અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 547 પોઈન્ટ ઘટી 71,924 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 157 પોઈન્ટ ઘટી 22,363 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bnak Nifty) 338 પોઈન્ટ ઘટી 54,918 બંધ થયો હતો. ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સમાં 1208 પોઈન્ટનો કડાકો હતો અને નિફ્ટી 347 પોઈન્ટ તૂટ્યો હતો. શેરબજારમાં કડાકો બોલી જવા પાછળ કયા છ કારણો? કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? શું કાલે ઘટાડે નવી ખરીદી નીકળશે? ટેકનિકલી માર્કેટ(Share Market) કેવું છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 547 પોઈન્ટ તૂટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 72,771ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં લેવાલી આવતાં વધી 72,884 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 71,676 થઈ અને ટ્રેડિંગ સેશનના અંતે 71,924.68 બંધ થયો હતો. જે શુક્રવારના બંધની સરખામણીએ 547.65નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 157 પોઈન્ટ ગબડ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 22,593ના ઊંચા લેવલે ખૂલીને શરૂમાં વધી 22,651 થઈ અને ત્યાં વેચવાલી આવતાં ઝડપી ઘટી 22,304 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,363.35 બંધ થયો હતો. જે શુક્રવારના બંધની સામે 157.10નો ઘટાડો દર્શાવે છે.
ગેપ અપ ઓપનિંગ ફેઈલ
શેરબજાર (Stock Market India) સોમવારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. જો કે ગેપ અપ ઓપનિંગ ફેઈલ ગયું હતું. ઊંચા મથાળે ઈન્ડેક્સ હેવીવેઈટ શેરોમાં ભારે વેચવાલી ફરી વળતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ તૂટ્યા હતા. ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સમાં 1208 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. તેમજ ઈન્ટ્રા-ડે હાઈથી નિફ્ટી ઈન્ડેક્સ 347 પોઈન્ટ તૂટ્યો હતો. આઈટી, મેટલ, બેંક અને એફએમસીજી સેકટરના શેરોમાં જોરદાર વેચવાલીથી કડાકો બોલી ગયો હતો. જો કે સામે મીડિયા, ઓટો, ફાર્મા અને રીયલ્ટી સેકટરના શેરોમાં નવી લેવાલીથી સુધારો આવ્યો હતો.
શેરબજાર તૂટવાના કારણો
(1) ગ્લોબલ માર્કેટના સંકેત નેગેટિવ હતા. સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ઘટીને આવ્યા હતા અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય પ્લસ હતા. યુએસ ડાઉ જોન્સ ફ્યુચર માત્ર 8 પોઈન્ટ પ્લસ હતો. જેથી ભારતીય શેરબજારમાં(Stock Market India) નવી લેવાલીનો અભાવ રહ્યો હતો.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 1.44 ડૉલર વધી 106.16 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 1.28 ડૉલર વધી 93.12 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડના ભાવ વધતાં શેરબજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ થયું હતું.
(3) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સીઆરઆરમાં કડક પગલા ભર્યા છે. જેનાથી બેંકોની લીક્વીડીટી પર નેગેટિવ અસર પડશે. પરિણામે બેંક શેરોમાં જંગી વેચવાલી ફરી વળી હતી, અને તેની ઓવરઓલ સેન્ટિમેન્ટ પર નેગેટિવ ઈમ્પેક્ટ જોવાઈ હતી.
(4) એફઆઈઆઈ સતત 11 ટ્રેડિંગ સેશનથી ભારતીય શેરબજારમાં નેટ સેલર રહી છે. એફઆઈઆઈએ ઓકટોબર મહિનામાં જ રૂપિયા 39,778 કરોડનું નેટ સેલ કર્યું છે.
(5) ગત સપ્તાહના શુક્રવારે શેરબજારમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેથી આજે તેજીવાળા ઓપરેટરોએ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ કરવાની તક ઝડપી લીધી હતી. તેમજ તેજીના નવા કારણોનો અભાવ હતો.
(6) ડૉલર ઈન્ડેક્સ વધીને 102.5 રહ્યો હતો, જે 18 મહિનાની ઊંચી સપાટીએ હતો. જેથી Stock Market India માં વેચવાલી આવી હતી.
ડૉલર સામે રૂપિયો મજબૂત
બીજી તરફ ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપયો 101 પૈસા ઉછળીને 95.72 રહ્યો હતો. આરબીઆઈએ રૂપિયાની અસ્થિરતાને રોકવા માટે કેટલાક પગલા ભર્યા છે, જેને પરિણામે આજે રૂપિયો વધુ મજબૂત થયો હતો. જે શેરબજાર માટે પોઝિટિવ કારણ હતું, પણ આજે તે ડિસ્કાઉન્ટ થયું હતું.
મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી
બીજી તરફ મીડકેપ અને સ્મોલકેપ શેરોએ આઉટપર્ફોમ કર્યું હતું. મીડકેપ ઈન્ડેક્સ 47 પોઈન્ટ પ્લસ હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 272 પોઈન્ટ ઊંચકાયો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો મધ્યમ રહ્યો હતો. 1795 શેરના ભાવ વધ્યા હતા, તો 1798 શેરના ભાવ ઘટ્યા હતા.
124 શેરમાં અપર સર્કિટ
76 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 140 શેર બાવન વીક લો બંધ થયા હતા. 124 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 104 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
ડૉ. રેડ્ડી લેબ(2.71 ટકા), બજાજ ઓટો(2.62 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(1.63 ટકા), બીઈએલ(1.56 ટકા) અને બીએસઈ(1.31 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
એપોલો હોસ્પિટલ(3.15 ટકા), આઈટીસી(3.05 ટકા), ટેક મહિન્દ્રા(2.85 ટકા), લાર્સન ટુબ્રો(2.05 ટકા) અને મેક્સ હેલ્થકેર(2.02 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. ટેકનિકલી શેરમાર્કેટ એક ટ્રેડિંગ રેન્જમાં આવ્યું છે. નિફ્ટીમાં 22,200 ખૂબ જ મહત્ત્વનો સપોર્ટ લેવલ આવે છે. આ લેવલ તૂટે તો જ નવું વેચવું, અન્યથા 22,200ના સ્ટોપલોસ રાખીને ખરીદી કરી શકાય. ઉપરમાં નિફ્ટી 22,600 રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જો નિફ્ટી 22,600 કૂદાવશે તો શેરબજારમાં નવી તેજી થશે. બેંક નિફ્ટીમાં 54,600 સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 55,500 રેઝિસ્ટન્સ લેવલ આવે છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

