો 35 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 132 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 84 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

અદાણી એન્ટરપ્રાઈઝ(4.33 ટકા), તાતા મોટર પેસેન્જ વ્હીકલ(3.31 ટકા), ટેક મહિન્દ્રા(1.71 ટકા), ઈટરનલ(1.34 ટકા) અને નેસ્લે(1.28 ટકા)

ટોપ લુઝર્સ

એપોલો હોસ્પિટલ(1.65 ટકા), વિપ્રો(1.62 ટકા), ભારતી એરટેલ(1.48 ટકા), ટ્રેન્ટ(1.42 ટકા) અને ટીસીએસ(1.16 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

જો ઈરાન અમેરિકાની વચ્ચે કોઈ અણબનાવના સમાચાર ન આવે તો શેરબજારમાં ઘટાડે નવી લેવાલી આવશે. નિફ્ટીમાં 23,800, સેન્સેક્સમાં 75,900 અને બેંક નિફ્ટીમાં 54,400ના અતિમહત્ત્વના સપોર્ટ લેવલ છે. આ લેવલ ન તૂટે તો તેજી આગળ વધશે.

સવારે શેરબજાર ખૂલ્યું ત્યારનું અપડેટ…..

શેરબજારમાં આજે ત્રીજા દિવસે મજબૂતી આગળ વધી છે. આજે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે, જેથી મોટાભાગે ઉભી પોઝિશન સ્કેવર ઓફ કરવારૂપી કામકાજ જોવાઈ રહ્યા છે. સવારે 11 વાગ્યે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 85 પોઈન્ટ પ્લસ 76,574 પર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 46 પોઈન્ટ વઘીને 24,078 પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે બપોરે શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળેથી પાછા પડ્યા હતા.

ગુજરાતી બિઝ ન્યૂઝના એડિટર ભરત પંચાલનો અવાજ

You will also like

Leave a Comment