અમદાવાદ- Stock Market India શેરબજારમાં ગુરુવારે તેજી થઈ હતી. શેરોની જાતે-જાતમાં ભારે નવી નીકળી હતી, પરિણામે બીએસઈ સેન્સેક્સ 905 પોઈન્ટ ઉછળી 74,151 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 237 પોઈન્ટ ઉછળી 22,936 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 642 પોઈન્ટ ઉછળી 54,909 બંધ થયો હતો. તેજીને કારણે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 4 લાખ કરોડનો વધારો થયો હતો એટલે કે રોકાણકારોની મૂડીમાં 4 લાખ કરોડનો વધારો થયો છે.
સેન્સેક્સમાં 905 પોઈન્ટનો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 73,268 ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઘટી 73,181 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 74,151.04 બંધ થયો હતો, જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 905.01નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 237 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 22,690ના ઊંચા લેવલે ખૂલીને શરૂમાં ઘટી 22,656 થઈ અને ત્યાં જોરદાર લેવાલીથી ઉછળી 22,961 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,936.75 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 237.90નો ઉછાળો દર્શાવે છે.
તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલી
Stock Market India સવારે જ શેરબજાર મજબૂત મથાળે ખૂલ્યું હતું. શરૂમાં સામાન્ય વેચવાલીથી ઘટાડો આવ્યો હતો, પણ ત્યાર બાદ દરેક ઘટાડે નવી લેવાલી નીકળતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઝડપથી ઉછળ્યા હતા. ઓટો સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલીથી તેજી થઈ હતી. મીડેકપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી ચાલુ રહી હતી. જેથી મીડકેપ ઈન્ડેક્સ 566 પોઈન્ટ ઉછળ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 176 પોઈન્ટ ઊંચકાયો હતો. ખાસ કરીને એફએમસીજી અને ફાયાન્સિયલ સેકટરના સ્ટોકમાં તેજીનો ચમકારો આવ્યો હતો.
તેજી થવાના કારણો
(1) યુએસ ફેડરલ રીઝર્વની મોનેટરી પૉલિસીની બેઠકમાં ફેડ રેટ(વ્યાજ દર)માં કોઈ જ ફેરફાર કર્યો ન હતો. જો કે હવે ડીસેમ્બરમાં મળનારી ફેડની બેઠકમાં વ્યાજ દરમાં વધારો થવાની ધારણા રખાતી હતી. ફેડ રેટ યથાવત રહેતાં અમેરિકન સ્ટોક માર્કેટમાં તેજી થઈ હતી. ડાઉ જોન્સ 97 પોઈન્ટ વધ્યો હતો અને નેસ્ડેક 72 પોઈન્ટ વધ્યો હતો. જેની પાછળ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પોઝિટિવ હતા. જેની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર જોવાઈ હતી.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતોમાં ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ 1.05 ડૉલર ઘટી 114.27 ડૉલર બંધ રહ્યો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 1.13 ડૉલર ઘટી 101.65 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો.
(3) એફઆઈઆઈનું ભારતીય શેરબજારમાં બાઈંગ શરૂ થયું છે. બીજી ટ્રેડિંગ સેશનમાં તારીખ 28 ઓકટોબરે 871 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
(4) યુએસમાં 03 નવેમ્બરે પ્રેસિડેન્શિયલ મીડ ટર્મ પોલ છે. જેથી હવે 3 નવેમ્બર સુધી ઈરાન પર હૂમલો નહી થાય તેવી ગણતરીએ શેરબજારનો મૂડ પોઝિટિવ થયો હતો.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
Stock Market India એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2196 શેરના ભાવ વધ્યા હતા અને 1387 શેરના ભાવ ઘટ્યા હતા.
140 શેરમાં તેજીની સર્કિટ
આજે 54 શેર બાવન વીક હાઈ પર બંધ હતા. જ્યારે 140 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 69 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
અદાણી પોર્ટ(6.29 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(5.17 ટકા), કોટક બેંક(4.32 ટકા), ઈટરનલ(3.63 ટકા) અને પાવરગ્રીડ(3.42 ટકા).
સૌથી વધુ ગગડેલા શેર
ટ્રેન્ટ(1.79 ટકા), મારૂતિ(1.32 ટકા), બજાજ ઓટો(0.97 ટકા), એસબીઆઈ લાઈફ(0.88 ટકા) અને આઈસર મોટર(0.85 ટકા).
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારની છ ટ્રેડિંગ સેશન પછી નિફ્ટી 22,800 ઉપર નીકળ્યો છે. જે હાલ પોઝિટિવ નિશાની દર્શાવે છે. નિફ્ટી 22,800 ક્રોસ કરી ગયો છે, જેથી હવે આગામી દિવસોમાં નિફ્ટી 22,600નો સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 23,000 અને તેની ઉપર 23,200 સુધીને લેવલ બતાવી શકે છે.

