Gujarat Heavy Rain 2026: ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકાર, ઉમરગામમાં 43 ઈંચ રેકોર્ડબ્રેક વરસાદ

ગુજરાતમાં ભારે વરસાદની લેટેસ્ટ માહિતી, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી

by Gujarati biz news
Gujarat Heavy Rain 2026

Gujarat Heavy Rain 2026અમદાવાદ- Gujarat Heavy Rain 2026 દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ આવ્યો છે. આ અનરાધાર વરસાદથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. સુરત, નવસારી, વલસાડમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડાંગમાં 46 માર્ગો તકેદારીના ભાગ રૂપે બંધ કરાયા છે. આ તમામ જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા છે. ગત મોડી રાતથી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં એક કલાકમાં 4 ઈંચ વરસાદ આવ્યો છે. અમદાવાદમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીના પગલે 24 જુલાઈએ શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગની નવી આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતાઓ છે અને રેડ એલર્ટ જાહેર કરાયો છે. મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભાગનગર, અરવલ્લી, મહીસાગરમાં રેડ એલર્ટ અપાયું છે. તેમજ દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ અને તાપીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તે ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, આણંદ, વડોદરા, રાજકોટ, છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેથી આજે મોટાભાગના જિલ્લાઓમાં શાળા, કોલેજ બંધ રખાયા છે. કામ વગર કોઈએ બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.

અમદાવાદ-ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Heavy Rain 2026 અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેથી આજે ભારેથી મધ્યમ વરસાદ આવવાની આગાહી છે. ગત મોડી રાતેથી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે. સવારે 9.30 વાગ્યે ધોધમાર વરસાદ ચાલુ હતો. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વરસાદ અંગે લેટેસ્ટ લાઈવ અપડેટ જાણો

  • SDRF ગુજરાત પોલીસ દ્વારા ઉમરગામ,સંજાણ વિસ્તાર માં બચાવ અને સ્થળાંતર કામગીરી
  • નવસારી જિલ્લામાં તથા ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે જૂજ ડેમ તેમજ કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે બંને ડેમના હેઠવાસના ગામો અને પૂર્ણા નદીકાંઠાના વિસ્તારોમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા છે.
  • જૂજ ડેમના અસરગ્રસ્ત ગામોમાં વાંસદા તાલુકાના જુજ, ખડકીયા, નવાનગર , વાસીયા તળાવ , વાંસદા, રાણીફળીયા, નાની વલઝર, મોટી વલઝર, સિંગાડા, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર ગામો તેમજ ચીખલી તાલુકાના દોણજા હરણગામ, ચીખલી, ખુંધ, વંકાલ (વ.ફળિયા ), ઘેકટી અને ગણદેવી તાલુકાના ઉંડાચ (વાણીયા ફળીયા), ઉંડાચ (લુહાર ફળીયા) ગોયદી-ભાઠલા, ખાપરવાડ અને દેસરા ગામોનો સમાવેશ થાય છે.
  • પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી બોડેલી તરફ જતા મુખ્ય હાઇવે પર આવેલા ખાખરીયા ગામ નજીક નાળામાં ભારે પાણી ભરાઈ જવાના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
  • અમદાવાદમાં ભારે વરસાદથી પરિમલ અંડરબ્રિજ અને શાહીબાગ અંડરબ્રિજ બંધ કરાયા
  • વલસાડના વાપી તાલુકાના કોપરલી ખાતે ભારે વરસાદથી ભરાયેલા પાણીમાં બસ ફસાઈ. બસમાં ફસાયેલા નાગરિકોને સ્થાનિક પોલીસની મદદથી રેસ્ક્યુ કામગીરી
  •  દક્ષિણ ગુજરાતમાં આભ ફાટયું, સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 35 ઈંચ અને કપરાડામાં 28 ઈંચ
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઉભી થયેલ સ્થિતિની તલ સ્પર્શી વિગતો મેળવી સમીક્ષા કરી હતી. તેમણે વલસાડ જિલ્લાની સ્થિતિ અંગે મંત્રી નરેશ પટેલ અને કલેકટર સાથે મોબાઈલથી વાત કરી, બચાવ રાહતની વિગતો મેળવી, જરૂર પડે એનડીઆરએફની વધારાની ટીમ મોકલવા પણ ખાતરી આપી હતી.
  • સુરત અને નવસારી કલેકટર સાથે પણ વાત કરીને નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપી છે. મુખ્ય સચિવ એમ. કે. દાસ અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા
  • દમણમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાળાઓએ બે દિવસથી શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે.
  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતિમાં બચાવ રાહત સહિતની કામગીરીમાં કેન્દ્ર સરકારની મદદ માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી છે.
    કેન્દ્રીય ગૃહપ્રધાને ગુજરાતને આ સંદર્ભમાં બધીજ જરૂરી મદદ માટે ખાતરી આપી છે.
  • અમદાવાદમાં ભારે વરસાદથી પાંચ અંડરપાસ બંધ કરાયા. (1) અખબાર નગર અંડરપાસ, (2) મીઠાખળી અંડરપાસ, (3) મકરબા અંડરપાસ, (4) ઉસ્માનપુરા અંડરપાસ, (5) નિર્ણયનગર અંડરપાસ.
  • ભારે વરસાદ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્વરિત કામગીરી. નિર્ણયનગર અન્ડરપાસમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો
  • સોનગઢના વડપાડા ખાતે ઘરમાં પાણી ભરાતાં 70 વર્ષીય વડીલનું સુરક્ષિત સ્થળાંતર. તાપી વહીવટી તંત્ર દ્વારા રહેવા-જમવાની સુવિધા કરાઈ.
  • સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદ: કામરેજ તાલુકામાં વેગવાન બની રાહત અને બચાવ કામગીરી. ચીખલી ગામના સિંગોડી ફળિયાના કુલ 31 અસરગ્રસ્તો, રાજીવનગર અને રામકિશન કોલોનીમાંથી 110 જેટલા અસરગ્રસ્તોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર. અસરગ્રસ્તો માટે આશ્રય, ભોજન, પીવાના પાણી અને નાસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ.
  • હળવદના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિસાગર બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો 100 ટકા ભરાયો. ડેમનો એક દરવાજો 3 ઈંચ સુધી ખોલાયો. નીચાણવાળા 09 ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના.
  • અમદાવાદમાં એક કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો.
  • દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને બચાવ રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ થવા માટે 3 NDRF તથા 5 SDRFની ટીમ કાર્યરત છે. નવી દિલ્હીથી NDRFની 2 ટીમ આજે સાંજે પહોંચશે.
  • આ ઉપરાંત આર્મીના 70 જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ મોકલવામાં આવી રહી છે તે પણ વલસાડ પહોંચીને ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની મદદમાં રહેશે.
  • ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને વિગતો મેળવી છે. વડાપ્રધાને ભારે વરસાદને કારણે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થતિ માં કેન્દ્ર સરકાર તરફથી બચાવ રાહત અને સલામતીના પગલાંઓમાં સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.
  • વલસાડના ઉમરગામમાં છેલ્લા 28 જ કલાકમાં 43 ઇંચથી વધુ રેકોર્ડબ્રેક વરસાદ થયો છે.
  • સુરત, વલસાડ અને નવસારીમાંથી અત્યાર સુધીમાં 2,900થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે
  • કાવેરી નદીના પૂરમાં ફસાયેલા 11 ગામોના 200થી વધુ લોકોનું રેસ્ક્યુ.
  • રાજ્યમાં પંચાયત હસ્તકના 300થી વધુ રસ્તાઓ બંધ, 200થી વધુ બસ ટ્રીપ રદ. જરૂર પડે એરલિફ્ટ કરવા એરફોર્સ અને કોસ્ટગાર્ડ સ્ટેન્ડ-બાય મોડ પર.
  • અમદાવાદમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીના પગલે 24 જુલાઈએ શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય
  • આસમાની આફત વચ્ચે સરકાર એક્શનમાં: નવસારી-વલસાડમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી, આર્મી, ફાયર, NDRF અને SDRFની ટીમો તૈનાત: 10 વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ
  • નાના-પોંઢા ખાતે પૂરના પાણીમાં ફસાયેલી ૩૫ મુસાફરો ભરેલી બસનું રેસ્ક્યૂ
  • કેન્દ્ર સરકાર તરફથી મળેલી NDRFની વધારાની 2 ટીમ વલસાડ, 1 નવસારી અને 1 સુરત ખાતે મોકલાઈ, વલસાડમાં 12,000 અને નવસારીમાં 10,000થી વધુ લોકોનું સ્થળાંતર, વલસાડમાં 200 અને નવસારીમાં 50થી વધુ નાગરિકોને રેસ્ક્યુ કરાયા. GSDMA હસ્તકની 25 બોટ્સ વલસાડ મોકલાઈ
  • સુરત શહેર-જિલ્લામાં આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા NDRF ની 1 અને અને SDRFની 4 ટીમો તૈનાત
  • દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને બચાવ રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ થવા માટે 3 NDRF તથા 5 SDRFની ટીમ કાર્યરત છે. નવી દિલ્હીથી NDRFની 2 ટીમ આજે સાંજે પહોંચશે.
  • આ ઉપરાંત આર્મીના 70 જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ મોકલવામાં આવી રહી છે તે પણ વલસાડ પહોંચીને ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની મદદમાં રહેશે.
  • અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સાંજે 7.30 વાગ્યે અખબારનગર, મકરબા, મીઠાખળી, કુબેરનગર, પરિમલ અને શાહીબાગ અંડરપાસ બંધ કરાયા છે.
  • અમદાવાદમાં અતિભારે વરસાદથી રસ્તા પર ખૂબ પાણી ભરાયા, સોસાયટીઓમાં પાણી ભરાયા, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો બેટમાં ફેરવાયા. પ્રિ મોનસૂન પ્લાન પહેલા જ વરસાદમાં ફેઈલ થયો
  • અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા, અનેક વાહનચાલકો પાણીમાં ફસાયા, નહેરુનગરમાં પાણી ભરાયા
  • ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદની AMC સંચાલિત તમામ આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રહેશે
  • વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે 12,754 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, 352 લોકોને રેસ્ક્યુ કરાયા. અતિભારે વરસાદમાં 18 પશુના મૃત્યુ, જ્યારે 27 કાચા અને 11 પાકા મકાન તેમજ એક કેટલ શેડને નુકસાન
  • ઔરંગા અને સ્વર્ગવાહિની નદી ઓવરફલો, હાલરનું તળાવ પણ ઓવરફલો થતા પાણીનો નિકાલ કરાયો.
  • અમદાવાદમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, રાત્રે 9.45 કલાકે ધોધમાર વરસાદ ચાલુ

સુરત-વાંસદામાં અતિભારે વરસાદ

સુરતમાં મોડી રાતથી આજે સવાર સુધી ભારે વરસાદ વરસ્યો છે. ઠેરઠેર પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે, જેથી વાંસદા તાલુકાના 17 ગામોને એલર્ટ કરાયા છે. વાપીમાં છેલ્લા 24 કલાકમાં 16.2 ઈંચ વરસાદ વરસ્યો છે.

નદીઓ ભયજનક સપાટી વટાવી ગઈ

Gujarat Heavy Rain 2026 વલસાડમાં ઔરંગા નદીના પાણીની સપાટી વધી રહી છે. એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલામાં 10 ઈંચ વરસાદના રીપોર્ટ મળી રહ્યા છે. વાંસદામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વાંસદા તાલુકામાં 17 ઈંચ વરસાદના અહેવાલો છે. ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા, કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી છે. જેથી જિલ્લાની આજુબાજુના 170 રસ્તાઓ બંધ કરાયા છે.

વલસાડમાં 200 લોકોનું સ્થળાંતર

વલસાડમાં ભારે વરસાદથી મોડીરાતે 200 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી જતાં વહીવટી તંત્રએ એનડીઆરએફ અને એસડીઆરએફની 1-1 ટીમ સ્ટેન્ડ બાય છે. જો કે તેમણે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઔરંગા નદીના પાણી વલસાડ શહેરમાં ઘૂસ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

ગુજરાત પર વરસાદી વાદળો- સેટેલાઈટ તસવીર

ડોલવણમાં 15 ઈંચ કરતાં વધુ વરસાદ

તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જોરદાર વરસાદ નોંધાયો છે. ડોલવણમાં જ 15 ઈંચ કરતાં વધુ વરસાદ છે. વોલાડમાં 10.24 ઈંચ અને વ્યારામાં 9.64 ઈંચ, સોનગઢમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. પૂર્ણા, મીંઢોળા, અંબિકા, ઝાંખરી નદીમાં ભારે પુરની સ્થિતિ સર્જાઈ છે. તાપીની ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે.

એસટી બસની અનેક ટ્રિપો રદ 

આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે(Gujarat Heavy Rain 2026) સવારે 8 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતના 108 તાલુકામાં ભારે વરસાદ ચાલુ રહ્યો છે. ઉમરગામ, ઉમરપાડા, પારડી, કપરાડા, નાનાપોઢા, ધરમપુર, ખેરગામ, ભરૂચ, વાપી, ડાંગ અને વધઈમાં વરસાદ ચાલુ છે. પાટણ, બોટાદ અને વડોદરામાં મોડીરાતથી વરસાદ ચાલુ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગુજરાત એસટી પરિવહન સેવા પર અટકાવી દેવાઈ છે. નવસારી, વલસાડ, સુરતમાં અનેક ટ્રિપો રદ કરાઈ છે.

વલસાડમાં રજા જાહેર કરાઈ

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય આપતા જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને તારીખ 23 જુલાઈના રોજ સમગ્ર દિવસ માટે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

તંત્રની કડક સૂચનાનું પાલન કરવા કહેવાયું

Gujarat Heavy Rain 2026 જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કારખાનાના સંચાલકો અને કબજેદારોને તમામ શ્રમયોગીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે. ઉપરાંત માત્ર આવશ્યક અને તાકીદની સેવાઓ માટે જરૂરી ન્યૂનતમ સ્ટાફને જ તમામ સલામતીના પગલાં સાથે ફરજ પર રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જોખમી રસાયણો, મશીનરી, વિદ્યુત વ્યવસ્થા તેમજ અન્ય મહત્વપૂર્ણ સાધનોને સલામત સ્થિતિમાં રાખવા જરૂરી તકેદારી રાખવા જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી તમામ સૂચનાઓનું કડક પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

ડાંગ જિલ્લાના 47 રસ્તાઓ બંધ

જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે, આ નિર્ણય શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના 47 જેટલા માર્ગો પ્રભાવિત થવા પામ્યા છે. ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલા રસ્તાઓની તાજી સ્થિતિ અંગેની આ માહિતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ ​તારીખ 23 જુલાઈ, 2026 ના રોજ સવારે 08.00 કલાકની સ્થિતિ મુજબ ડાંગ જિલ્લો: ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે ડાંગ જિલ્લામાં પંચાયત હસ્તકના કુલ 47 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં પાણી ભરાયા

અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં 15 સ્થળોએ પાણી ભરાયા છે. તેમજ અખબાનગર અને શાહીબાગ અંડરબ્રિજ બંધ કરાયાના સમાચાર છે.

Gujarat Heavy Rain 2026 સરકાર એલર્ટ, પ્રધાનો રવાના કર્યા

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસપ્રધાન નરેશ પટેલ, સચિવ રેમ્યા મોહન અને આલોક પાંડેને આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી તંત્રની મદદ માટે રવાના કર્યા છે. આ ઉપરાંત, જે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ સંદર્ભે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે જિલ્લાઓમાં પણ પ્રભારી સચિવોને તાત્કાલિક અસરથી પહોંચી જવાની તેમણે સૂચનાઓ આપી છે.

You will also like

Leave a Comment