અમદાવાદ- Stock Market India શેરબજારમાં ચાર દિવસની તેજી પછી ઘટાડો આવ્યો હતો. ઊંચા મથાળે આવ્યું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 104 પોઈન્ટ ઘટી 78,180 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 31 પોઈન્ટ ઘટી 24,398 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 90 પોઈન્ટ ઘટી 58,200 બંધ રહ્યો હતો. શેરબજારમાં શરૂમાં પોઝિટિવ ફેકટર આવ્યા અને ટ્રેડિંગ સેશના છેલ્લા કલાકમાં નેગેટિવ ફેકટર આવ્યા હતા. શું છે પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટર? ટેકનિકલ લેવલમાં ફેરફાર થયો છે કેમ? કાલે શેરબજારની(Share Market India) ચાલ કેવી રહેશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે હાઈથી 633 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,461ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધી 78,664 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી આવતાં ઘટી 78,031 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,180.72 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 104.35 ઘટ્યો હતો. પણ આજના હાઈથી 633 પોઈન્ટ પાછો પડ્યો હતો.
નિફ્ટી 31 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,464 ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધી 24,530 થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 24,348 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,398.70 બંધ થયો હતો. જે ગઈકાલના બંઘ નિફ્ટીની સરખામણીએ 31.65 ઘટ્યો હતો.
આઈટી શેરોમાં નવી લેવાલી
આજે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરીનો દિવસ હતો. જેથી બે તરફી વધઘટ નોંધાઈ હતી. રીયલ્ટી, મેટલ, એનર્જિ, ફાર્મા અને મીડિયા સેક્ટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, જેથી આ સેકટરના ઈન્ડેક્સ ઘટ્યા હતા. બીજી તરફ આઈટી અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી સુધારો આવ્યો હતો. જો કે બે તરફી વધઘટને કારણે ઉભી પોઝિશન રોલઓવર થઈ હતી.
બજાર ઘટવાના નેગેટિવ કારણો
(1) ચાર દિવસની તેજી પછી પ્રોફિટ બુકિંગ ડ્યૂ હતું. જેથી તેજીવાળા ખેલાડીઓએ અને રોકાણકારોઅ ઊંચા મથાળે પ્રોફિટ બુક કરવાની તક ઝડપી હતી.
(2) આજે સવારે એશિયાઈ સ્ટોકમાં કડાકો બોલી ગયો હતો. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 395 પોઈન્ટ(5.16 ટકા) તૂટ્યો હતો. તેની પાછળ તાઈવાનનો તેઈપેઈ 1,077 પોઈન્ટ(2.37 ટકા) ગબડ્યો હતો. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 1,107 પોઈન્ટ, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 195 પોઈન્ટ, ચીનનો સાંઘાઈ ઈન્ડેક્સ 51 પોઈન્ટ સહિત થાઈલેન્ડ સ્ટોક માર્કેટ ઘટ્યા હતા. દક્ષિણ કોરિયાના સ્ટોક એક્સચેન્જમાં ચિપ બનાવતી કંપનીઓના શેરોમાં ફરીથી ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને એસ કે હાયનિક્સ કંપનીઓના શેરોમાં જોરદાર વેચવાલીથી તૂટ્યા હતા. હ્યુન્ડાઈ મોટરનો શેર 8 ટકા તૂટ્યો હતો. આમ કોરિયા પાછળ ભારતીય શેરબજારમાં સાવચેતીરૂપી વેચવાલી આવી હતી.
(3) આજે મેટલ અને રીયલ્ટી સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી શેરોના ભાવ તૂટ્યા હતા. જેની પાછળ શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
પોઝિટિવ કારણો
(1) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 38 પૈસા વધી 95.01 પર ટ્રેડ કરતો હતો.
(2) એફઆઈઆઈનું નવુ બાઈંગ શરૂ થયું છે. 6 જુલાઈના રોજ એફઆઈઆઈએ 243 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. તે અગાઉ 3 જુલાઈના રોજ 1,355 કરોડનું નેટ બાઈંગ કર્યું હતું.
(3) ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે, જેથી ચાર દિવસની તેજી પછી નાનુ રીએક્શન આવ્યું હતું.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ
મીડકેપ ઈન્ડેક્સ 186 પોઈન્ટ ઘટ્યો હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 105 પોઈન્ટ માઈનસ બંધ હતો. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ હતો. 1191 શેરના ભાવ વધ્યા હતા. તો સામે 2084 શેરના ભાવ ઘટ્યા હતા.
82 સ્ટોકમાં લોઅર સર્કિટ
103 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 28 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 89 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી, તો સામે 82 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એચસીએલ ટેકનોલોજી(3.16 ટકા), ટેક મહિન્દ્રા(2.88 ટકા), ઈન્ફોસીસ(2.85 ટકા), એસબીઆઈ લાઈફ(2.65 ટકા) અને ટિટાન(2.38 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
ટ્રેન્ટ(12.64 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(3.02 ટકા), બીઈએલ(1.92 ટકા), અદાણી પોર્ટ(1.79 ટકા) અને મેક્સ હેલ્થકેર(1.52 ટકા)
કાલે શેરબજારની ચાલ કેવી રહેશે?
નિફ્ટીની વીકલી એક્સપાયરી થઈ ગઈ છે. કાલે બુધવારે નિફ્ટીમાં નવો ફયુચર શરૂ થશે. ટેકનિકલી માર્કેટ ખૂબ સ્ટ્રોંગ છે. જેથી કાલે જો શેરબજાર નીચા મથાળે ખૂલે તો નવી લેવાલી આવશે. નિફ્ટી 24,500 કૂદાવશે અને તેની ઉપર બંધ આવશે તો નવી તેજીની શરૂઆત થશે. તેવી જ રીતે સેન્સેક્સ 78,500 કૂદાવશે તો 79,200નો રસ્તો ખૂલશે. બેંક નિફ્ટી 58,300 કૂદાવતાં 59,000 સુધી જઈ શકે છે. નીચામાં નિફ્ટીમાં 24,100, સેન્સેક્સમાં 77,500 અને બેંક નિફ્ટીમાં 57,800ના સપોર્ટ લેવલ રહેશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

