Gujarat Monsoon 2026: 21 ડેમ ‘High Alerts’, ગુજરાતના જળાશયોની સ્થિતિ જાણો…

by Gujarati biz news
Gujarat Monsoon 2026

Gujarat Monsoon 2026ગાંધીનગર- Gujarat Monsoon 2026  ગુજરાતમાં ચોમાસા દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના તા. 27 જુલાઈ, 2026 સવારે 08 કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના 13 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 21 ડેમ માટે ‘હાઈ એલર્ટ’ પર જાહેર કરવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 10 જિલ્લામાં ઓરન્જ એલર્ટ અપાયું છે અને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ આવ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાયાના સમાચાર છે.

237 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઈંચ અને અમીરગઢમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

નર્મદા ડેમમાં 69 ટકા જળસંગ્રહ

Gujarat Monsoon 2026 રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ વર્ષે 54 ટકાની સામે ગત વર્ષે આજના દિવસે રાજ્યના કુલ 207 જળાશયોમાં 61 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો.

206 જળાશયો 45 ટકા ભરાયા

જ્યારે નર્મદા ડેમ સિવાયના રાજ્યના 206 મુખ્ય જળસંગ્રહ સ્થાનોમાં કુલ 2,53,336 MCFT જળસંગ્રહ નોંધાયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 45.41 ટકા છે.(Gujarat Monsoon 2026) રાજ્યમાં 13 જળાશયો 100 એટલે કે સંપૂર્ણ ભરાયેલા છે. આ ઉપરાંત 26 જળાશય 90 થી 100 ટકા, 28 જળાશયો 50 થી 70 ટકા, 55 જળાશય 25 થી 50 તેમજ 84 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા 05 જળાશયો એલર્ટ પર જ્યારે 13 જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના ડેમમાં સૌથી વધુ આવક

દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક સામે 37 હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે, જ્યારે ઉકાઈ જળાશયમાં 11,689 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. (Gujarat Monsoon 2026) આમ રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલીયા અને જુજ એમ કુલ 09 જળાશયોમાં 1,200 થી 27 હજાર ક્યુસેક સુધીની પાણીની આવક નોંધાઈ છે.

કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછું પાણી

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 50 ટકાથી વધુ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 45 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ તેમજ કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછો 25 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

વણિતળાવ ગામ પાણીમાં 

ધોલેરા તાલુકાના વણિતળાવ ગામ ખાતે ભોગાવો નદીમાં ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, જેના પરિણામે ગામનો સંપર્ક આસપાસના વિસ્તારો સાથે તૂટી ગયો છે અને ગામ ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાયું છે.

રેસ્ક્યૂ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તાત્કાલિક પ્રતિસાદ આપીને સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પ્રશાસન તથા NDRF સાથે સંકલન કરીને ગામમાં ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યૂ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપી શકાય.

રસ્તા બંધ કર્યા

આ ઉપરાંત, આનંદપુર અને બુરાનપુર ગામ તરફ જતાં એપ્રોચ રોડ ઉપર ભોગાવો નદીનું પાણી ફરી વળતાં પોલીસ દ્વારા માર્ગ બંધ કરાવી જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા કોઈપણ વ્યક્તિ જોખમજનક રીતે પાણીમાંથી પસાર ન થાય તે માટે સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે.

નાગરિકોને અપીલ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરે, નદી કે પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનો પ્રયાસ ન કરે તથા માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખી પોલીસ અને જિલ્લા પ્રશાસનની સૂચનાઓનું પાલન કરે.

રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય

રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એક વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો પલળી ગયા છે કે નુકસાન પામ્યા હોય તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે.

You will also like

Leave a Comment