Gujarat Farmers News: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ખેડૂતલક્ષી બે મહત્ત્વના નિર્ણયો

by Gujarati biz news
Gujarat Farmers News

Gujarat Farmers Newsગાંધીનગર- Gujarat Farmers News ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના(Gujarat CM Bhupendra Patel) અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતો માટે બે અતિમહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ‘કાંટાળી તારની વાડની યોજના’ એટલે કે, તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ બીજો નિર્ણય મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના વ્યાપ અને સહાયમાં વધારાને કેબિનેટની મંજૂરી આપી છે.

તાર ફેન્સિંગ સહાયમાં વધારો

રાજ્યના કૃષિ અને પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ(Minister Jitu Vaghani) આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ તાર ફેન્સિંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂપિયા 200 અથવા ખર્ચના 50 ટકા, બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. હાલમાં માલ-મટીરીયલ્સના બજાર ભાવ અને મજૂરી ખર્ચ વધવાના કારણે સરેરાશ ખર્ચ વધુ થતો હોવાથી, ખેડૂતોનો આર્થિક બોજ ઘટાડવા માટે સરકારે હવે પ્રતિ રનિંગ મીટર રૂપિયા 300 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા મુજબ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

જમીનના ક્લસ્ટરની મર્યાદા ઘટાડી

Gujarat Farmers News તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીનનું ક્લસ્ટર હોવું ફરજિયાત હતું, પણ ઘણીવાર જૂથના કોઈ ખેડૂત અસહમત થાય ત્યારે બે હેક્ટરનું ક્લસ્ટર ન જળવાતાં નાના ખેડૂતો સહાયથી વંચિત રહી જતા હતા. આવા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને આ મર્યાદા ઘટાડીને હવે માત્ર એક હેક્ટર કરવામાં આવી છે.

એક લાખ ખેડૂતની અરજી

આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અંદાજે એક લાખ ખેડૂતોની અરજીઓ પ્રાપ્ત થઈ છે. ખેડૂતો જ્યારે ખેતીકામમાં વ્યસ્ત થાય તે પહેલા એટલે કે, ચોમાસા પૂર્વે જ આ તમામ અરજીઓને તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપી દેવામાં આવશે.(Gujarat Farmers News) આ હેતુ માટે ગુજરાત સરકારે રૂપિયા 240 કરોડની ફાળવણી કરી છે.

બીજી વાર પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે

અગાઉ આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજી કરવા પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલ્લું મૂકવામાં આવતું હતું. પરંતુ, ચાલુ વર્ષે મહત્તમ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે જરૂર પડે બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. જરૂર પડશે તો રૂપિયા 240 કરોડ ઉપરાંત પણ વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવશે.

સરકારનો બીજો અતિમહત્ત્વનો નિર્ણય

Gujarat Farmers News ગુજરાત રાજ્યના ખેડૂત-હિતમાં એક બીજો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોનો પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી અમલમાં મુકાયેલી ‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના’ના વ્યાપ અને સહાયમાં રાજ્ય સરકારે ધરખમ વધારો કર્યો છે.

પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા સહાય

અત્યાર સુધી ખેડૂતોને 300 ચોરસ ફૂટ સુધીના પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 50 ટકા અથવા રૂપિયા એક લાખની સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાને રાખીને હવે આ મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, હવેથી ખેડૂતો 600 ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને તેના માટે મળવાપાત્ર સહાયની રકમ પણ વધારીને રૂપિયા બે લાખ કરવામાં આવી છે.

પાક નુકસાન ન થાય તે માટે સરકાર કટિબદ્ધ

જો કોઈ ખેડૂત 300 થી 600 ચોરસ ફૂટ વચ્ચેના માપનું બાંધકામ કરે, તો તે ખેડૂતને પ્રતિ ચોરસ ફૂટના નિયત દરે પ્રમાણસર સહાય એટલે કે, પ્રો-રેટા મુજબ સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકે અને તેને પ્રતિકૂળ હવામાન કે અન્ય કારણોસર નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.(Gujarat Farmers News) આ સુધારા સાથે યોજનાના વ્યાપક અમલીકરણ માટે ચાલુ નાણાકીય વર્ષ 2026-27 અંતર્ગત રૂપિયા 154.36 કરોડની માતબર રકમની વહીવટી મંજૂરી પણ સરકારે આપી દીધી છે.

હજારો ખેડૂતોને લાભ

આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતોને મોટો લાભ થશે અને તેઓ પોતાના ખેતરમાં જ વધુ ક્ષમતાવાળા સંગ્રહ સ્થાન બનાવીને પાકનો સુરક્ષિત સંગ્રહ કરી શકશે, જેનાથી તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મેળવવામાં પણ મદદ મળશે.

MoU with Meta Most Trending News

MoU with Meta: ગુજરાત સરકારની કઈ સેવા વન-ડે વ્હોટ્સઅપમાં મળશે?

You will also like

Leave a Comment