
સરનામાને લઈને ફેરફાર
આવકવેરા વિભાગે નવા નોટિફાય કરેલા(Income Tax Return Form) તમામ ફોર્મ આઈટીઆર 1થી 7માં(ITR 1 to 7) સૌથી મોટો ફેરફાર સરનામાને લઈને કરવામાં આવ્યો છે. ફોર્મના પાર્ટ એમાં જ્યાં ટેક્સ ભરનારની જાણકારી આપવાની હોય છે જેમ કે નામ, પેન કાર્ડ, આધાર નંબર અને સંપર્ક નંબરની જાણકારી માંગવામાં આવતી હોય છે. તેમાં હવે એક નવી કૉલમ જોડવામાં આવી છે.
ITR માં શું હશે નવું?
- ટેક્સમેનના રિસર્ચ અનુસાર અત્યાર સુધીના ફોર્મમાં ફક્ત એક જ એડ્રેસ(સરમાનું), બે મોબાઈલ નંબર અને બે ઈમેલ આઈડી આપવાના હતા.
- એસેસમેન્ટ યર 2026-27ના નવા ફોર્મમાં હવે પ્રાઈમર(મુખ્ય સરનામું) અને સાથે સેકન્ડરી એડ્રેસ(સરનામું) લખવાનું ઓપ્શન આપવામાં આવ્યું છે.
- સાથે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની કૉલમને પણ હવે પ્રાઈમરી અને સેકન્ડરી સંપર્ક જાણકારીની રીતે ઓળખ આપી છે.
પ્રતિનિધિ માટે શું ફેરફાર કરાયો?
જો કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિ તરફથી(Income Tax Return Form) રીટર્ન ફાઈલ કરે છે તો તેને પ્રતિનિધિ કહેવામાં આવે છે. પહેલાના (ITR 2026) ફોર્મમાં પ્રતિનિધિનું નામ, ક્ષમતા, સરનામું અને પેન-આધાર જેવી જાણકારી માંગવામાં આવતી હતી. નવા ફોર્મમાં તેને સરળ કરી દેવામાં આવ્યું છે. હવે પ્રતિનિધિને ફક્ત ત્રણ જાણકારી જ આપવાની રહેશે. જેમાં પ્રતિનિધિનું નામ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપવાનો રહેશે.
કેપિટલ ગેઈનનું વિવિરણ
નવા આઈટીઆર ફોર્મમાં(Income Tax Return Form) ડુઅલ રીપોર્ટિંગની(બમણી જાણકારી) વ્યવસ્થાને હટાવી દેવામાં આવી છે. તેવું એટલા માટે કરવામાં આવ્યું છે કે દરોમાં ફેરફાર માત્ર પાછલા વર્ષ 2024-25 માટે જ હતું. જો કે એસેસમેન્ટ વર્ષ 2026-27ના સંબધમાં પાછલા વર્ષ દરમિયાન વચ્ચે ઈન્કમટેક્સના સ્લેબમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. તેટલા માટે હવે ટ્રાન્સફરમની તારીખના આઘાર પર કેપિટલ ગેઈનનું અલગઅલગ વિવરણ આપવું જરૂરી છે. તેમાં રીપોર્ટિંગના માળખામાં પહેલા કરતાં વધુ સરળ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો….
ADB Outlook 2026: ઈરાન યુદ્ધથી ભારતથી લઈને ચીન સુધી ભારે નુકસાનના ડરની ચેતવણી

