Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી પર 200 વર્ષ પછી ભદ્ર-માલવ્ય યોગ, 5 રાશિઓને ધન-કરિયરમાં લાભ આપશે!

by Gujarati biz news
Ganesh Chaturthi 2026
Ganesh Chaturthi 2026

Image Generated by AI

અમદાવાદ- Ganesh Chaturthi 2026 ગણેશ ચતુર્થી ફકત ગણપતિ બાપાની પૂજા માટે તો ખાસ છે જ. પણ સાથે સાથે જ્યોતિષીની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ મનાઈ રહ્યો છે. 14 સપ્ટેમ્બર, 2026ને ગણેશ ચતુર્થીના શુભ દિવસે ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો ભદ્ર પંચમહાપુરષ રાજયોગ અને માલવ્ય પંચમહાપુરુષ રાજયોગ બનવાની વાત કહેવાઈ રહી છે. જ્યોતિષશાસ્ત્રની માન્યતાને આધારે આ બન્ને યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ બન્ને યોગ એક સાથે બની રહ્યા છે, તેવો સંજોગ 200 વર્ષ બાદ જોવા મળી રહ્યો હોવાનો દાવો છે.

કેવી રીતે બની રહ્યો છે ભદ્ર યોગ?

ભદ્ર યોગ પંચમહાપુરુષ રાજયોગોમાંનો એક છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બુધ પોતાની સ્વરાશિ મિથુન અથવા કન્યા અથવા તેની ઉચ્ચ રાશિ કન્યામાં કેન્દ્રભાવમાં સ્થિત થાય ત્યારે ભદ્ર યોગ બને છે. આ સમયે બુધ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે.(Ganesh Chaturthi 2026) કન્યા રાશિ બુધની પોતાની રાશિમાં હોવાની સાથે સાથે મૂળત્રિકોળ રાશિ પણ મનાઈ રહી છે. એટલા માટે બુધની આ સ્થિતિને મજબૂત મનાય છે. જ્યોતિષમાં બુધને બુદ્ધિ, વાણી, તર્ક, લેખન, ગણતરી, વેપાર, શિક્ષા અને માહિતીનો કારક માનવામાં આવે છે. એવામાં ભદ્ર યોગ બનવાથી આ ક્ષેત્રો સાથે જોડાયેલા કામોમાં શુભ પરિણામ મળે છે.

કેવી રીતે બને છે માલવ્ય યોગ?

બીજી તરફ શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષમાં જ્યારે શુક્ર પોતાના રાશિ અથવા ઉચ્ચ રાશિમાં કેન્દ્રભાવમાં સ્થિત હોય ત્યારે માલવ્ય પંચમહાપુરુષ રાજયોગ બનવાની સ્થિતિ મનાય છે. શુક્રને ધન, વૈભવ, પ્રેમ, સૌંદર્ય, કળા, ભૌતિક સુખ સુવિધા, વાહન અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. એટલા માટે માલવ્ય યોગને આર્થિક અને ભૌતિક સુખો માટે મહત્ત્વપૂર્ણ મનાય છે.

200 વર્ષ પછી આ ખાસ સંયોગ

Ganesh Chaturthi 2026 ગણેશ ચતુર્થીના દિવસે બુધ કન્યા રાશિમાં અને શુક્ર તુલા રાશિમાં હોવાથી તેને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખાસ સંયોગ માનવામાં આવી રહ્યો છે. એટલા માટે આ વખતે ગણપતિ ઉત્સવ દરમિયાન ભદ્ર અને માલવ્ય યોગની ચર્ચા થઈ રહી છે. આ બન્ને યોગોને પંચમહાપુરુષ રાજયોગોમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે કોઈપણ વ્યક્તિની કુંડળીમાં તેનો પ્રભાવ તેની જન્મકુંડળની ગ્રહોની સ્થિતિ, લગ્ન અને દશા પર નિર્ભર કરે છે. નીચે દર્શાવેલ પાંચ રાશિઓને ફાયદો મળી શકે છે.

મિથુન રાશિ(Gemini)

મિથુન રાશિના જાતકો માટે આ સમય કરિયર અને આર્થિક મામલામાં સારો માનવમાં આવે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપાર કરનાર વર્ગને નવી ડીલ અથવા નવા સંપર્કોથી લાભ મળે તેવા યોગ બને છે. રોકાયેલા કામો ધીરે ધીરે આગળ વધશે.

વૃષભ રાશિ(Taurus)

વૃષભ રાશિવાળા માટે આર્થિક બાબતોમાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે. આવક વધવાના નવા રસ્તા ખૂલશે. બિઝનેસમાં પણ લાભ મળવાની સંભાવના વધી જાય છે.

કન્યા રાશિ(Virgo)

કન્યા રાશિના જાતકો માટે ભદ્ર યોગ વિશેષ મહત્ત્વપૂર્ણ મનાય છે. કારણ કે બુધ કન્યા રાશિમાં સ્થિત છે. આ દરમિયાન બુદ્ધિ, નિર્ણય ક્ષમતા અને કોમ્યુનિકેશન સ્કિલ વધુ મજબૂત થશે. નોકરી, બિઝનેસ, શિક્ષણ અને પ્રતિસ્પર્ધી પરિક્ષાઓ સાથે જોડાયેલ લોકોને સારી તક મળશે.

તુલા રાશિ(Libra)

તુલા રાશિના લાકોને માલવ્ય યોગ વિશેષ લાભકારી બની રહેવાનો છે. શુક્ર પોતાની રાશિ તુલામાં હોવાને કારણે ધન, કરિયર અને સુખ સુવિધાઓ સાથે જોડાયેલ મામલામાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.

મકર રાશિ(Capricorn)

મકર રાશિના જાતકો માટે આ સમય કરિયરની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. નવી જવાબદારી અથવા નવુ પદ મળવાની તક મળી શકે છે.

ક્યા સુધી આ યોગનો ફાયદો મળશે?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ 26 સપ્ટેમ્બર, 2026 સુધી કન્યા રાશિમાં રહેશે. તે પછી તુલા રાશિમાં પ્રવેશ કરશે. એના માટે ભદ્ર યોગનું આ તબક્કો સપ્ટેમ્બરના અંત સુધી રહેવાનો છે. જ્યારે શુક્ર તુલા રાશિમાં 6 નવેમ્બર, 2026 સુધી રહેવાનો છે. એટલા માટે આ માલવ્ય યોગનો પ્રભાવ નવેમ્બરની શરૂઆત સુધી રહેશે. એટલે કે 14 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર, 2026 સુધી ભદ્ર અને માલવ્ય યોગનો એક સાથે પ્રભાવ વિશેષરૂપથી ચર્ચામાં રહેશે. તેની પછી માલવ્ય યોગનો પ્રભાવ આગળ પણ ચાલુ રહેશે.

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

You will also like

Leave a Comment