Stock Market India: સેન્સેક્સમાં લૉ લેવલથી 540 પોઈન્ટની રીકવરી, કાલે તેજી આગળ વધશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં શરૂના ઘટાડા પછી ઉછાળો આવ્યો હતો. લો લેવલથી નવું બાઈંગ આવ્યું હતું, પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 286 પોઈન્ટ વધી 77,656 બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં લો લેવલથી 540 પોઈન્ટની રીકવરી હતી. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 115 પોઈન્ટ ઉછળી 24,334 બંધ થયો હતો. જો કે બેંક નિફ્ટી(Bank Nifty) 11 પોઈન્ટ ઘટી 57,514 બંધ હતો. લો લેવલ પર નવું બાઈંગ આવવા પાછળ કયા ફેકટર? ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે? કાલે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? તેજી આગળ વધશે? શેરબજારમાં(Share Market India) તેજી માટે કયા બે ફેક્ટર અતિમહત્ત્વના રહેશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 286 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 77,295ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો, શરૂમાં વેચવાલી ચાલુ રહેતા ઘટી 77,125 થઈ અને ત્યાં લો લેવલ પર નવું બાઈંગ આવતાં ઝડપી ઉછળી 77,666 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,656.09 બંધ રહ્યો હતો. ગઈકાલના બંધની સરખામણીએ સેન્સેક્સમાં 286 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. લો લેવલથી જોઈએ તો 540 પોઈન્ટની રીકવરી આવી હતી.

નિફ્ટી 115 પોઈન્ટ ઉછળ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) સવારે 24,175ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વેચવાલીથી વધુ ઘટી 24,115 થઈ અને ત્યાં લો લેવલ પર શોર્ટ કવરીંગ થતાં ઝડપી ઉછળી 24,334 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,334.55 આજના હાઈ લેવલ પર જ બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 115.50ની મજબૂતી દર્શાવે છે.

શોર્ટ કવરીંગથી ઝડપી સુધારો આવ્યો

આજે મંગળવારે નિફ્ટીની વીક્લી એક્સપાયરી હતી. સવારે બજાર નીચા મથાળે ગેપમાં જ ખૂલ્યું હતું અને શરૂમાં વધુ વેચવાલી નીકળતાં વધુ ઘટ્યું હતું. જો કે બપોરે બ્લૂચિપ સ્ટોકમાં લો લેવલ પર નવું બાઈંગ અને શોર્ટ કવરીંગ આવતાં ઝડપી સુધારો જોવાયો હતો. કન્ઝ્યુમર ડયુરેબલ, ઈન્ફ્રા, આઈટી, મીડિયા, ફાર્મા અને પીએસયુ બેંક શેરોમાં નવી લેવાલીથી મજબૂતી આગળ વધી હતી, જ્યારે એનર્જિ, મેટલ અને પ્રાઈવેટ બેંકોમાં વેચવાલીથી નરમાઈ હતી. આજે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1.90 લાખ કરોડનો વધારો થયો હતો.

રીકવરી આવવાના પોઝિટિવ કારણો

(1) યુએસએ દ્વારા ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેની સામે ઈરાને અમેરિકાને વળતો જવાબ આપવાની વાત કરી છે. જેથી સવારે ભારતીય શેરબજારમાં વેચવાલી આવી હતી, પણ વિશ્વના બીજા દેશોના સ્ટોક માર્કેટ પર તેની કોઈ અસર જોવા મળી નથી, જેથી ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી સુધારો આવ્યો હતો.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો જોવાયો હતો. બ્રેન્ટ ક્રૂડ 2.75 ડૉલર ઘટી 89.45 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 2.60 ડૉલર ઘટી 82.41 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ ક્રૂડના ભાવ એક સપ્તાહની નીચી સપાટીએ હતા, જેથી ભારતીય શેરબજારમાં ઘટાડે નવી લેવાલી આવી હતી.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 34 પૈસા વધી 95.41 પર રહ્યો હતો. રૂપિયો મજબૂત થતાં શેરોમાં નવું બાઈંગ આવ્યું હતું.

(4) એફઆઈઆઈએ 24 ઓગસ્ટે નેટ રૂપિયા 1181 કરોડની ખરીદી કરી હતી. તેમજ સ્થાનિક નાણાં સંસ્થાઓએ 2493 કરોડની ખરીદી કરી હતી. આમ ચોતરફા ખરીદીથી શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ

મીડકેપ ઈન્ડેક્સ સતત બીજા દિવસે 345 પોઈન્ટ વધ્યો હતો. જો કે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ માત્ર 20 પોઈન્ટ માઈનસ હતો. તેમછતાં એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1672 શેરના ભાવ વધ્યા હતા સામે 1843 શેરના ભાવ ઘટ્યા હતા.

104 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર

આજે મંગળવારે 120 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 94 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 101 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી, તો સામે 104 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

અદાણી એન્ટરપ્રાઈઝ(3.72 ટકા), મેક્સ હેલ્થ(2.57 ટકા), એપોલો હોસ્પિટલ(2.15 ટકા), ઈન્ડિગો(2.01 ટકા) અને અદાણી પોર્ટ(1.83 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

એચડીએફસી લાઈફ(1.13 ટકા), સિપ્લા(1.11 ટકા), ઓએનજીસી(1.08 ટકા), કોલ ઈન્ડિયા(0.71 ટકા) અને હિન્દાલકો(0.70 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

આજે લો લેવલથી રીકવરી પછી ટેકનિકલ લેવલ મજબૂત થયા છે. નિફ્ટીમાં 24,200 અને સેન્સેક્સમાં 77,200ના સપોર્ટ લેવલ નીચે ગયા પછી નવું બાઈંગ આવ્યું અને આ સપોર્ટ લેવલની ઉપરના કલોઝિંગ આવ્યા છે. જે દર્શાવે છે કે માર્કેટ મજબૂત છે. બીજી તરફ હવે નિફ્ટીમાં 24,500 અને સેન્સેક્સ 77,800ના રેઝિસ્ટન્સ લેવલને ક્રોસ કરવાના રહે છે. જો આ રેઝિસ્ટન્સ લેવલ કૂદાવી જશે તો સારી તેજી થશે. અન્યથા ઈરાન-અમેરિકા વચ્ચે તંગદિલી વધી છે એટલે કે જીઓ પોલિટિકલ ટેન્શન વધ્યું છે. તેમજ ક્રૂડના ભાવમાં વધારો, આ બે ફેક્ટર પર શેરબજારની ભાવી ચાલ નિર્ભર રહેશે. જેથી આ બે ન્યૂઝ પર ધ્યાન રાખવું પડશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment