Money Double Scheme: પોસ્ટ ઓફિસની પૈસા બમણા કરી આપતી ગેરંટીવાળી યોજના

by Gujarati biz news
Money Double Scheme

Money Double Schemeઅમદાવાદ- Money Double Scheme સુરક્ષિત રોકાણ અને વધુ વળતરવાળી બચત યોજનાઓની વાત આવે ત્યારે પોસ્ટ ઓફિસની(Indian Post Office) ઘણી બધી બચત યોજનાઓ છે, કે જેમાં કરાયેલ નાનુ નાનું રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે અને તેથી તે ઝીરો રિસ્ક સ્કીમ(યોજના) કહેવાય છે. નાના બાળકોથી માંડીને સીનીયર સિટીઝનોથી લઈને મહિલાઓ સુધી તમામ લોકો માટે પોસ્ટ ઓફિસ અનેક સ્કીમો ચલાવે છે અને લોકો તેમાં રોકાણ પણ કરે છે.  એમાંની એક મની ડબલ સ્કીમ છે, જેનું નામ કિસાન વિકાસ પત્ર(Kisan Vikash Patra) યોજના છે. જેમાં ફક્ત 115 મહિનામાં રૂપિયા ડબલની ગેરંટી મળે છે.

સૌથી વધુ લોકપ્રિય સ્કીમ

પોસ્ટ ઓફિસની યોજનામાં રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખૂદ સરકાર આપે છે. તેનો અર્થ એ થયો કે તે બિલકુલ રિસ્ક ફ્રી છે.(Money Double Scheme )પૈસા ડબલ કરનારી કિસાન વિકાસ પત્ર યોજના(Kisan Vikash Patra Scheme – KVP) માં તમને ગેરંટેડ રીટર્ન મળે છે અને તેના બેનિફિટને કારણે આ પોસ્ટઓફિસની સૌથી લોકપ્રિય સ્કીમમાંની એક છે. જે સુરક્ષિત યોજનાઓમાં અને સૌથી વધુ સારુ રીટર્નની શોધ કરી રહ્યો હોય તો આ સ્કીમમાં કરેલ રોકાણ બમણું થઈ શકે છે. અને તેમાં 9 વર્ષ 7 મહિના એટલે કે 115 મહિનાનો સમય લાગે છે.

હાલ 7.50 ટકા વ્યાજ 

પોસ્ટ ઓફિસની મની ડબલ સ્કીમમાં(Money Double Scheme )સરકાર તરફથી તગડુ વ્યાજ પણ ઓફર કરાયું છે. જે હાલ 7.50 ટકા છે. પોસ્ટ ઓફિસની(KVP Scheme)માં રોકાણ પર વ્યાજદર વાર્ષિક આધાર પર આપવામાં આવે છે. આ સ્કીમમાં મેચ્યોરિટી પીરિયડની વાત કરીએ તો તે 115 મહિનાની છે.

વધુ રોકાણની કોઈ મર્યાદા નહી

પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર(Kisan Vikash Patra) સ્કીમ આપના રૂપિયા ડબલ બેનિફિટને કારણે લોકપ્રિય છે. આ સરકારી યોજના અનુસાર રોકાણકાર ઓછામાં ઓથા 1,000 રૂપિયાથી પોતાનું ખાતુ ખોલાવી શકે છે અને પછી રોકાણ કરી શકે છે. જ્યારે વધુમાં વધુ રોકાણ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે ગમે ચાહો તેટલી રકમનું રોકાણ કરી શકો છો અને તેના આધાર પ તમે ફાયદો પણ વધુ લઈ શકો છો.

10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામે લઈ શકાય

આ સરકારી યોજનામાં કોઈપણ વ્યક્તિ ગમે તેટલા કેવીપી એકાઉન્ટ ખોલાવી શકે છે. તેનો અર્થ એવો થાય છે કે કોઈ મર્યાદા નક્કી કરી નથી. કોઈ રોકાણકાર બે ખાતા ખોલાવવા હોય તો ખોલાવી શકે છે અથવા તેનાથી વધુ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. તેની સાથે રોકાણકાર સીંગલ અને ડબલ બન્ને ખાતા ખોલાવી શકે છે. યોજનાને લઈને 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામ પર આ કિસાન વિકાસ પત્ર લઈ શકાય છે.

કેવીપી સ્કીમની ગણતરી

પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમમાં પૈસા બમણાની ગણતરી કરીએ તો જો આપે આ સ્કીમમાં રૂપિયા 5 લાખ રૂપિયાનું એક જ હપતામાં રોકાણ કર્યું છે તો સરકાર તરફથી આપવામાં આવતું વાર્ષિક 7.5 ટકા વ્યાજને ગણતરીમાં લઈએ તો પ્રથમ વર્ષે રૂપિયા 5 લાખની મુદ્લ પર વ્યાજ રૂપિયા 37,500 થાય છે. આ રકમા આગામી વર્ષ માટે તેની મૂળ રકમમાં ઉમેરીએ તો રૂ.5,37,500 થાય છે. બીજા વર્ષે તમારી આ રકમ પર 7.50 ટકા વ્યાદ મળશે. જે રૂ.40,312 થશે. તેને તમારી રકમમાં ઉમેરીએ તો રૂ.5,77,812 થશે. આવી રીતે દર વર્ષે તમારી મુદ્દલ પર વ્યાજ ઉમેરતા જઈએ તો 9 વર્ષ 7 મહિનામાં ગણતરી કરીએ તો આ રકમ 10 લાખ થશે એટલે કે ડબલ થયા.

ચક્રવૃદ્ધિ વ્યાજ

આ સ્કીમમાં ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. વ્યાજ પર વ્યાજ મળે છે. એટલે તે રકમ ઝડપથી બમણી થાય છે. જો તમે 10 લાખનું રોકાણ કરો તો 20 લાખ થશે અને 20 લાખનું એક સાથે રોકાણ કરો.

You will also like

Leave a Comment