Ahmedabad Startup: નિષ્ણાતો -ઇન્ફ્લુએન્સર્સ પ્રાઇવેટ ચેટમાંથી કરી શકશે 100 ટકા આવક, જાણો કેવી રીતે?

www.connectingi.com નામનું નવું ભારતીય ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ

by Gujarati biz news
Ahmedabad Startup

Ahmedabad Startupઅમદાવાદ- Ahmedabad Startup સોશિયલ મીડિયા પર દરરોજ લાખો લોકો પોતાના મનપસંદ ઇન્ફ્લુએન્સર્સ, શિક્ષકો, કોચ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ Instagram, Facebook અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં મેસેજ આવતા હોવાથી દરેકને વ્યક્તિગત જવાબ આપવો શક્ય બનતો નથી. પરિણામે લોકોને યોગ્ય માર્ગદર્શન મળવામાં મુશ્કેલી પડે છે, જ્યારે બીજી તરફ નિષ્ણાતો પોતાના સમય અને જ્ઞાનનું યોગ્ય મૂલ્ય મેળવી શકતા નથી.

ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ

આ સમસ્યાના ઉકેલ તરીકે અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક સ્વપ્નિલ ઠક્કર (Swapnil Thakkar) દ્વારા www.connectingi.com નામનું નવું ભારતીય ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે.(Ahmedabad Startup) કંપનીના જણાવ્યા મુજબ, આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ પ્રોફેશનલ્સ અને ઇન્ફ્લુએન્સર્સને તેમના જ્ઞાન, અનુભવ અને સમયને સરળ રીતે મોનેટાઇઝ કરવાની તક આપવાનો છે.

જોડાવું સંપૂર્ણપણે નિઃશુલ્ક

Connectingi.com પર પ્રોફેશનલ્સ, ઇન્ફ્લુએન્સર્સ તેમજ ફેન્સ – બંને માટે જોડાવું સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. કોઈપણ વ્યક્તિ Google Login દ્વારા એક જ મિનિટમાં પોતાનું એકાઉન્ટ બનાવી શકે છે.

રીઅલ ટાઇમમાં અપડેટ

આ પ્લેટફોર્મની એક વિશેષતા એ છે કે પ્રોફેશનલ પોતે જ પોતાના પ્રતિ મેસેજની કિંમત નક્કી કરે છે અને તે કિંમતમાં મળતી કમાણીમાંથી તેને 100 ટકા રકમ મળે છે. કંપની તેની કમાણીમાંથી કોઈ કપાત કરતી નથી. જો પ્રોફેશનલ ઇચ્છે તો તે પોતાની પ્રતિ મેસેજની કિંમત ગમે ત્યારે બદલી પણ શકે છે. જ્યારે કોઈ ફેન અથવા ગ્રાહક મેસેજ મોકલે છે ત્યારે પ્રોફેશનલની કમાણી રીઅલ ટાઇમમાં તરત જ અપડેટ થાય છે, જેથી તેઓ દરેક મેસેજની આવક તરત જોઈ શકે છે.

પ્લેટફોર્મ સાથે જોડાવાની પ્રક્રિયા

પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે:

  1. Join Free
    www.Connectingi.com પર જઈ Google Login દ્વારા નિઃશુલ્ક એકાઉન્ટ બનાવો.
  2. પોતાની પ્રતિ મેસેજની કિંમત નક્કી કરો.
    તમે તમારા અનુભવ અને સેવાઓ અનુસાર તમારી ફી સ્વયં નક્કી કરી શકો છો.
  3. પોતાની પ્રોફાઇલ લિંક શેર કરો.
    તમારી Connectingi પ્રોફાઇલની લિંક Instagram Bio, Facebook, YouTube, LinkedIn, X (Twitter), Telegram, WhatsApp અથવા અન્ય સોશિયલ મીડિયા પર શેર કરો.
  4. તમારા ફેન્સ અથવા ગ્રાહકો તમારી સાથે ચેટ કરે અને તમે કમાણી શરૂ કરો.
    દરેક પેઇડ મેસેજ સાથે તમારી આવક રીઅલ ટાઇમમાં વધતી રહેશે.

