
15 મે પછી સતત વધારો
ચાર વર્ષ સુધી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહ્યા પછી હવે તેલ કંપનીઓ 15 મે, 2026 પછી ઈંધણના ભાવમાં(Petrol Diesel Price Hike) સતત વધારો કરી રહી છે. અત્યાર સુધીમાં ઓઈલ કંપનીઓએ ચાર વખત વધારો કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટરે રૂપિયા 7નો વધારો કરી નાંખ્યો છે.
ભાવમાં મોટો વધારો
પેટ્રોલ ડીઝલના ભાવમાં સોમવારે કરેલા વધારા પર નજર કરીએ તો ઓઈલ કંપનીઓએ પેટ્રોલની કીંમતમાં રૂપિયા 2.61 અને ડીઝલની કીમતમાં રૂપિયા 2.71નો વધારો જાહેર કર્યો છે. તે પછી રાજધાની દિલ્હીમાં ડીઝલનો ભાવ વધીને રૂપિયા 95.20 થયો છે. અને પેટ્રોલનો ભાવ વધીને રૂપિયા 102.12 થયો છે.
ઓઈલ કંપનીઓએ ધીમે ધીમે બોજો વધાર્યો
છેલ્લા 10 દિવસમાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા(Petrol Diesel Price Hike) પર એક નજર કરીએ તો ઓઈલ કંપનીઓએ એક જ ખૂબ મોટો વધારો કરવાનો બદલે વર્ષ 2022ના માર્ચ એપ્રિલના મહિનાની જેમ ધીમે ધીમે વધારો કરવાની ફોર્મ્યુલા અપનાવી છે. દેશમાં ચાર વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવાનો સતત ચાલુ રહ્યું છે.(Petrol Diesel Price Hike) 15 મેના રોજ રૂપિયા 3, તે પછી 19 મેના રોજ 90 પૈસાનો વધારો કરાયો હતો. ત્રીજી વખતમાં 23 મેના રોજ રૂપિયા પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો કરાયો હતો. હવે આ ચોથો મોંઘવારીનો ડોઝ આવ્યો છે.
દિલ્હીમાં નવા ભાવ
આજે સામવારે નવા વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની ઉપર નીકળી ગયો છે. પેટ્રોલની કીમત દિલ્હીમાં રૂપિયા 102.12 અને ડીઝલનો આજનો ભાવ રૂપિયા 95.20 થયો છે.
કોલકાતામાં નવો ભાવ
તે ઉપરાંત કોલકાતામાં પેટ્રોલની કીમત પ્રતિલીટરે 113.51 અને ડીઝલની કીમત પ્રતિલીટરે રૂપિયા 99.82 પહોંચી ગઈ છે.
મુંબઈમાં નવો ભાવ
મુંબઈમાં નવા ભાવ જોઈએ તો પેટ્રોલની કીમત વધીને પ્રતિલીટરે રૂપિયા 111.21 થયો છે અને ડીઝલની કીમત પ્રતિલીટરે રૂપિયા 97.83 થયો છે.
ચેન્નઈમાં ભાવ વધારો
તેવી જ રીતે ચેન્નઈમાં પેટ્રોલનો નવો ભાવ 107.77 અને ડીઝલનો ભાવ રૂપિયા 99.55 થયો છે.
અમદાવાદમાં પેટ્રોલ રૂ. 101
પેટ્રોલ ડીઝલના નવા ભાવ વધારા પછી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટરે રૂપિયા 101.83 થયો હતો અને ડીઝલનો ભાવ પ્રતિલીટરે રૂપિયા 97.92 રહ્યો હતો.

