Zero Tax in the State: ભારતનું એક એવું રાજ્ય કે જ્યાં ઝીરો ઈન્કમ ટેક્સ

by Gujarati biz news
Zero Tax in the State
Zero Tax in the State

Generated by AI

નવી દિલ્હી- Zero Tax in the State ભારતમાં એપ્રિલથી જુલાઈ સુધીનો સમય વીતેલા નાણાકીય વર્ષ માટેનું આવકવેરાનું રીટર્ન ફાઈલ કરવાનો સમય હોય છે. તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસના ચક્કર શરૂ થાય છે. બચત કરવાના રસ્તાઓ શોધવાનું શરૂ થઈ જાય છે કે કેમે ય કરીને આવકવેરો ઓછો ભરવાનો આવે. પરંતુ તમે જાણો છો કે આપણા દેશમાં એક એવું રાજ્ય છે કે ત્યાંના મૂળ નિવાસીઓને એકપણ રૂપિયાનો આવકવેરો ભરવાનો આવતો નથી.(One such state in India where there is zero income tax is Sikkim)

ખૂબ સુંદર રાજ્ય સિક્કિમ

જી હા… આપણે વાત કરીએ છીએ ખૂબ સુંદર રાજ્ય સિક્કિમની. આવો જાણીએ કે સિક્કિમના લોકોને(Zero Tax in the State) આ વિશેષ છૂટ કેમ મળી છે અને તેની પાછળ કાયદાકીય કઈ બાબત છે?

1975માં સિક્કિમ 22મું રાજ્ય બન્યું

આની પાછળ કોઈ નવી સરકારી યોજના નથી, પણ આપણા ભારત દેશના ઈતિહાસ અને બંધારણ છે. સિક્કિમ પહેલા એક સ્વતંત્ર રાજ્ય એટલે કે ચોગ્યાલ રાજવંશને આધીન હતું. વર્ષ 1975માં એક જનમત સંગ્રહ પછી સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું હતું.

બંધારણમાં વિશેષ અધિકાર

જ્યારે સિક્કિમનું ભારતમાં વિલય થયું ત્યારે ત્યાંના જૂના કાયદાઓ, પરંપરાઓ અને સ્થાનિક લોકોના અધિકારોની રક્ષા માટે બંધારણમાં આર્ટિકલ 371એફ જોડવામાં આવ્યું. તે અનુસાર સિક્કિમને કેટલાક વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે, જેમાં ટેક્સ સાથે જોડાયેલ જૂની વ્યવસ્થા પણ સામેલ છે. ત્યાર પછી ભારતીય આવકવેરા અધિનિયમમાં(Income Tax ACT, 1961)માં સેક્શન 10(26AAA) જોડવામાં આવ્યું હતું.(Zero Tax in the State) તે અનુસાર કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત સિક્કિમી નિવાસીઓને પોતાની આવકને ઈન્કમટેક્સમાંથી સંપૂર્ણ રીતે બહાર રાખવામાં આવ્યા છે.

ટેક્સમાં મુક્તિ કોને મળે છે?

આ ટેક્સ મુક્તિ ફક્ત ને ફક્ત એવા જ લોકોને મળે છે કે જે કાયદાકીય રીતે સિક્કિમી પરિભાષામાં આવે છે. એવો લોકો કે જે તેમના વંશજનું નામ સિક્કિમનું ભારતમાં વિલય થયું તે પહેલા ઐતિહાસિક રજિસ્ટરમાં નોંધાયેલ છે. જો કોઈપણ વ્યક્તિ બીજા રાજ્ય(જેમ કે ગુજરાત, યુપી, બિહાર, રાજસ્થાન વિગેરે)માંથી જઈને સિક્કિમમાં બિઝનેસ કરે કે પછી નોકરી કરે તો તેમને સામાન્ય ભારતવાસીની જેમ જ ટેક્સનો નિયમ લાગુ પડે છે અને તેણે આવકવેરો ભરવો પડે છે અને આઈટી રીટર્ન ભરવું પડે છે.

વિલય સમયે કરેલ વાયદો

સરળ શબ્દો કહીએ તો(Zero Tax in the State) આ છૂટ સિક્કિમની જમીન પર રહેનાર વ્યક્તિઓ  માટે નથી, પરંતુ ત્યાંના મૂળ નિવાસીઓની સાથે વિલયના સમયે કરાયેલ વાયદા અને જોગવાઈને કારણે છે. હાલમાં પણ મૂળ સિક્કિમ વાસીઓને આવકવેરો ભરવામાંથી મુક્તિ છે.

You will also like

Leave a Comment