સમય અને જ્ઞાનનું યોગ્ય મૂલ્ય

કંપનીના સ્થાપક સ્વપ્નિલ ઠક્કરે www.gujaratibiznews.com સાથે વાત કરતાં જણાવ્યા મુજબ, “આજ સુધી સોશિયલ મીડિયા પર લોકો ફોલોઅર્સ તો બનાવતા હતા, પરંતુ દરેક વ્યક્તિ સાથે વ્યક્તિગત વાતચીત કરીને આવક મેળવવાનો સરળ રસ્તો ઉપલબ્ધ નહોતો. Connectingi.com દ્વારા અમે દરેક પ્રોફેશનલને તેમના સમય અને જ્ઞાનનું યોગ્ય મૂલ્ય મળે તેવો પ્રયાસ કરી રહ્યા છીએ.”

Ahmedabad Startup હાલમાં કંપની ખાસ કરીને નીચેના ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને ઇન્ફ્લુએન્સર્સને પ્લેટફોર્મ સાથે જોડાવા આમંત્રણ આપી રહી છે:

  • ફિટનેસ કોચ
  • IELTS શિક્ષકો
  • સ્ટોક માર્કેટ એજ્યુકેટર્સ
  • રિલેશનશિપ કોચ
  • ટેરોટ રીડર્સ
  • ડૉક્ટર્સ
  • વકીલો
  • સ્ટાર્ટઅપ મેન્ટર્સ
  • કરિયર કોચ

માર્ગદર્શન આધારિત પ્લેટફોર્મ

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જોડાવા માટે કોઈપણ પ્રકારના Minimum Followers અથવા Subscribersની જરૂર નથી. કોઈ વ્યક્તિ પાસે 0 Followers હોય તો પણ તે પોતાની નિષ્ણાતી, અનુભવ અને માર્ગદર્શનના આધારે પ્લેટફોર્મ સાથે જોડાઈ શકે છે.

ભવિષ્યની યોજનાઓ

કંપનીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં પ્લેટફોર્મમાં અનેક નવી સુવિધાઓ ઉમેરવાની યોજના છે, જેમાં:

  • પ્રોફેશનલ્સ પોતાના તમામ ફેન્સની ચેટ સીધી WhatsApp પરથી મેનેજ કરી શકે તેવી સુવિધા, જેથી વારંવાર વેબસાઇટમાં Login કરવાની જરૂર ન રહે.
  • પ્રતિ મિનિટ Voice Call અને Video Call દ્વારા કમાણી કરવાની સુવિધા.
  • Memberships, Paid Communities અને Online Courses વેચવાની વ્યવસ્થા.

વિશ્વસનીય ડિજિટલ પ્લેટફોર્મ

Ahmedabad Startup ભારતમાં ઝડપથી વિકસતી Creator Economy અને Professional Consultation માર્કેટને ધ્યાનમાં રાખીને Connectingi.com પોતાને નિષ્ણાતો અને માર્ગદર્શન મેળવવા ઇચ્છતા લોકો વચ્ચે એક વિશ્વસનીય ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે.

જ્ઞાન સૌથી મહત્વનું

કંપનીએ હાલમાં દેશભરના પ્રોફેશનલ્સ, ટ્રેનર્સ, કોચ, શિક્ષકો અને ઇન્ફ્લુએન્સર્સને નિઃશુલ્ક જોડાવા માટે આમંત્રણ આપ્યું છે અને જણાવ્યું છે કે “તમારા Followers કેટલા છે તે મહત્વનું નથી, તમારી પાસે લોકોને મદદ કરી શકે એવું જ્ઞાન છે કે નહીં – એ જ સૌથી મહત્વનું છે.”

You will also like

Leave a Comment