Health Insurance Policy: શું આપ હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાની તૈયારીઓ કરી રહ્યા છો? આટલું ખાસ ધ્યાન રાખજો!

by Gujarati biz news
Health Insurance Policy

Health Insurance Policyનવી દિલ્હી- Health Insurance Policy ખૂબ ઝડપથી બદલાતી જતી દુનિયામાં ખાવા પીવા અને લાઈફસ્ટાઈલની વચ્ચે સારુ સ્વાસ્થ્ય જાળવી રાખવું ખૂબ જ હિતાવહ છે. તેમ છતાં આપની હેલ્થ બગડે અથવા તો આપ માંદા પડો તો તે મેડીકલના ઈમરન્સી ખર્ચને પહોંચી વળવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ ખૂબ મદદગાર સાબિત થાય છે.

બે બાબતોનું ધ્યાન રાખવું

દેશમાં કેટલીય વીમા કંપનીઓ હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા ઓફર કરે છે. ગ્રાહકો પોતાની પસંદના ઈન્શ્યોરન્સ લે છે. પણ આપને ખબર છે કે કોઈપણ કંપનીનો હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન લેતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમાં ખાસ કરીને બે બાબતો જોવાનું ભુલવું જોઈએ નહી. (1) ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો અને (2) ફરિયાદનો દર. આવો આપણે તેના અંગે વિસ્તૃત જાણકારી મેળવીએ.

હેલ્થ ઈન્શ્યોરન્સમાં ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો શું છે?

Health Insurance Policy હેલ્થ ઈન્શ્યોરન્સમાં ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો ખૂબ મહત્ત્વનો હોય છે. તે જે ટકાવારીમાં હોય છે કે કંપની જે ગ્રાહકો અથવા તો જાણવા માંગતા હોય તેમને વીમા કંપની એક નાણાકીય વર્ષમાં આટલા ક્લેઈમ મળ્યા છે અને તેમાં કેટલા ક્લેઈમ સફળતા સાથે સેટલ થયા છે. હેલ્થ ઈન્શ્યોરન્સ ઓફર કરનારી કંપનીઓ માટે વધુમાં વધુ ક્લેઈમ સેટલમેન્ટ રેશિયોનો અર્થ થાય છે કે ક્લેઈમની ચુકવણી કરવામાં શ્રેષ્ઠ રહી છે.

હેલ્થ ઈન્શ્યોરન્સમાં ફરિયાદ દર શું હોય છે?

હેલ્થ ઈન્શ્યોરન્સમાં ફરિયાદ દરની વાત કરીએ તો એક સ્કેલ હોય છે. જે બતાવે છે કે પ્રતિ 10 હજાર ક્લેઈમ અથવા પૉલિસીઓ પર સંબધિત વીમા કંપનીની વિરુદ્ધ ગ્રાહકોએ કેટલી ફરિયાદ નોંધાવી છે. જો કોઈપણ વીમા કંપનીનો ફરિયાદ દર ઓછો હોય તો તેને સીધો અર્થ થાય છે કે ગ્રાહકોનો અનુભવ અને ક્લેઈમ સંભાળવાની પદ્ધતિ શ્રેષ્ઠ છે.

ઈન્શ્યોરન્સ કંપનીઓની સરખામણી

Health Insurance Policy ઈન્શ્યોરન્સ એડવાઈઝરી પ્લેટફોર્મ, ડિટો ઈન્શ્યોરન્સ બે મુખ્ય પદ્ધતિ દ્વારા ઈન્શ્યોરન્સ કંપનીઓની સરખામણી કરવામાં આવે છે. ત્રણ વર્ષના સરેરાશ ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો અને દર 10,000 ક્લેઈમ પર ફરિયાદની સંખ્યા. જે લોકો હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન લેવા માંગે છે તેમણે કંપનીનો આકાર, તેનો પાછલો રેકોર્ડ, પ્રોડક્ટ પોર્ટફોલિયો અને હોસ્પિટલ નેટવર્ક જેવી અન્ય બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ.

(1) હેલ્થ ઈન્શ્યોરન્સ શું છે?

જવાબ- હેલ્થ ઈન્શ્યોરન્સ પૉલિસીધારક અને વીમા કંપની વચ્ચે એક પ્રકારની નાણાકીય સુરક્ષાની વ્યવસ્થા હોય છે. જે જરૂરિયાત અનુસાર અને નિયમ અનુસાર સ્વાસ્થ્ય ઈલાજમાં આર્થિકરૂપથી મદદ કરે છે.

(2) હેલ્થ ઈન્શ્યોરન્સ કેટલા વર્ષનો હોય છે?

જવાબ- હેલ્થ ઈન્શ્યોરન્સ ઓછામાં ઓછા એક વર્ષનો હોય છે.

(3) 436 રૂપિયાનો વીમો કયો છે?

જવાબ- 436 રૂપિયાવાળા વીમો એ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના છે.

(4) 1 વર્ષનો વીમો કેટલા રૂપિયાનો હોય છે?

જવાબ- 1 વર્ષનો વીમો એ સંબધિત કંપની અને કેટલા રૂપિયાના કવરવાળી પૉલિસી લેવા પર નિર્ભર હોય છે.

(5) એક કરોડનો વીમો કેટલા રૂપિયાનો હોય છે?

જવાબ- એક કરોડ રૂપિયાનો વીમો 500 રૂપિયાથી શરૂ થાય છે. સરેરાશની રીતે જોઈએ તો તેનું પ્રિમિયમ મહિને 400 રૂપિયાથી શરૂ કરીને 900 રૂપિયા સુધી થાય છે.  

(6) હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રિમિયમ કેવી રીતે નક્કી થાય છે?

જવાબ- આપ કેટલા રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ લો છો અને આપની કેટલી ઉંમર છે, તે પ્રમાણે પ્રિમિયમની રકમની ગણતરી થતી હોય છે. જેમ કે આપ પાંચ લાખ રૂપિયાના કવર સાથેનો ઈન્શ્યોરન્સ લો છો અને ઉંમરને ધ્યાને લઈને વીમા કંપની તે પ્રમાણે ગણતરી કરીને આપને પ્રિમિયમની રકમ કહે છે. જેમ ઉંમર વધારે તેમ હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રિમિયમ વધારે આવે છે.

You will also like

Leave a Comment