Jio IPO Listing: જિઓ પ્લેટફોર્મ્સ નવા શેરનું શાનદાર લિસ્ટીંગ, રોકાણકારો ખુશ, મુકેશ અંબાણીને આવ્યા આંસુ

by Gujarati biz news
Jio IPO Listing
Jio IPO Listing

Image Generated by AI

અમદાવાદ- Jio IPO Listing રીલાયન્સ ગ્રુપની જિઓ પ્લેટફોર્મ્સના નવા શેરનું શાનદાર લિસ્ટીંગ થયું છે. જે રોકાણકારોને જીઓના શેરનું એલોટમેન્ટ આવ્યું છે, તેવા તમામ રોકાણકારો રાજીના રેડ થઈ ગયા હતા. બીએસઈ અને એનએસઈના ટ્રેડિંગ ટર્મિનલ પર આજે બુધવારે સવારથી નજર હતી. મોટાભાગના રીટેઈલ રોકાણકારોએ સવારે 9 વાગ્યે 12 શેર એલોટ થયા તે વેચવા માટે ભાવની લીમીટ સાથે ટ્રેડ મુકી દીધો હતો. રીલાયન્સ ગ્રુુપની જિઓના લિસ્ટીંગ પછી ઈતિહાસ બનાવ્યો છે. માર્કેટ કેપ 12.50 લાખ કરોડને પાર થઈ ગઈ છે.

1358 પહેલો ભાવ પડ્યો

જિઓના નવા શેરનું લિસ્ટીંગ રૂપિયા 239ના(21.36 ટકા) પ્રિમિયમ સાથે થયું છે. તે સાથે જિઓ પ્લેટફોર્મના નવા શેરનો પહેલો ભાવ રૂપિયા 1358 પડ્યો હતો. એટલે કે 1358ના ભાવની નીચે જેણે વેચવા માટે લીમીટ ઓર્ડર પ્લેસ કર્યો હતો, તે તમામના 1358ના ભાવે શેર વેચાયા હતા. જિઓએ 1119 રૂપિયાની પ્રાઈઝથી શેર આપ્યા હતા.

જિઓની વધઘટ

સવારે 10.23 વાગ્યે બીએસઈમાં 1356.89ના ભાવે ટ્રેડ થતો હતો. 1358 ખૂલીને વધીને 1375 થઈ અને ત્યાંથી ઘટી 1356.40 થયો હતો. ટ્રેડિંગ સેશનને અંતે જિઓના શેરની વધઘટ પર નજર કરીએ તો ભાવ વઘીને 1423.90 થઈ અને અંતે 1417.50 બંધ થયો હતો. જે 1119ની પ્રાઈઝ બેન્ડથી અંદાજે 26.80 ટકાનો ઉછાળો દર્શાવે છે. તેમજ આજની ઓપન પ્રાઈઝ 1358થી જોઈએ તો ટ્રેડિંગ સેશન દરમિયાન 61 રૂપિયા(4.49 ટકા) વધુ વધ્યો હતો.

બાય રેટિંગ

Jio IPO Listing જિઓ પ્લેટફોર્મ્સના નવા શેરનું લિસ્ટીંગ થાય તે પહેલા જ અગ્રણી બ્રોકિંગ હાઉસોએ જિઓના નવા શેરને બાય રેટિંગ આપી દીધું હતું. જેમાં એલોરા કેપિટલ, મોતીલાલ ઓસવાલ, નોમુરાએ પોઝિટિવ દ્રશ્ય રજૂ કર્યું હતું.

એનએસઈના સીઈઓનું નિવેદન

નેશનલ સ્ટોક એક્સચેન્જના સીઈઓ આશિષ કુમાર ચૌહાણએ જિઓનું સ્વાગત કરતાં કહ્યું હતું કે જિઓ રિલાયન્સ ગ્રુપની એનએસઈ પર લિસ્ટ થવા માટે આવેલી 12મી કંપની બની છે. આજના લિસ્ટીંગ પછી એનએસઈ અને જિઓ પ્લેટફોર્મ્સની વચ્ચે એક મજબૂત અને લોંગ ટર્મ પાર્ટનરશિપના શરૂઆતનું પ્રતિક છે.

