નવી દિલ્હી- ADB Outlook 2026 ક્રૂડ ઓઈલની કીમતોમાં ભારે વધઘટ છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા પછી ક્રૂડના ભાવ સતત વધ્યા છે. આવનારા મહિનામાં જો ક્રૂડના ભાવ સ્થિર નહી થાય તો પુરા એશિયામાં હવે આર્થિક વિકાસની ગતિ ધીમી પડવાનો ડર છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની અસર મેન્યુફેકચરિંગથી લઈને પ્રવાસન ઉદ્યોગો પર પડી રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક(એડીબી)એ ચેતવણી આપી છે કે આ ઘટાડામાં ભારત અને ચીન બાકાત રહેશે નહી.
આર્થિક તેજી અટકી જવાનું અનુમાન
એડીબીએ(ADB Outlook 2026) તેની એશિયન ડેવલપમેન્ટ આઉટલૂક રીપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા-ઈઝરાયલના ઈરાનની સાથે યુદ્ધથી વિકાસશીલ એશિયાના આર્થિક તેજી અટકી જવાનું અનુમાન છે. આ ક્ષેત્રમાં જીડીપી ગ્રોથ 2025ના 5.4 ટકાથી ઘટીને આ વર્ષે 5.1 ટકા રહેવાની ધારણા છે.
તેલની કીમતોમાં ભારે વધઘટ
રીપોર્ટમાં એડીબીએ ટાંક્યું છે કે(ADB Outlook 2026) ઈરાન યુદ્ધ શરૂ થયાના એક સપ્તાહ પછીના સમયમાં આ રીપોર્ટ તૈયાર કરાયો હતો. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું હતું, તે પછી અનુમાન રજૂ કરાયું હતું. તેમજ સ્થિતિ હજી પણ અસ્થિર બનેલી છે. યુદ્ધ સાથે જોડાયેલી દરરોજની ઘટનાઓને આધારે તેલની કીમતોમાં ભારે વધઘટ નોંધાઈ રહી છે.
મોંઘવારી વધશે
એડીબીના પ્રમુખ માસાતો કાંડાએ અહેવાલમાં કહ્યું છે કે વિકાસશીલ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની આર્થિક પ્રગતિની સામે એક સૌથી મોટો પડકાર છે. જો કે આ ક્ષેત્ર પર યુદ્ધની સીધી અસર મર્યાદિત છે. પણ ઉર્જાના(ઈંધણ) અને અન્ય વસ્તુઓની વધતી કીમતોની અસર પડશે. તેનાથી મોંઘવારી વધશે અને નાણાકીય સ્થિતિઓ વધુ મુશ્કેલ બનતી જશે.
ચીનનો આર્થિક વિકાસ દર ઘટશે
ચીનનો આર્થિક વિકાસ દર 2025માં 5 ટકાથી ઘટીને હવે આ વર્ષે 4.6 ટકા રહે તેવી ધારણા છે. એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં વપરાશ અને વેચાણ પણ નબળી રહેવાની આશા છે.
ભારતનો જીડીપી ગ્રોથ ઘટશે
તેમજ બહારના પડકારોને કારણે ભારતનો આર્થિક વૃદ્ધિદર પાછલા વર્ષના 7.6 ટકાથી ઘટીને 2026ના વર્ષમાં 6.9 ટકા રહેવાનું અનુમાન છે. જો કે મજબૂત કન્ઝમ્પ્શનને કારણે કેટલોક સહારો મળી શકે છે. એડીબીના કહેવા અનુસાર વિકાસશીલ દક્ષિણ પૂર્વ એશિયાની આર્થિક વૃદ્ધિ દર મોટેભાગે સ્થિર રહેવાનું અનુમાન છે. એડીબીએ આ ક્ષેત્રની કેટલીક અર્થવ્યવસ્થાઓને વિકાસસીલ કેટેગરીમાંથી હટાવીને હવે વિકસિત શ્રેણીમાં સામેલ કરી લેવામાં આવી છે.
વિકસિત દેશોનો ગ્રોથ પણ ઘટશે
એડીબીનું અનુમાન છે કે(ADB Outlook 2026) હોંગકોંગ, જાપાન, સિંગાપોર અને તાઈવાનમાં આર્થિક સુસ્તીના કારણે એશિયા અને પ્રશાંત ક્ષેત્રની વિકસિત અર્થવ્યવસ્થાઓના ગ્રોથની ગતિ પાછલા વર્ષ 2.5 ટકાથી ઘટીને 2026માં 2.2 ટકા રહેશે.
મોંઘવારી વધુ વધશે
તે ઉપરાંત એડીબીએ એવુ પણ અનુમાન રજૂ કર્યું છે કે વિકાસશીલ એશિયામાં મોંઘવારી દર 2025ના 3 ટકાની સામે વધીને આ વર્ષે 2026 3.6 ટકા રહેશે. તેનું મુખ્ય કારણ ક્રૂડના વધતાં જતા ભાવ. કૃષિ ઉત્પાદનની પડતર અને ખાદ્ય પદાર્થોની કીમતમાં વધારો થવાની આશંકા છે. કારણ કે આ ક્ષેત્રમાં ઉર્વરકો અન યુરિયાની સાથે એમોનિયા સહિત અન્ય સંબધિત ઈનપુટનું સપ્લાય મિડલ ઈસ્ટ પર નિર્ભર છે.
સેમીકંડકટરના ઉત્પાદન પર અસર
એડીબીના આઉટલૂક(ADB Outlook 2026) અનુસાર ઈરાન યુદ્ધથી સેમીકંડકટર ઉત્પાદન પર પણ અસર પડવાની સંભાવના છે. ચિપ મેન્યુફેચરિંગ માટે જરૂરી હિલિયમ, સલ્ફર અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો જેવા અગ્રણી ઈનપુટનો સપ્લાય પર અસર પડી શકે છે. તેમજ એડીબીએ આગળ નોંધ્યું છે તે યુદ્ધને કારણે ગ્લોબલ યાત્રા ઠપ થશે, જેને નેગેટિવ અસર અર્થવ્યવસ્થાઓ પર પડશે. ઈરાન યુદ્ધથી એશિયાઈ અર્થવ્યવસ્થાઓ પર નેગેટિવ જોખમ પેદા થઈ રહ્યું છે. પરંતુ એડીબીએ આક્રમક ધીરાણ નીતિમાં કડક વલણ અને મુલ્ય નિયંત્રણની વિરુદ્ધ ચેતવણી ઉચ્ચારી છે.
આ પણ વાંચો….
Islamabad talk failed: અમેરિકા ઈરાન વચ્ચેની વાતચીત કેમ નિષ્ફળ ગઈ? શું હવે ફરી યુદ્ધ એ જ વિકલ્પ….

