અમદાવાદ- આઈપીઓમાં(IPO) રોકાણ કરતાં રોકાણકારો માટે ગુડ ન્યૂઝ છે. દિવાળી પછી 16 નવેમ્બર,2026થી શરૂ થતાં સપ્તાહમાં ત્રણ નવા આઈપીઓ ખૂલી રહ્યા છે. જેમાં ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન, મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ અને વાટરાના રેન્ટલ્સના પબ્લિક ઈસ્યૂ(Public Issue) સામેલ છે.
બે આઈપીઓ મેઈનબોર્ડના
નવા આવી રહેલા ત્રણ આઈપીઓમાં બે આઈપીઓ મેઈનબોર્ડમાં(Mainboard) છે અને એક આઈપીઓ એસએમઈ(SME) છે. તે ઉપરાંત આગામી સપ્તાહે શેરબજારમાં(Stock Market India) કોઈ નવું લિસ્ટીંગ થવાનું નથી. ત્રણ કંપનીઓના આઈપીઓ અંગે વિસ્તારપૂર્વક જાણીએ….
ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન આઈપીઓ
ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનનો(Crystal Crop Protection) આઈપીઓ 18 નવેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખૂલશે. રોકાણકારોને આ 455.49 કરોડ રૂપિયાના ઈસ્યૂમાં 20 નવેમ્બર સુધી રોકાણ કરવાની તક મળશે. ઈસ્યૂમાં 100.71 કરોડ રૂપિયાના 37.03 લાખ શેર ઓફર ફોર સેલ(OFS) રહેશે સાથે 354.77 કરોડ રૂપિયાના 1.31 કરોડ નવા શેર ઈસ્યૂ દ્વારા અપાશે.
લોટ સાઈઝ 55 શેરની
તેની પ્રાઈઝ બેન્ડ 259-272 રૂપિયા પ્રતિશેર રાખવામાં આવી છે, અને લોટ સાઈઝ 55 શેરની છે. તેનું એલોટમેન્ટ 23 નવેમ્બરે ફાઈનલ થઈ શકે છે, તેમજ તેનું લિસ્ટીંગ 26 નવેમ્બરના રોજ બીએસઈ(BSE) અને એનએસઈ(NSE) પર થશે. રવિવારે ગ્રે માર્કેટમાં 23 રૂપિયા(8 ટકા)નું પ્રિમિયમ બોલાતું હતું.
મહાનદી કોલ્ડફિલ્ડ્સ આઈપીઓ
મહાનદી કોલફિલ્ડ્સ(Mahanadi Coalfields) આઈપીઓમાં નવા શેર ઈસ્યૂ થવાના નથી. આ પબ્લિક ઈસ્યૂમાં 66.18 કરોડ શેરનું ફક્ત ઓફર ફોર સેલ રહેશે. સરકારી કંપની કોલ ઈન્ડિયાની સબ્સિડ્યરી મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડનો ઈસ્યૂ 19 નવેમ્બરના રોજ ઓપન થશે અને તેમાં 23 નવેમ્બર સુદી રોકાણ કરી શકાશે.
25 નવેમ્બરે એલોટમેન્ટ
આ ઈસ્યૂમાં હજી પ્રાઈઝ બેન્ડ નક્કી થઈ નથી. સાથે આઈપીઓની સાઈઝ પણ નિશ્ચિત કરાઈ નથી. ઈસ્યૂ ક્લોઝ થયા પછી તેનું એલોટમેન્ટ 25 નવેમ્બરના રોજ થશે અને તેનું લિસ્ટીંગ 27 નવેમ્બરે બીએસઈ અને એનએસઈ પર થઈ શકે છે.
વાટરાના રેન્ટલ્સ આઈપીઓ
વાટરાના રેન્ટલ્સ(Watrana Rentals) 120.10 કરોડ એકઠા કરવા ઈચ્છે છે. તેનો પબ્લિક ઈસ્યૂ 19 નવેમ્બરના રોજ ખૂલશે અને 23 નવેમ્બરે બંધ થશે. તેમાં ફક્ત 49.02 લાખ નવા શેર ઈસ્યૂ થશે. તેની પ્રાઈઝબેન્ડ 232-245 રૂપિયા પ્રતિશેર રહેશે અને લોટસાઈઝ 600 શેરની રહેવાની છે. તેનું એલોટમેન્ટ 25 નવેમ્બરે ફાઈનલ થવાની ધારણા છે. કંપની 27 નવેમ્બરે એનએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટીંગ કરાવી શકે છે. આ એસએમઈ પ્લેટફોર્મનો આઈપીઓ છે.
નોંધ- અત્રે સમાચાર દ્વારા જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો છે. અમે રોકાણ કરવાની કોઈપણ પ્રકારની સલાહ આપતાં નથી. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.
આ પણ વાંચો….
નફારૂપી વેચવાલીથી શેરબજારનો સેન્સેક્સ 318 પોઈન્ટ ઘટ્યો, આગામી સપ્તાહે તેજી આગળ વધશે?

