Stock Market India: શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી, સેન્સેક્સમાં 1225 પોઈન્ટનો ઉછાળો

બે દિવસમાં રોકાણકારોની મૂડીમાં 12 લાખ કરોડનો જંગી વધારો

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. નિફ્ટી વીક્લી એક્સપાયરીના દિવસે ઑલરાઉન્ડ બાઈંગ આવ્યું હતું. મંદીવાળાઓનું મોટાપાયે શોર્ટ કવરિંગ પણ હતું. બીએસઈ સેન્સેક્સ વધુ 1225 પોઈન્ટ ઉછળી 76,917 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી વધુ 370 પોઈન્ટ ઉછળી 23,810 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 537 પોઈન્ટ વધી 55,540 બંધ થયો હતો. બે દિવસમાં સેન્સેક્સમાં 2450થી વધુ પોઈન્ટનો ભારે ઉછાળો નોંધાયો હતો. મોટી તેજી થવા પાછળ પાંચ મજબૂત કારણ કયા છે? શું ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવશે? આ તેજી કેટલી આગળ વધી શકે છે? ટેકનિકલી રેઝિસ્ટન્સ લેવલ કૂદાવતાં હવે ઉપરમાં કયા ટાર્ગેટ આવે છે? દિવાળીના મુહૂર્તની ટ્રેડિંગ સેશન કેવી રહેશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 1225 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 76,288ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં પ્રોફિટ બુકિંગથી સામાન્ય ઘટી 76,033 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 76,917 બંધ થયો હતો. જે દિવસની હાઈ પર જ બંધ હતા. ગઈકાલના બંધની સરખામણીએ 1225 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.

નિફ્ટી ઈન્ડેક્સ 370 પોઈન્ટ ઉછળ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 23,582ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 23,482 થઈ અને ત્યાં ઑલરાઉન્ડ લેવાલી નીકળતાં ઉછળી 23,810 તેના હાઈ લેવલ પર જ બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સામે 370 પોઈન્ટનો ભારે ઉછાળો નોંધાયો હતો.

મંદીવાળાઓનું શોર્ટ કવરિંગ

Stock Market India શેરબજારમાં મંગળવારે નિફ્ટીની વીક્લી એક્સપાયરી હતી, સવારે શેરોના ભાવ ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. શરૂમાં નફારૂપી વેચવાલીથી સામાન્ય નરમાઈ આવી હતી, જો કે ઘટાડે નવી લેવાલીથી ઝડપી ઉછાળો આવ્યો હતો. તમામ સેકટરના શેરોમાં જોરદાર લેવાલી આવી હતી. તેજીવાળા ખેલાડીઓએ વધુ આક્રમક બનીને ખરીદી કરી હતી. તેની સાથે મંદીવાળાઓએ મોટાપાયે શોર્ટ કવરિંગ કર્યું હતું, જેથી ઉછાળો વધુ રોકેટગતિએ આવ્યો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઊંચા ભાવે પણ ઈન્વેસ્ટમેન્ટરૂપી લેવાલી ચાલુ રહી હતી. મીડકેપ ઈન્ડેક્સમાં 612 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 57 પોઈન્ટ પ્લસ હતો. જેને પગલે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 2127 શેરના ભાવ વધ્યા હતા અને 1477 શેરના ભાવ ઘટ્યા હતા.

બે દિવસમાં સેન્સેક્સમાં 2450થી વધુ પોઈન્ટનો ઉછાળો

Stock Market India છેલ્લા બે દિવસમાં સેન્સેક્સમાં 2450થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. નિફ્ટી 757 પોઈન્ટ અને બેંક નિફ્ટી 852 પોઈન્ટ ઉછળ્યો હતો. એફએમસીજી, ફાર્મા, રીયલ્ટી, બેંક, ઓટો, મીડિયા અને કેપિટલ માર્કેટ સાથે જોડાયેલ કંપનીના શેરમાં તેજી થઈ હતી.

શેરબજારમાં તેજીના સોલીડ કારણો

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીમતો ઘટી હતી. ઈરાન સાથે રાજનૈતિક સમાધાનના સમાચાર હતા, જેથી બ્રેન્ટ ક્રૂડ ઘટી 106 ડૉલર અને ક્રૂડ ઓઈલ ઘટી 98 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જેની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.
(2) એફઆઈઆઈ નેટ બાયર હતી. 2 નવેમ્બરના રોજ એફઆઈઆઈએ રૂપિયા 3114 કરોડ અને 30 ઓકટોબરે રૂપિયા 3548 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આ બે સેશનમાં થઈને વિદેશી રોકાણકારોએ રૂપિયા 6,712 કરોડનું નેટ બાઈંગ કર્યું હતું.
(3) સેબીએ શેરબજારમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ દૂર કરવા દરખાસ્ત રજૂ કરી છે. જેથી નાણા મંત્રાલય બજેટ પહેલા જ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ હટાવવા અંગે નિર્ણય લેશે. જે સમાચારને પગલે શેરબજારમાં એકતરફી લાવ લાવ હતું. એલટીસીજી દૂર થવાના આશાવાદ પાછળ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલ કંપનીઓના શેરમાં નોંધપાત્ર તેજી થઈ હતી. જેમ કે એન્જલ વન, મોતીલાલ ઓસવાલ, સીડીએસએલ, બીએસઈ, એનએસઈમાં 3 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.
(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 16 પૈસા મજબૂત થઈ 94.74 પર ટ્રેડ કરતો હતો. આરબીઆઈના કડક પગલા પછી રૂપિયો સતત મજબૂત રહ્યો હતો.
(5) કંપનીઓના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામે ધારણા કરતાં વધુ પ્રોત્સાહક આવ્યા છે. આજે પણ મોટાભાગની કંપનીઓના પરિણામે ફેન્ટાસ્ટિક આવ્યા હતા. જેથી શેરબજાર પર તેની તેજીની અસર પડી હતી.

બુધવારે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં એકતરફી ચાર દિવસની તેજી પછી બુધવારે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી પ્રત્યાઘાતી ઘટાડો આવે તેવી શક્યતા છે. જંગી ઉછાળા પછી એક રીએક્શન આવવું જરૂરી છે. ક્રૂડ ઓઈલના ભાવ અને 03 નવેમ્બરે યુએસ પ્રેસિડેન્સિયલ મીડટર્મ પોલ થયો છે, જેના પરિણામ પર વિશ્વના દેશોની નજર છે. જેથી વિશ્વના સ્ટોક માર્કેટમાં સાવચેતીનું વાતાવરણ રહેશે. જો કે ટેકનિકલી માર્કેટ ખૂબ સ્ટ્રોંગ થયું છે. નિફ્ટી 23,800ના રેઝિસ્ટન્સ લેવલને ક્રોસ કરી ગયો છે, જેથી ઉપરમાં 24,000 અને 24,200ના લેવલ બતાવે તેવી ધારણા છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment