અમદાવાદ- Stock Market India શેરબજારમાં ચોથા દિવસે ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 363 પોઈન્ટ ઘટી 76,391 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 126 પોઈન્ટ ઘટી 23,869 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 534 પોઈન્ટ ઘટી 56,592 બંધ થયો હતો. દરેક સેકટરના શેરોમાં ભારે વેચવાલી આવી હતી. ચોથા દિવસે બજાર ઘટવાનાના ચાર સોલીડ કારણ? ટેકનિકલી સપોર્ટ લેવલ તૂટ્યા છે? હજી વધુ કેટલું ઘટશે? ચાર દિવસના ઘટાડા પછી માર્કેટ રીબાઉન્ડ થશે? કાલે સપ્તાહના અંતિમ દિવસે Share Market India બજારનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 363 પોઈન્ટ તૂટ્યા
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 76,515ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધી 76,726 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં તૂટી 76,151 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,391.39 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 363.66નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી વધુ 126 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 23,904ના લો લેવલે ખૂલીને શરૂમાં વધી 23,990 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી નીકળતાં ઘટી 23,807 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,869.60 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 126.65નો ઘટાડો દર્શાવે છે.
તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી
આજે ગુરુવારે સેન્સેક્સની વીકલી એક્સપાયરીનો દિવસ હતો. સવારે શેરોના ભાવ નીચા ખુલ્યા પછી થોડુ વેલ્યૂ બાઈંગ આવ્યું હતું અને સવારે સુધારો આવ્યો હતો. જો કે ઊંચા મથાળે જોરદાર વેચવાલી ફરી વળતાં ઘટાડો આવ્યો હતો. આજે રીયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફ્રા, બેંક, એનર્જિ, મેટલ, ફાર્મા, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી. જો કે ઓટો અને મીડિયા સ્ટોકમાં સામાન્ય સુધારો જોવાયો હતો.
શેરબજાર ઘટવાના ચાર કારણો
(1) યુએસના ઈરાન પર તો હૂમલા ચાલુ છે, પણ અમેરિકાએ યમનના હૂતિયો પર હૂમલો કર્યો છે. અને રેડ સી પર આવેલા ઓઈલ ટેન્કરો પર હૂમલા કર્યા છે. આમ યુએસ અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં નવો ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 4.16 ડૉલર ઉછળીને 98.23 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલનો ભાવ 3.27 ડૉલર ઉછળી 90.10 ડૉલર પર ટ્રેડ કરતો હતો.
(3) વૈશ્વિક સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ નરમાઈ તરફી રહ્યું હતું. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ ઘટ્યા હતા અને યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 218 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો.
(4) ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ નેટ સેલર રહી છે. 22 જુલાઈએ એફઆઈઆઈએ કુલ રૂપિયા 819 કરોડનું નેટ સેલ કર્યું હતું અને ડીઆઈઆઈ- સ્થાનિક નાણા સંસ્થાઓએ પણ રૂપિયા 418 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ વેચવાલીનું પ્રેશર રહેતાં શેરબજાર ઝડપથી ઘટ્યું હતુ.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 615 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 192 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1155 શેરના ભાવ વધ્યા હતા અને 2101 શેરના ભાવ ઘટ્યા હતા.
86 સ્ટોકમાં લોઅર સર્કિટ
63 શેર બાવન વીક હાઈ પર બંધ હતા તો 65 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 78 સ્ટોકમાં અપર સર્કિટ અને 86 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એસબીઆઈ લાઈફ(2.89 ટકા), બજાજ ઓટો(2.55 ટકા), એમ એન્ડ એમ(1.72 ટકા), ટીસીએસ(1.66 ટકા) અને તાતા કન્ઝ્યુમર(1.39 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
અદાણી એન્ટરપ્રાઈઝ(4.25 ટકા), નેસ્લે(3.44 ટકા), શ્રી રામ ફાયનાન્સ(3.06 ટકા), અદાણી પોર્ટ્સ(2.11 ટકા) અને ગ્રાસિમ(2.06 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
કાલે શુક્રવાર સપ્તાહનો છેલ્લો દિવસ છે. ચાર દિવસના ઘટાડા પછી માર્કેટ રીબાઉન્ડ થાય તેવી શકયતા છે. જો કે ટેકનિકલી માર્કેટ વીક થયું છે. સેન્સેક્સમાં 77,000, નિફ્ટીમાં 24,000 અને બેંક નિફ્ટીમાં 57,200ના ખૂબ જ અગત્યના સપોર્ટ લેવલ હતા, જે અતિમહત્ત્વના લેવલ આજે તૂટી ગયા છે. હવે એક છેલ્લો ચાન્સ છે. હવે સેન્સેક્સમાં 76,100, નિફ્ટી 23,800 અને બેંક નિફ્ટી 56,100ના સપોર્ટ લેવલ રહે છે. જો આ સપોર્ટ લેવલ તૂટશે તો માર્કેટમાં ફ્રી ફૉલ આવશે. મોટાભાગે માર્કેટ રીબાઉન્ડ થવું જોઈએ.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

