
Generated by AI
અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે બુધવારે કડાકો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1677 પોઈન્ટ તૂટી 76,503 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 516 પોઈન્ટ તૂટી 23,882 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1458 પોઈન્ટ ગગડી 56,742 બંધ રહ્યો હતો. ટ્રમ્પના એક નિવેદનથી વિશ્વના સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર સમાપ્ત કરતાં વિશ્વના બજારોમાં ગભરાટ ફેલાયો હતો. ભારતીય શેરોમાં ઑલરાઉન્ડ સેલીંગ આવ્યું હતું. શેરબજાર તૂટવા પાછળ કયા કારણો? આજના કડાકા પછી કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી સપોર્ટ લેવલ તૂટ્યા છે, તો હવે શું? શેરબજાર(Share Market India) કેટલું તૂટશે? રોકાણકારોએ શું સાવધાની રાખવી?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 77,816ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય વધી 77,851 થઈ અને ત્યાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 76,259 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,503.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 1677.12નો કડાકો દર્શાવે છે.
નિફ્ટી 516 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 24,259ના નીચા લેવલે ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 24,300 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી આવતાં તૂટી 23,805.20 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,882.05 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સામે 516.65 તૂટ્યો હતો.
તમામ સેકટરના શેરોમાં ઑલરાઉન્ડ સેલીંગ
આજે બુધવારે સવારે શેરબજાર નીચા મથાળે ખૂલ્યું હતું. જો કે ખૂલ્યા પછી સામાન્ય સુધારા પછી જોરદાર વેચવાલી આવી હતી. આજે સૌથી વધુ બેંક સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા. તેની સાથે ઓઈલ એન્ડ ગેસ, ઓટો, ઈન્ફ્રા, ફાર્મા અને મેટલ સહિત તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી આવી હતી. અને તમામ સેકટોરલ ઈન્ડેક્સ તૂટ્યા હતા.
કડાકો બોલી જવા પાછળના કારણો
(1) ઈરાને હોર્મુઝ ખાડી પરથી પસાર થતાં બે જહાજો પર હૂમલો કર્યો હતો. તેના જવાબમાં અમેરિકાએ ઈરાન પર હૂમલા કર્યા હતા. જેમાં બંદર અબ્બાસ, સિરીક પોર્ટ, કેરમ દ્વીપ અને ખર્ગ દ્વીપ પર કેટલાય ભીષણ વિસ્ફોટ થયા હતા. તેના જવાબમાં ઈરાને બહેરીન અને કુવૈત સ્થિત અમેરિકાના એરબેઝના 85 સ્થળોએ મિસાઈલ અને ડ્રોનથી હૂમલો કર્યો હતો. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયર સમાપ્ત થયું હોવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હવે ઈરાન સાથે કોઈ ડીલ કરવી નથી. આ સમાચારથી વિશ્વના બજારોમાં ભારે હલચલ સાથે ભારે ગભરાટ ફેલાયો હતો.
(2) ઈરાન સાથે યુદ્ધના સમાચાર આવતાં આજે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ ગબડીને આવ્યા હતા. જેથી ભારતીય શેરબજારમાં પણ પેનિક સેલીંગ આવ્યું હતું.
(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 6 ટકાથી વધુનો નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વધીને 78.89 ડૉલર અને ક્રૂડ ઓઈલ વધીને 75.10 ડૉલર પર ટ્રેડ કરતા હતા.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 61 તૂટીને 95.58 પર ટ્રેડ કરતો હતો. તેમજ ડૉલર ઈન્ડેક્સ વધીને 101.19 પર ટ્રેડ કરતો હતો. ડૉલર 2 જુલાઈ પછી સૌથી ઊંચા સ્તરે હતો.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
મીડકેપ ઈન્ડેક્સ 962 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 430 પોઈન્ટ તૂટ્યા હતા. જેથી આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 699 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 2,633 શેરના ભાવ ઘટ્યા હતા.
ટોપ લુઝર્સ
ઈન્ડિગો(5.10 ટકા), જિઓ ફાયનાન્સ(5.02 ટકા), શ્રી રામ ફાયનાન્સ(4.86 ટકા), મારૂતિ(3.88 ટકા) અને હિન્દુસ્તાન યુનીલીવર(3.36 ટકા)
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

