Stock Market India: બે તરફી વધઘટે સેન્સેક્સ નિફ્ટીમાં નરમાઈ, ચાર અગ્રણી કંપનીઓના પરિણામ ટ્રેન્ડ બદલશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટ ઘટાડો આવ્યો હતો. ટ્રેડિંગ રેન્જમાં નિફ્ટી વીકલી એક્સપાયરી રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 69 પોઈન્ટ ઘટી 76,765 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 10 પોઈન્ટ ઘટી 23,985 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 331 પોઈન્ટ ઘટી 56,755 બંધ થયો હતો. શેરબજારમાં બે તરફી વધઘટ કેમ રહી? શું હતા પોઝિટિવ અને નેગેટિવ કારણો? કાલે માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી માર્કેટ ટ્રેડિંગ રેન્જમાં ફસાયું છે? Share Market India કાલે કેમ મોટો દિવસ છે? કઈ ચાર કંપનીના પરિણામ આવશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 69 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 76,831ના સામાન્ય નીચા મથાળે ખૂલીને શરૂમાં વધી 76,988 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલીથી ઘટી 76,672 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,765.92 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 69.86ની નરમાઈ દર્શાવે છે.

નિફટી ઈન્ડેક્સ 10 પોઈન્ટ નરમ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,971 ના નીચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય વધી 24,041 થઈ અને ત્યાં વેચવાલી નીકળતાં ઘટી 23,954 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,985.35 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 10.60નો ઘટાડો દર્શાવે છે.

આઈટી સેકટરમાં જોરદાર તેજી

આજે મંગળવારે નિફ્ટીની વીક્લી એક્સપાયરી હતી. પરિણામે ઉભી પોઝિશન સ્કેવરઓફ કરવારૂપી અને રોલઓવર કરવારૂપી કામકાજ વિશેષ હતા. પરિણામે આજે લેવાલી-વેચવાલીના બેઉ તરફી કામકાજ હતા. અને માર્કેટ ટ્રેડિંગ રેન્જમાં અથડાયું હતું. સેન્સેક્સ 316 પોઈન્ટ અને નિફ્ટી 84 પોઈન્ટની રેન્જમાં અથડાયું હતું. જો કે આઈટી ઈન્ડેક્સમાં 976 પોઈન્ટ(3.32 ટકા)નો ઉછાળો આવ્યો હતો. આજે આઈટી સેકટરની તેજીની આગેવાની હેઠળ રીયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓટોમોબાઈલ અને ફાર્મા સેકટરમાં નવી લેવાલીથી મજબૂતી હતી, જ્યારે એનર્જિ, એફએમસીજી, બેંક, મેટલ અને મીડિયા સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ હતી.

પોઝિટિવ કારણો

(1) અમેરિકાએ ઈરાન પર હવાઈ હૂમલા બંધ કર્યા છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 2.38 ડૉલર ઘટી 85.98 ડૉલર રહ્યો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 2 ડૉલર ઘટી 80.77 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. જેની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 8 પૈસા વધી 95.80 રહ્યો હતો.

નેગેટિવ કારણો

(1) એશિયાઈ સ્ટોક માર્કેટમાં નવા ગાબડા પડ્યા હતા. એઆઈના વધુ ખર્ચની ચિંતાને કારણે ચિપ બનાવતી કંપનીઓના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. પરિણામે કોરિયાનો કોસ્પી 732 પોઈન્ટ(12.15 ટકા)નું મોટુ ગાબડુ પડ્યું હતું. તાઈવાનનો તેઈપેઈ 2,030 પોઈન્ટ, જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 2,725 પોઈન્ટ, જાકાર્તાનો ઈન્ડેક્સ 55 પોઈન્ટ અને ચીનનો શાંઘાઈ 44 પોઈન્ટ તૂટ્યા હતા. જેને પગલે ભારતીય શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ જોવાયું હતું, જેથી નવી લેવાલી અટકી ગઈ હતી.

(2) ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ સતત નેટ સેલર રહી છે. 27 જુલાઈએ એફઆઈઆઈએ રૂપિયા 1,688 કરોડની નેટ વેચવાલી રહી હતી. આમ જુલાઈ મહિનામાં કુલ રૂપિયા 13,417 કરોડની ચોખ્ખી વેચવાલી આવી હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

મીડકેપ ઈન્ડેક્સ 47 પોઈન્ટ પ્લસ હતો જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 41 પોઈન્ટ ઘટ્યો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1160 શેરના ભાવ વધ્યા હતા, અને 2133 શેરના ભાવ ઘટ્યા હતા.

102 શેરમાં લોઅર સર્કિટ 

75 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ થયા હતા અને 45 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 89 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 102 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ટીસીએસ(4.46 ટકા), ઈટરનલ(3.94 ટકા), ટેક મહિન્દ્રા(3.49 ટકા), નેસ્લે(3.19 ટકા) અને સિપ્લા(2.67 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

હિન્દુસ્તાન યુનીલીવર(7.11 ટકા), બીઈએલ(4.46 ટકા), કૉલ ઈન્ડિયા(3.98 ટકા), એનટીપીસી(2.19 ટકા) અને આઈસીઆઈસીઆઈ બેંક(1.94 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં કાલે મોટી વધઘટ જોવા મળી શકે છે. કાલનો દિવસ શેરબજારમાં ખૂબ મોટો છે. બુધવારે નિફ્ટી ઈન્ડેક્સ બેઈ્ઝ્ડ હેવી સ્ટોક અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, એશિયન પેઈન્ટ અને આઈસર મોટરના કવાર્ટર વનના પરિણામ જાહેર થનાર છે. આ પરિણામ કેવા આવે છે, તેના પર વધઘટનો આધાર રહેશે. ટેકનિકલી માર્કેટ હજી વીક છે. નિફ્ટી 23,800 અને 24,100ની રેન્જમાં અથડાઈ ગયું છે. બેંક નિફ્ટી 56,600 અને 57,400ની રેન્જમાં અથડાઈ છે. જો કાલે નિફ્ટીમાં 23,800 અને બેંક નિફ્ટી 56,600 તૂટશે તો બજાર ઝડપથી ઘટશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment