
Image Generated by AI
નવી દિલ્હી- WPI Inflation August 2026 દેશમાં જથ્થાબંધ મોંઘવારી ઓગસ્ટમાં સતત વધીને 9.92 ટકા પહોંચી ગઈ છે. ખાવાપીવાની ચીજો, મેન્યુફેકચરિંગ ઉત્પાદકો અને ઈંધણ વીજળીની કીમતોમાં વૃદ્ધિને કારણે મોંઘવારી દર વધીને આવ્યો છે. સોમવારે જાહેર કરાયેલ સરકારી આંકડા અનુસાર જથ્થાબંધ મોંઘવારી દર જુલાઈના 9.78 ટકાથી વધીને ઓગસ્ટમાં 9.92 ટકા થયો છે.
રીટેઈલ મોંઘવારી દર વધ્યો
Retail Inflation August 2026 ઓગસ્ટ 2026માં રીટેઈલ મોંઘવારી દર વધીને 4.82 ટકા પહોંચી ગયો છે. જે જુલાઈમાં 4.45 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓની કીમતો વધીને આવતાં રીટેઈલ મોંઘવારી દર વધ્યો છે.
શેના ભાવ વધુ વધ્યા?
ઓગસ્ટમાં સૌથી વધુ દબાણ ખાદ્ય ચીજવસ્તુઓ, મેન્યુફેકચરિંગ ઉત્પાદકો અને ઈંધણ-વીજળીની કીમતોથી જોવા મળી છે. ખાદ્ય વસ્તુઓનો ઈન્ડેક્સમાં મોંઘવારી દર જુલાઈના 6.65 ટકાથી વધીને ઓગસ્ટમાં 7.05 ટકા થયો છે. જેનાથી દરરોજની જરૂરી ચીજો વધુ મોંઘી થઈ છે એટલે કે ખાદ્ય ચીજોના ભાવ વધ્યા છે.
મેન્યુ. સેકટરનો દર રેકોર્ડ હાઈ સ્તર પર
WPI Inflation August 2026 તેમજ મેન્યુફેક્ચરિંગ સેકટરનો મોંઘવારી દર વધીને 8.37 ટકાના રેકોર્ડ હાઈ સ્તર પર પહોંચી ગયો છે. જે જુલાઈમાં 8.29 ટકા હતો. તે ઉપરાંત ઈંધણ અને વીજળી બાસ્કેટમાં જથ્થાબંધ મોંઘવારી 22.93 ટકા નોંધાઈ છે. જે ઉર્જાની પડતરમાં સતત વધારો દર્શાવે છે.
સરકારનું શું કહેવું છે?
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જથ્થાબંધ મોંઘવારી દર જાહેર કરતાં કહ્યું છે કે અલગઅલગ ગ્રૂપમાં મિનરલ ઓઈલ (જેમાં પેટ્રોલિયમ ઉત્પાદનો સામેલ છે). ખાદ્ય ચીજવસ્તુઓ, ખાદ્ય ઉત્પાદનોનું નિર્માણ, બેસિક મેટલ્સનું નિર્માણ, ગૈર ખાદ્ય વસ્તુઓ અને કેમિકલ્સ ઉત્પાદકોનું નિર્માણ ઓગસ્ટ 2026માં જથ્થાબંધ મોંઘવારી દર વધવાનું મુખ્ય કારણ રહ્યું છે.
મોંઘવારી દર સતત વધવાનો ટ્રેન્ડ
WPI Inflation August 2026 ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી જ જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. તેનું કારણ વેસ્ટ એશિયામાં યુદ્ધ અને તેને કારણે સર્જાયેલ સ્થિતિ તેમજ હોર્મુઝની નાકાબંધી છે. જ્યાંથી ભારતમાં સૌથી વધુ કાચુ તેલ આયાત થાય છે. જેને કારણે ગ્લોબલ સ્તર પર કાચા તેલ અને ફર્ટિલાઈઝરની કીમતો વધી ગઈ છે. જેની સીધી અસર ખાદ્ય ચીજવસ્તુઓની કીમતો પર પડી છે.
આરબીઆઈનું અનુમાન
રીઝર્વ બેંકની મોનેટરી પૉલિસી કમિટીએ વીતેલા મહિને વ્યાજ દર(રેપો રેટ) 5.25 ટકા યથાવત રાખ્યો હતો. અને નાણાકીય વર્ષ 2027 માટે રિટેઈલ મોંઘવારી દરનું અનુમાન 5 ટકા રાખ્યું હતું. કમિટીએ અલ નીનોની સ્થિતિઓની વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અછત અને અસમાન વરસાદની વાત રજૂ કરી હતી.
હવે પછી 7 ઓકટોબરે મોનેટરી પૉલિસીની બેઠક
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની હવે પછીની મોનેટરી પૉલિસી અંગે બેઠક 5 ઓકટોબરથી 7 ઓકટોબર, 2026 દરમિયાન મળશે. 7 ઓકટોબર ધીરાણ નીતિની સમીક્ષા જાહેર થશે. જો મોંઘવારી દર સતત વધીને આવશે તો આરબીઆઈને વ્યાજ દરમાં વધારો કરવાની ફરજ પડશે.

