Stock Market India: ટ્રમ્પનો ફાર્મા પર ટેરિફ અને ક્રૂડના ભાવમાં ઉછાળાથી સેન્સેક્સ 715 પોઈન્ટ તૂટ્યો

by Gujarati biz news
Stock Market India
Stock Market India

Generated by AI

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. આજે બુધવારે શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ (BSE Semsex)715.06 પોઈન્ટ તૂટીને 76,755.05 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty) 191.45 ગબડીને 23,996.25 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 708 પોઈન્ટ તૂટીને 57,126 બંધ થયો હતો.

સેન્સેક્સ 715 પોઈન્ટ ગબડ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,384ના નીચા મથાળે ગેપમાં ખૂલીને તે જ દિવસનો હાઈ બન્યો હતો. બજાર ખૂલતાની સાથે જ ભારે વેચવાલી ફરી વળી હતી, અને સેન્સેક્સ તૂટીને 76,641.19 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,755.05 બંધ થયો હતો, જે 715.06નું ગાબડુ દર્શાવે છે.

નિફ્ટી 191 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,150ના નીચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 24,166 થઈ અને ત્યાં વેચવાલી ચાલુ થતાં તૂટીને 23,961 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,996.25 બંધ રહ્યો હતો. જે 191.45નો કડાકો દર્શાવે છે.

મીડકેપ અને સ્મોલકેપ પણ તૂટ્યા 

મીડકેપ ઈન્ડેક્સ 687 પોઈન્ટ તૂટીને 62,300 બંધ થયો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 298 પોઈન્ટ ગબડીને 19,129 બંધ રહ્યો હતો.

Stock Market India ઘટવાના કારણો

(1) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પૉલીસીમાં જેનેરીક દવાઓ પર ટેરિફ લાદવાની જાહેરાત છે. ટ્રમ્પે કેનેડા પર 50 ટકા ટેરિફની જાહેરાત પછી હવે ટ્રમ્પે તમામ જેનેરીક દવાઓ પર 200 ટકા સુધીની ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર મુકેલી પોસ્ટમાં કહ્યું છે કે અમેરિકામાં લવાઈ રહેલી જેનેરિક દવાઓ પર 1 ઓગસ્ટથી શરૂ થનાર બે વર્ષ સુધી 0 ટકા ટેરિફ લાગુ રહેશે. ત્યાર બાદ બે વર્ષ પછી આગામી એક વર્ષ માટે 100 ટકા ટેરિફ લાગશે અને તે પછીના વર્ષે 200 ટકા ટેરિફ લાગશે. જેને પગલે આજે ફાર્મા સેકટરના શેરોમાં ધૂમ વેચવાલી ફરી વળી હતી.

(2) એઆઈ સાથે સંકળાયેલી કંપનીઓ અને ટેકનોલોજી સ્ટોકમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી આઈટી ઈન્ડેક્સ 435 પોઈન્ટ તૂટ્યો હતો.

(3) અમેરિકાએ ઈરાન પર સતત 11મી લાતે હવાઈ હૂમલા ચાલુ રાખ્યા છે. આ હૂમલામાં મિલીટ્રી ઓપરેશન સેન્ટર, એરક્રાફ્ટ હેંગર અને ડ્રોન સ્ટોરેજ સાઈટ્સને નિશાન બનાવ્યું હતું. આ હૂમલા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી હળવી થવાની કે યુદ્ધ અટકી જવાના કોઈ ચિહ્ન દેખાતા નથી. પરિણામે આજે સવારથી જ એશિયન સ્ટોક માર્કેટમાં નરામઈનું વલણ રહ્યું હતું. અને ભારતીય શેરબજારનું(Stock Market India)  સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું. જોકે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા.

(4) અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 3.73 ડૉલર(4.10 ટકા) ઉછળીને 94.74 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમડ ક્રૂડ ઓઈલ 3.64 ડૉલર(4.35 ટકા) ઉછળી 88 ડૉલર પર ટ્રેડ કરતો હતો.  જેને પગલે શેરબજારમાં(Stock Market India) વેચવાલી ચાલુ જ રહી હતી.

(5) યુએસ ડૉલર ઈન્ડેક્સ વધુ ઊંચકાઈને 101.11 થયો હતો. તેમજ ડૉલર સામે રૂપિયો 29 પૈસા તૂટી 96.54 રહ્યો હતો. આમ તમામ નેગેટિવ ફેક્ટર વચ્ચે શેરોના ભાવ ઝડપી તૂટ્યા હતા.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment