Gold Silver Market: સોના ચાંદીના ભાવ તૂટ્યા, આગામી સપ્તાહે આ ઘટાડો આગળ વધશે?

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વર બજાર ઘટયું હતું. સપ્તાહના અંતે ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી આવી હતી. પરિણામે ગોલ્ડમાં(Gold Rate Today) 169 ડૉલર અને સિલ્વરમાં(Silver Rate Today) 3.32 ડૉલરનો ઘટાડો આવ્યો હતો. પીએમ મોદીની અપીલઃ એક વર્ષ સુધી ગોલ્ડ ન ખરીદો. પીએમ મોદીની અપીલની શુ અસર થઈ? આયાત ડ્યૂટી વધારીને 15 ટકા કરી હતી. ડૉલર સામે રૂપિયો રેકોર્ડ લો લેવલ પર પહોંચી ગયો હતો. રૂપિયો તૂટતાની શુ અસર થઈ? ગોલ્ડ સિલ્વર તૂટવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર બજાર(Gold Price Today) કેવું રહેશે? ગોલ્ડ સિલ્વરના ટેકનિકલ શું કહી રહ્યા છે?

જૂઓ વીડિયો….

સોનામાં રૂ.7,000નો ઉછાળો

અમદાવાદ સોના ચાંદી બજારમાં(ચોકસી મહાજન) 999 ટચ સોનું દસ ગ્રામે રૂપિયા 7,000 વધી રૂ.1,62,500 રહ્યો હતો. ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 10,000 વધી રૂ.2,60,000નો ભાવ રહ્યો હતો.

એમસીએક્સના(MCX) ભાવ

એમસીએક્સ ગોલ્ડ શુક્રવારે રૂ.1,58,450 અને એમસીએક્સ સિલ્વર રૂ.2,71,226ના ભાવ બંધ રહ્યા હતા.

ગોલ્ડ ફ્યુચરમાં 169 ડૉલરનું ગાબડું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઉછળી 4,783 ડૉલર થયો હતો, જે મથાળે ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી ઘટી 4,515 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,561 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના બંધભાવની સરખામણીએ 169 ડૉલર તૂટ્યો હતો.

સ્પોટ ગોલ્ડ 3.71 ટકા ઘટ્યું

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4,773 ડૉલર થઈ અને ત્યાં નફાવાળાની વેચવાલી ફરી વળતાં ઘટી 4,511 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,540 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના બંધભાવની સરખામણીએ 174 ડૉલર તૂટ્યો હતો.

સિલ્વર ફ્યુચર તૂટી 76.09 ડૉલર

સિલ્વર જુલાઈ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 90.10 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી આવતાં તૂટી 76.09 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 77.54 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના ભાવની સરખામણીએ 3.32 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ સિલ્વર 4.37 ડૉલર તૂટી

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 89.38 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી ફરી વળતાં ઝડપી ઘટી 75.72 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 75.97 ડૉલર બંધ થયો હતો. જે 4.37 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

પીએમ મોદીની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 કલાકમાં દેશવાસીઓને બે વખત અપીલ કરી હતી કે મિડલ ઈસ્ટ અને ઈરાન યુદ્ધને કારણે એક વર્ષ સુધી ગોલ્ડ ન ખરીદી. ગોલ્ડ ખરીદીમાં વિદેશી હૂંડિયામણ ખર્ચાઈ જાય છે. વિદેશી હૂંડિયામણ બચાવવા માટે ગોલ્ડની ખરીદી ટાળો. જે પછી તુરંત જ કેન્દ્ર સરકારે ગોલ્ડ પર આયાત ડ્યૂટી 6 ટકાથી વધારીને 16 ટકા કરી નાંખી હતી. જેને કારણે ભારતીય રૂપિયામાં(Gold Silver Market) સોના ચાંદીના ભાવ ઉછળીને આવ્યા હતા.

ભારતીય રૂપિયામાં સોનાના ભાવ ખૂબ ઊંચા

એકતરફ આયાત ડ્યૂટી વધી અને બીજી તરફ ડૉલર સામે રૂપિયો વધુ ઝડપથી ઘટી 95.97 રેકોર્ડ લો પર પહોંચી ગયો હતો. આમ રૂપિયો તૂટતા ભારતીય રૂપિયામાં સોના ચાંદીના ભાવ વધુ ઊંચા મુકાતા હતા.

ગોલ્ડ સિલ્વર તૂટવાના કારણો

(1) અમેરિકા અને ઈરાન સાથે યુદ્ધમાં તંગદિલી વધી છે. શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે અને શાંતિ દરખાસ્તો પણ ફગાવી દેવાઈ છે. જેથી હવે યુએસ ઈરાન વચ્ચે તનાવ વધ્યો છે. હોર્મુઝમાં નાકાબંધી છે અને ઓઈલના ટેન્કરોની આવનજાવન બંધ છે. આ સંજોગોને પગલે(Gold Silver Market) માર્કેટના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર પડી હતી.

(2) હોર્મુઝ બંધ રહેતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વધીને 109 ડૉલર ઉપર અને ક્રૂડ ઓઈલનો ભાવ 105 ડૉલર ઉપર નીકળી ગયો હતો.

(3) ક્રૂડના ભાવ વધતાં હવે યુએસ સહિત વિશ્વના દેશોમાં મોંઘવારી વધવાનો ભય ઉભો થયો છે. પહેલેથી જ મોંઘવારી વધી જ છે, અને હવે ક્રૂડના ભાવ વધુ વધતાં હજી મોંઘવારીમાં વધુ વધારો થશે, જે ચિંતા હતી. આ સંજોગોમાં હવે યુએસની ફેડરલ રીઝર્વની પોલિસી કડક રહેશે. ફેડ રેટ ઘટાડવાની વાત બાજુ પર રહી, પણ ફેટ રેટ વધારવાની નોબત આવશે, તેવી ચર્ચાઓએ જોર પક્ડયું હતું. જેથી ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે સપ્તાહના છેલ્લા દિવસે ભારે વેચવાલી ફરી વળી હતી.

(4) યુએસ 10 વર્ષના બોન્ડનું યીલ્ડ વધીને 4.55 ટકા એ પહોંચ્યું હતું. 30 વર્ષના બોન્ડનું યીલ્ડ પણ વધીને 5 ટકા થયું હતું. જે ઊંચામાં ઊંચુ યીલ્ડ ગણાય છે. બીજી તરફ ડૉલર પણ મજબૂત થયો હતો. જેથી ગોલ્ડ સિલ્વરમાં આકર્ષણ ઘટ્યું હતું. નવી લેવાલી સાવ અટકી ગઈ હતી અને ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી, જેથી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વર ઝડપી તૂટ્યા હતા.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver Market) બે તરફી વધઘટ રહેશે. ઈરાન યુદ્ધના સંદર્ભમાં શું ન્યૂઝ આવે છે તેમજ ક્રૂડના ભાવ કઈ તરફ જાય છે. તેના પર ગોલ્ડ સિલ્વર બજારની દિશા રહેશે. તેમ છતાં ટેકનિકલી ગોલ્ડ સિલ્વર નરમ થયા છે. તેમ છતાં ગોલ્ડમાં 4500 ડૉલર સપોર્ટ લેવલ છે. 4500 તૂટતાં ભાવ વધુ ઝડપથી ઘટશે. અને ઉપરમાં 4,662 રેઝિસ્ટન્સ લેવલ આવે છે, જે લેવલ કૂદાવતી ગોલ્ડ 4750 અને તેની ઉપર 5,000 ડૉલર થઈ શકે છે. સિલ્વરમાં 75 ડૉલર સપોર્ટ લેવલ રહશે અને ઉપરમાં 84 ડૉલરએ રેઝિસ્ટન્સ લેવલ છે.

Stock Market India Most Watched News

Stock Market India: પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, શેરબજાર શરૂના ઉછાળા પછી ઘટ્યું

You will also like

Leave a Comment