એવું તો શું થયું કે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ સાત દિવસમાં જંગી ખરીદી કરી?

by Gujarati biz news

અમદાવાદ- શેરબજારમાં છેલ્લા બે સપ્તાહથી એકતરફી તેજી ચાલી રહી છે. આજે 11 નવેમ્બર, 2026ના રોજ સેન્સેક્સ વધુ 1300 પોઈન્ટ ઉછળ્યો છે અને 82,500ની સપાટી કૂદાવી ગયો છે. નિફ્ટી 300થી વધુ ઉછળી 25,400નું લેવલ કૂદાવી ગયો છે. બેંક નિફ્ટી 1100થી વધુ પોઈન્ટ ઉછળી 60,000ના અતિમહત્ત્વની સપાટીને કૂદાવી ગયો છે. શેરબજારની આ તેજી પાછળ એફઆઈઆઈની જંગી ખરીદીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

સાત દિવસમાં 56,000 કરોડથી વધુની ખરીદી

વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં છેલ્લા 13 મહિનાથી સતત વેચવાલ હતા. અને તેમજ જંગી રકમનું વેચાણ કર્યું હતું. જો કે છેલ્લી સાત ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ રૂપિયા 56,770 કરોડની જંગી ખરીદી કરી છે એટલે કે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં નવું રોકાણ કર્યું છે. 30 ઓકટોબરે એફઆઈઆઈએ રૂ.3598 કરોડની ખરીદી કરી અને નવેમ્બરના 6 ટ્રેડિંગ સેશનમાં કુલ રૂ.53,172 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. તેની સાથે એફઆઈઆઈએ પોતાની શોર્ટ પોઝિશન પણ સ્કેવર ઓફ કરી છે.

વિદેશના સ્ટોક માર્કેટ ઘટ્યા

એફઆઈઆઈએ એકાએક ભારતીય શેરબજાર તરફ પોતાની રૂખમાં કેમ ફેરફાર કર્યો? એવું તો શું થયું કે રાતોરાત વિદેશી રોકાણકારો ભારતીય શેરબજાર પર ઓળઘોળ થઈ ગયા અને જંગી રકમનું રોકાણ કર્યું હતું? ઘણા બધા રોકાણકારોના મનમાં આ પ્રશ્ન થતો હતો. વિદેશના સ્ટોક માર્કેટ ઘટ્યા છે, ત્યારે ભારતીય શેરબજાર સામા પ્રવાહે ચાલી રહ્યું છે, અને એકતરફી તેજી થઈ છે.

અમેરિકાના મીડ ટર્મ પોલના પરિણામ

અમેરિકામાં પ્રેસિડેન્સિયલ મીડ ટર્મ પોલ થયા, તેનું પરિણામ આવ્યું, જેમાં સત્તાઘારી પક્ષ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન હારી ગઈ અને સામે વિપક્ષી દળ ડેમોક્રેટિક્સને યુએસના બન્ને સદનોમાં બહુમતી મળીય ટ્રમ્પની સત્તા પર સીધો કાપ મુકાઈ ગયો છે. જે સમાચાર પછી અમેરિકાનો ડાઉ જોન્સ અને નેસ્ડેક તૂટ્ય હતા, તેની પાછળ એશિયાના સ્ટોક માર્કેટ પણ ગબડ્યા હતા. યુરોપિયન સ્ટોક માર્કેટમાં પણ ઘટાડો હતો. જ્યારે એકલા ભારતીય શેરબજારે તેજીનો દોટ લગાવી હતી.

નાણાપ્રધાનનું એક જ નિવેદન…

તાજેતરમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમને એક કાર્યક્રમમાં બોલતા સંકેત આપ્યો હતો કે કેન્દ્ર સરકાર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને સિક્યુરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ અંગે આપના સુચનો માંગી રહી છે, ત્યાર બાદ અમે તેને દૂર કરવા હકારાત્મક નિર્ણય લઈશું. બસ આ ન્યૂઝ પછી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજાર પર ઓળઘોળ થઈને અંધાધૂધ બાઈંગ શરૂ કર્યું હતું.

સેબીનો પ્રસ્તાવ

સેબીએ શેરબજારમાં અમલી લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ કાઢી નાંખવા અંગેનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને સોંપ્યો હતો. જેથી હવે કન્ફર્મ થયું હતું કે સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને સિક્યુરિટી ટ્રાન્ઝક્સન ટેક્સને ઘટાડવા કે તેને દૂર કરવા નિર્ણય લેશે. બસ આ એક જ કારણ આવ્યું અને એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં નવી લેવાલી કાઢી હતી, અને હાલ શેરબજારમાં તેજી ચાલી રહી છે.

કંપની પરિણામ

બીજુ કારણ એ હતું કે ભારતીય કંપનીઓ અને ખાસ કરીને નિફ્ટી 50માં આવતી કંપનીઓએ બીજા ત્રિમાસિક ગાળામાં અનુમાન કરતાં પ્રોત્સાહક પરિણામો રજૂ કર્યા છે. લગભગ 24 ટકા અર્નિંગ ગ્રોથ રહ્યો છે. જે વીતેલા 12 ત્રિમાસિકગાળાના ઊંચા સ્તરે રહ્યો છે.

ક્રૂડના ભાવ ઘટ્યા

ત્રીજુ કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત ઘટ્યા છે, જેનો સીધો ફાયદો ભારતીય અર્થવ્યવસ્થાને મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટતાં હવે ભારતના ઈમ્પોર્ટ બિલમાં ઘરખમ ઘટાડો થશે. મોંઘવારી ઘટશે.

બોન્ડ યીલ્ડ ઘટ્યું

ચોથું કારણ યુએસમાં બોન્ડનું યીલ્ડ ઘટ્યું છે અને ડૉલર ઘટ્યો છે. જેથી વિદેશી રોકાણ ભારતીય શેરબજાર તરફ વળ્યું છે. આમ એકાએક એફઆઈઆઈ પરત ફરતાં અને તે પણ જોરદાર એન્ટ્રીથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય બની ગયું છે.

આ પણ વાંચો….

Diwali 2026 Stock Market: દિવાળીના મુહૂર્તની “કેન” શેરબજારની ભાવી ચાલ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે!

You will also like

Leave a Comment