Stock Market India: નફારૂપી વેચવાલીથી સેન્સેક્સ 388 પોઈન્ટ ઘટ્યો, હવે કાલે નવી લેવાલી આવશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં નફારૂપી વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 388 પોઈન્ટ ઘટી 78,154 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 112 પોઈન્ટ ઘટી 24,474 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 240 પોઈન્ટ ઘટી 57,446 બંધ રહ્યો હતો. નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે બજાર ઘટવાના કયા કારણ? શેરબજારની તેજીને બ્રેક કેમ વાગી? નવું બાઈંગ કેમ અટકી ગયું છે? ટેકનિકલી માર્કેટના સપોર્ટ લેવલ તૂટ્યા છે? શું હવે તેજી આગળ વધશે ખરી? કાલે બજાર(Share Market India) કેવું રહેશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 388 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,509ના નીચા મથાળે ખૂલીને તે જ દિવસનો હાઈ બન્યો હતો. ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 78,048 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,154.25 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 388.19 ઘટ્યો હતો.

નિફ્ટી 112 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,575ના નીચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 24,576 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 24,429 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,471.70 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સામે 112.10નો ઘટાડો દર્શાવે છે.

આઈટી અને ફાર્મા શેરોમાં નવી લેવાલી

આજે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી. બજાર નીચા મથાળે ખૂલ્યા પછી વેચવાલી શરૂ થઈ હતી, અને બજાર સંળગ ઘટ્યું હતું. તેજીવાળા ખેલાડીઓએ નફો બુક કર્યો હતો. બેંક, ફાઈનાન્સ, સીમેન્ટ, એફએમસીજી, મેટલ, ઈન્ફ્રા અને ઓટો સેકટરના શેરોમાં વેચવાલીથી ભાવ ઘટ્યા હતા. જ્યારે આઈટી અને ફાર્મા સેકટરના શેરોમાં લેવાલીથી સેક્ટોરલ ઈન્ડેક્સ પ્લસમા બંધ થયા હતા.

વેચવાલી આવવાના કારણો

(1) હવે હોર્મુઝ ખુલવાની આશા પર પાણી ફરી વળ્યું છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધમાં થયેલ નુકસાનનું વળતર ઈરાન પાસે માંગ્યું છે. જેથી હવે હોર્મુઝ ખુલવાની ધારણા ઘટી ગઈ છે. જીઓ પોલિટિકલ ટેન્શન વધ્યું છે. જેથી વૉલ સ્ટ્રીટ ઘટીને આવ્યું હતું.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ વધીને એક સપ્તાહની ઊંચાઈ પર પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ 2.16 ડૉલર વધી 89.88 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 2.24 ડૉલર વધી 84.42 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ વધીને આવતાં ભારત માટે ખતરા સમાન છે. મોંઘવારી વધશે અને કંપનીના નફા પર પ્રેશર આવશે, તેવી ધારણા પાછળ ભારતીય શેરબજારમાં ઊંચા મથાળે વેચવાલી આવી હતી.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 12 પૈસા ઘટી 95.43 રહ્યો હતો. જેને કારણે સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

(4) જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે આજે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા અને યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 58 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 11 પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 43 પોઈન્ટ વધ્યો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1487 શેરના ભાવ વધ્યા હતા અને 1867 શેરના ભાવ ઘટ્યા હતા.

110 શેરમાં અપર સર્કિટ

137 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 57 શેર બાવન વીક લો પર બંધ થયા હતા. 110 શેરમાં અપર સર્કિટ અને 97 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

ડૉ. રેડ્ડી લેબ(3.99 ટકા), ઈટરનલ(2.50 ટકા), ટીસીએસ(0.82 ટકા), ટાઈટન (0.75 ટકા) અને ઈન્ફોસીસ(0.75 ટકા).

ટોપ લુઝર્સ

તાતા કન્ઝ્યુમર્સ(2.77 ટકા), મેક્સ હેલ્થ(2.71 ટકા), નેસ્લે(2.32 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(2.14 ટકા) અને એપોલો હોસ્પિટલ(1.81 ટકા).

કાલે શેરબજાર કેવું રહેશે?

મંગળવારે નફારૂપી વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. પણ કાલે બુધવારે શેરબજારમાં જો કોઈ નેગેટિવ ફેક્ટર ન આવે તો નીચા મથાળે બ્લૂચિપ શેરોમાં નવી લેવાલીનો ટેકો આવશે. અથવા ઘટાડે નવી લેવાલી પણ નીકળી શકે છે. એફઆઈઆઈએ સતત બીજી ટ્રેડિંગ સેશન 10 ઓગસ્ટે 1,974 કરોડની ખરીદી કરી છે. ટેકનિકલી જોઈએ તો માર્કેટના સપોર્ટ લેવલ તૂટ્યા નથી. આગામી દિવસોમાં નિફ્ટીમાં 24,350 સપોર્ટ લેવલ રહેશે. અને ઉપરમાં 24,600 રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો તેજીની આગેકૂચ રહેશે. બેંક નિફ્ટીમાં 57,000 સપોર્ટ લેવલ રહેશે, અને ઉપરમાં 57,600 રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો તેજીની આગેકૂચ જળવાશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

આ પણ વાંચો….

Gujarat Monsoon Sowing 2026: ગુજરાતમાં 85 ટકા વાવેતર પૂર્ણ, કયા પાકનું સૌથી વધુ વાવેતર?

You will also like

Leave a Comment