અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે મોટો ઉછાળો આવ્યો હતો. સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. બીએસઈ સેન્સેક્સ 1233 પોઈન્ટનો ઉછળી 75,692 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 387 પોઈન્ટ ઉછળી 23,440 બંધ થયો હતો. બેંક નિફ્ટી 315 પોઈન્ટ વધી 55,002 બંધ રહ્યો હતો. મીડકેપ અને સ્મોલકેપ સ્ટોકમાં ઉછાળો આવ્યો હતો. શેરબજારમાં મોટો ઉછાળો આવવા પાછળ કયા છ કારણો? મંગળવારે નિફ્ટીની વીક્લી એક્સપાયરી કેવી જશે? આગામી દિવસમાં સ્ટોક માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? તેજી કેટલી આગળ વધશે? કયા ફેકટર પર ધ્યાન રાખવાનું રહેશે? ટેકનિકલી માર્કેટ કેટલું સ્ટ્રોંગ?
જૂઓ વીડિયો….
Stock Market India સોમવારે સતત ત્રીજી ટ્રેડિંગ સેશનનમાં રીલાયન્સની આગેવાની હેઠળ તેજીની આગેકૂચ રહી હતી. એનર્જિ, બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઈન્ફ્રા, ઓટો, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી ઉછાળો આવ્યો હતો. જ્યારે આઈટી, મીડિયા અને ફાર્મા સેકટરના શેરોમાં હળવું પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. તેની સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી નીકળી હતી મીડકેપ ઈન્ડેક્સમાં 682 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં 131 પોઈન્ટનો ઊંચકાયો હતો.
શેરબજારમાં તેજી થવાના કારણો
(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ગબડ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 4.84 ડૉલર ઘટી 108.59 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 4.36 ડૉલર ઘટી 99.76 ડૉલર થયો હતો. આમ ક્રૂડના ભાવ તૂટતાં શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.
(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ મજબૂત થયો હતો. ડોલર સામે રૂપિયો 6 પૈસા વધી 94.90 રહ્યો હતો. આરબીઆઈએ રૂપિયાને તૂટતો બચાવવા લીધેલા પગલાને કારણે રૂપિયો સતત મજબૂત થઈ રહ્યો છે.
(3) અમેરિકામાં બોન્ડ યીલ્ડ ઘટ્યું છે. યુએસ 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ ઘટીને 4.92 ટકા આવી ગયું છે. બોન્ડનું યીલ્ડ ઘટતાં હવે વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા આવશે, જે આશાવાદ હતો. તેમજ 30 ઓકટોબરે એફઆઈઆઈએ રૂપિયા 3,598 કરોડનું નેટ બાય કર્યું હતું. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.
(4) રીલાયન્સ અને જિઓના બીજા ત્રિમાસિકગાળાના પરિણામ ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યા હતા. જેથી રીલાયન્સ અને જિઓમાં નવી લેવાલી આવી હતી. રીલાયન્સના શેરમાં ભારે લેવાલીથી ભાવ 11.60 ટકા ઉછળી રૂપિયા 1300 બોલાયો હતો. રીલાયન્સના શેરનું સેન્સેક્સ અને નિફ્ટી વેઈટેજ વધારે છે. જેને પરિણામે (Stock Market India) સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યા હતા.
(5) ઓટો સેકટરમાં ઓકટોબર મહિનાના વેચાણમાં વધારો થયાના આંકડા જાહેર થયા હતા. જેથી ઓટો સેકટરના શેરોમાં નવી લેવાલીનું આકર્ષણ રહ્યું હતું.
(6) નાણાંપ્રધાન નિર્મલા સીતારમને તાજેતરમાં સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અંગે સૂચનો માંગ્યા હતા. રોયટર્સના એક રીપોર્ટ અનુસાર સેબીએ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ દૂર કરવાની દરખાસ્ત મોકલી છે. STT અને LTCG જેવા ડબલ ટેક્સેશનમાં બજેટ પહેલા જ નાણાપ્રધાન ઘટાડો કરે અથવા ગમે તે એક ટેક્સને કાઢી નાંખે તેવી ધારણા સેવાઈ રહી છે. જેથી તેજીવાળા ખેલાડીઓની જોરદાર લેવાલી નીકળી હતી અને સેન્સેક્સ તેમજ નિફ્ટી આજે તેના દિવસના હાઈ લેવલ પર જ બંધ રહ્યા હતા.
એડવાન્સ ડેક્લાઈન પોઝિટિવ
Stock Market India એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2445 શેરના ભાવ વધ્યા હતા અને 1164 શેરના ભાવ ઘટ્યા હતા.
116 સ્ટોકમાં અપર સર્કિટ
57 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 143 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 116 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી, જ્યારે 111 શેરમાં લોઅર સર્કિટ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(11.60 ટકા), તાતા સ્ટીલ(5.83 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(5.13 ટકા), કૉલ ઈન્ડિયા(4.88 ટકા) અને શ્રી રામ ફાયનાન્સ(4.88 ટકા).
સૌથી વધુ ગગડેલા શેર
ઈન્ફોસીસ(2.03 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(0.76 ટકા), ડૉ. રેડ્ડી લેબ(0.74 ટકા), કોટક બેંક(0.70 ટકા) અને એક્સિસ બેંક(0.66 ટકા).
મંગળવારે Stock Market India કેવું રહેશે?
મંગળવારે નિફ્ટીની વીક્લી એક્સપાયરી છે. તેમજ 03 નવેમ્બરને મંગળવારે યુએસ પ્રેસિડેન્સિયલ મીડ ટર્મ પોલ છે. જેને કારણે શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ રહેશે. ઉપરમાં પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે. જો કે અહીંયાથી હજી વધુ ક્રૂડના ભાવ ઘટશે તો ભારતીય શેરબજારમાં તેજીની આગેકૂચ જળવાઈ રહેશે. ટેકનિકલી શેરબજાર સ્ટ્રોંગ થયું છે. નિફ્ટી 23,200 ઉપર નીકળ્યો છે, તો તે હવે ઉપરમાં 23,500નું લેવલ બતાવશે, અને 23,500 ઉપર 23,800 થઈ શકે છે. બેંક નિફ્ટી આજે પોઝિટિવ થયો છે. બેંક નિફ્ટી 55,200 ક્રોસ કરશે તો ઉપરમાં 55,500 થઈ શકે છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

