Gold Silver Market: સોનાચાંદીમાં સુધારો, આગામી સપ્તાહે ફેડ મીટિંગ બજારની ચાલ નક્કી કરશે?

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market સોનાચાંદી બજારમાં બે તરફી વધઘટ વચ્ચે સુધારો આવ્યો હતો. સોનાચાંદીમાં લો લેવલ પર નવી ખરીદી આવી હતી. પરિણામે સોનામાં(Gold Rate Today) 4,000 ડૉલર અને ચાંદીમાં(Silver Rate Today) 55 ડૉલર અતિમહત્ત્વના લેવલ બન્યા હતા. હવે આગામી સપ્તાહે સોનાચાંદી બજાર(Gold Price Today) કેવું રહેશે? સોનાચાંદીની તેજીને અવરોધતા કયા કારણો છે? આગામી સપ્તાહે ફેડરલ રીઝર્વની(FOMC) બેઠક છે, તેમાં ફેડ રેટમાં વધારો કરાશે? ક્રૂડની કીમતો વધતાં સોનાચાંદી બજાર પર શું અસર થશે? ગોલ્ડ સિલ્વરમાં(Silver Price Today) ખરીદીનું આકર્ષણ કેમ ઘટી ગયું? ટેકનિકલી સોનાચાંદી બજાર કેટલું સ્ટ્રોંગ છે?

જૂઓ વીડિયો….

અમદાવાદ સોનાચાંદી બજારના ભાવ

અમદાવાદ સોનાચાંદી બજારમાં(ચોકસી મહાજન-માણેકચોક) આજે શનિવારે 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 1,48,500 અને ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂપિયા 2,23,000 રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચર 37 ડૉલર વધ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 3,986 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી ઉછળી 4,171 થઈ સપ્તાહને અંતે 4055 ડૉલર બંધ રહ્યું હતું. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 37 ડૉલર(0.92 ટકા)નો સુધારો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં ટેકારૂપી લેવાલી 

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 3,982 ડૉલર થઈ ત્યાં ટેકારૂપી નવી લેવાલીથી ઉછળી 4,166 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,053 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 36 ડૉલર(0.89 ટકા)નો સુધારો દર્શાવે છે.

સિલ્વર ફ્યુચરમાં ભાવ 4 ટકા વધ્યો

સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 55.76 થઈ અને ત્યાં નવી લેવાલીથી ઉછળી 61.27 ડૉલર થઈ સપ્તાહને અંતે 58.49 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 2.17 ડૉલર(3.84 ટકા) સુધારો દર્શાવે છે.

સ્પોટ સિલ્વરમાં નવી લેવાલી

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 55.52 ડૉલર થઈ અને ત્યાં નવી ટેકારૂપી ખરીદી આવતાં ઝડપી વધી 60.93 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 58.19 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના બંધભાવની સરખામણીએ 2.24 ડૉલર(4.00 ટકા)નો સુધારો દર્શાવે છે.

સોનાચાંદીમાં સુધારો આવવાના કારણો

(1) યુએસ ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ખતરનાક બન્યું છે. અમેરિકાના હૂમલા પછી ઈરાને પણ મિડલ ઈસ્ટ દેશોમાં અમેરિકાના બેઝ પર હવાઈ હૂમલા, મિસાઈલ હૂમલા અને ડ્રોન હૂમલા કર્યા છે. ટ્રમ્પે વધુ હૂમલા કરવાની ધમકી આપી દીધી છે. આગામી દિવસોમાં આ જંગ વધુ ભયાનક બની રહેશે. આમ જીઓ પોલિટિકલ ટેન્શન વધતાં સોનાચાંદી બજારમાં(Gold Silver Market) નવી લેવાલીનો અભાવ હતો.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 102 ડૉલરની સપાટી કૂદાવી ગયો હતો. જો કે પાછળથી ઘટ્યો હતો. પણ ક્રૂડના ભાવ વધીને આવતાં હવે મોંઘવારી વધવાની ધારણા મુકાઈ રહી છે. જેને પગલે બેરોજગારી વધે તેમજ સાથે યુએસ અર્થતંત્રનો વિકાસ અટકી જશે. જીડીપી ગ્રોથ ઘટશે. જે ચિંતાનો વિષય છે.

(3)  મોંઘવારી વધશે તો ફેડરલ રીઝર્વને મોનેટરી પૉલીસી વધુ સખ્ત કરવી પડશે. અથવા ફેડ રેટ વધારવો પડે તેવી સ્થિતિ સર્જાશે.

(4) ટ્રેઝરી બોન્ડનું યીલ્ડ વધીને 18 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું જે યીલ્ડ સપ્તાહના મધ્યભાગ પછી ઘટયું હતું. તેમજ ડૉલર વધુ વધીને પછી ઘટ્યો હતો. જેથી ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી.

(5) યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દર સ્થિર રાખ્યા હતા. જે કારણની બજારે અવગણના કરી હતી.

(6) યુએસ જોબલેસ ક્લેઈમ્સ 1,87,000 આવ્યો હતો. જે અનેક દસકો પછી સૌથી નીચા સ્તર પર હતો. યુએસ લેબર માર્કેટના મજબૂત ડેટા પછી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

(7) આગામી સપ્તાહે બુધવારે ફેડરલ રીઝર્વની બેઠક મળશે. જેમા ફેડ રેટમાં વધારો કરે તેવી હવા બજારમાં ફરી રહી છે. જો કે ઘણા બધા માને છે કે ફેડના ચેરમેન કેવિન વોર્શ ટ્રમ્પના સમર્થક છે. જેથી તેઓ ટ્રમ્પને ખુશ કરવા માટે ફેડ રેટ સ્થિર જ રાખશે.

Generated by AI

આગામી સપ્તાહની ઈકોનોમિક ઈવેન્ટ

આગામી સપ્તાહે મંગળવારે જુલાઈ મહિનાનો કન્ઝ્યુમર કોન્ફિડન્સ રીપોર્ટ જાહેર થશે. તેમજ બુધવારે એફઓએમસીની બેઠક છે, જેમાં ફેડરલ રીઝર્વ ફેડ રેટ અંગે નિર્ણય કરશે. તથા ગુરુવારે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાનની મોનેટરી પૉલીસીની જાહેરાત થશે. તદઉપરાંત યુએસ કવાર્ટર ટુ માટે જીડીપી ડેટા અને યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ્સ જાહેર થશે

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ(Gold Silver Market) બે તરફી મોટી વધઘટમાં અથડાશે. જો કે હાલ ફેડ મીટિંગ પહેલા સાવચેતીના મૂડમાં આવ્યું છે. જો કે ગોલ્ડમાં 4,000 ડૉલર અને સિલ્વરમાં 55 ડૉલર એ અતિમહત્ત્વના સપોર્ટ લેવસ બન્યા છે. આ લેવલ તૂટશે તો ભાવમાં ઘટાડો વધુ આગળ વધી શકે છે. અન્યથા ગોલ્ડ 4112 ડૉલર કૂદાવશે તો તેજી આગળ વધશે. સિલ્વરમાં 60 ડૉલર ઉપર તેજી થશે. આગામી સપ્તાહે ફેડ મીટિંગ છે, તેમજ ક્રૂડના કીમતો પર નજર રાખવી પડશે. જે બજારની ચાલ નક્કી કરશે.

You will also like

Leave a Comment