લિસ્ટીંગ સેરેમની

નેશનલ સ્ટોક એક્સચેન્જમાં જિઓ પ્લેટફોર્મ્સના આઈપીઓનો લિસ્ટીંગ સેરેમની યોજાયો હતો. જેમાં અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. રિંગિગ બેલ વગાડીને લિસ્ટીંગ કરાયું હતું, ત્યારે એનએસઈનો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. જે લિસ્ટીંગ સેરેમનીમાં અનંત અંબાણીની સ્પીચ વખતે મુકેશ અંબાણી ભાવુક થયા હતા, અને આંખમાંથી હર્ષના અશ્ચુ વહી ગયા હતા. સફળ અને શાનદાર લિસ્ટીંગ પછી અંબાણી પરિવાર સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ દાદાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.

મુકેશ અંબાણીને આવ્યા હર્ષના અશ્ચુ

લિસ્ટીંગ સેરેમનીમાં જ્યારે અનંત અંબાણી અને ઈશા અંબાણીએ રીલાયન્સની વિરાસત યાદ કરી હતી. ધીરુભાઈ અંબાણી દાદાને યાદ કરીને સંબોધન કર્યું હતું. અનંત અંબાણીએ કહ્યું હતું કે જિઓ પ્લેટફોર્મ્સને દેશભરમાં આશીર્વાદ મળ્યો છે. આ સ્વપ્નનું બીજ ઈશા દીદીએ વાવ્યું હતું અને આકાશભાઈએ તે સપનાને હકીકતમાં પલટ્યું છે. મા એ કહ્યું કે “Jio મેરે લાલ”, દાદીએ કહ્યં કે “જુગ જુગ Jio” અને મિત્રોએ કહ્યું કે “Jio યાર.” ખરેખર રીતે જોઈએ તો Jio ને ભારતના લોકોએ બનાવ્યું છે. તે દરમિયાન મુકેશ અંબાણી ભાવુક થયા હતા અને તેમની આંખમાં હર્ષના અશ્ચુ આવ્યા હતા.

જિઓમાં હિસ્સેદારી

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે જિઓ પ્લેટફોર્મ્સમાં 66.43 ટકા હિસ્સેદારી છે. મેટાની પાસે 9.99 ટકા હિસ્સેદારી છે. ગુગલ પાસે 7.73 ચકા, સાઉદી અરેબિયા વેલ્થ ફંડ્સની 2.31 ટકા, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સની 2.31 ટકા, સિલ્વર લેકની 1.88 ટકા, મુબાદલાની 1.85 ટકા, જીએ સિંગાપુરની 1.34 ટકા, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની 1.16 ટકા અને ટીપીજી કેપિટલની 0.93 હિસ્સેદારી છે.

જિઓનો આઈપીઓમાં રોકાણકારોનો ભારે ઉત્સાહ

Jio IPO Listing અત્રે નોંધનીય છે કે જિઓ પ્લેટફોર્મનો જંગી આઈપીઓ રૂપિયા 30,187 કરોડનો હતો. જેમાં કંપનીએ તેના શેરની પ્રાઈઝ બેન્ડ 1065-1119 રૂપિયા રાખી હતી. જેમાં મીનીમમ 12 શેરની લોટ સાઈઝ હતી. આ આઈપીઓ 21 ઓકટોબર, 2026ના રોજ ખૂલીને 23 ઓકટોબર, 2026ના રોજ બંધ થયો હતો. આઈપીઓ જાહેર થયો ત્યારથી રોકાણકારોમાં ભારે ઉત્સાહ હતો. ગ્રે માર્કેટમાં જિઓના નવા શેરનું 20થી 23 ટકા સુધી પ્રિમિયમ બોલાયું હતું.

22.19 ગણો છલકાયો હતો, વિશ્વવિક્રમ બન્યો

જિઓ પ્લેટફોર્મનો આઈપીઓ કુલ 22.19 ગણો છલકાયો હતો. જેમાં રીટેઈલ ઈન્વેસ્ટરોનો પોર્શન 2.72 ગણો ભરાયો હતો. 1 કરોડ 34 લાખ 05 હજાર 794 એપ્લિકેશન આવી હતી, જે વિશ્વવિક્રમ બન્યો હતો.

You will also like

Leave a Comment