
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 117 પોઈન્ટ પ્લસ બંધ
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 74,806ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 74,529 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 75,406 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 75,318.39 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 117 પોઈન્ટનો સુધારો દર્શાવે છે. ઈન્ટ્રાડેમાં સેન્સેક્સ લો લેવલથી 877 પોઈન્ટની જબરજસ્ત રીકવરી જોવા મળી હતી.
નિફ્ટી 41 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,457ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ તૂટી 23,397 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 23,690 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,659 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 41 પોઈન્ટનો સુધારો દર્શાવે છે.
હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી
આજે બુધવારે શેરબજાર શરૂના ઘટાડા પછી શાનદાર રીકવરી જોવા મળી છે. નવી લેવાલી નીકળી છે. ખાસ કરીને ઓઈલ, ગેસ, ઓટોમોબાઈલ અને પાવર સેક્ટરના શેરોમાં નવી ખરીદી આવી હતી. તેમજ રિલાયન્સ, હિન્દાલકો, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી આવી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઝડપથી ઉછળ્યા હતા.
નેગેટિવ કારણો
(1) આજે સવારે અમેરિકન સ્ટોક માર્કેટની નરમાઈને પગલે એશિયાઈ સ્ટોક માર્કેટ માઈનસ હતા, બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં જ ખુલ્યા હતા. ત્યાર પછી યુરોપિયન સ્ટોક માર્કેટમાં સુધારો આવ્યો હતો. જો કે તેની ભારતીય શેરબજાર પર સવારે નેગેટિવ થઈ હતી, પણ પાછળ તે કારણ ડિસ્કાઉન્ટ થયું હતું.
(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ તૂટીને 96.96ની નવી રેકોર્ડ લો બનાવી હતી. આજે તે 28 પૈસા તૂટી 96.81 પર ટ્રેડ કરતો હતો. આ ફેકટર પણ શેરબજારે ડિસ્કાઉન્ટ કર્યું હતું.
(3) એફઆઈઆઈએ ત્રણ ટ્રેડિંગ સેશનમાં બાય કર્યા પછી 19 મેના રોજ એફઆઈઆઈએ રૂપિયા 2,457 કરોડનું નેટ સેલ કર્યું હતું.
હવે પોઝિટિવ કારણો
(1) જીઓ પોલિટિકલ ચિંતા ઓછી થઈ છે. ઈરાન સાથે શાંતિ મંત્રણા કરવા પર વધુ ભાર અપાઈ રહ્યો છે. હવે હોર્મુઝ ખોલવાની દિશામાં ચક્રો ગતિમાન થયા છે. આજે જ ચીનના બે ઓઈલ ટેન્કરો હોર્મુઝમાંથી પસાર થયા છે. હવે ઈરાન સાથે યુદ્ધનું ટેન્શન હળવું થયું છે. આથી શેરબજારમાં નવી લેવાલી આવી હતી.
(2) વેલ્યૂ બાઈંગ આવ્યું છે. આ સપ્તાહના છેલ્લા બે દિવસથી દરેક ઘટાડે બ્લુચિપ સ્ટોકમાં વેલ્યૂ બાઈંગ આવે છે. નેગેટિવ ફેક્ટર વચ્ચે પણ નવી ખરીદી આવે છે. જે બતાવે છે કે ઈન્વેસ્ટરોને હજી ભારતીય શેરબજાર પર વિશ્વાસ છે કે તેજી આગળ વધશે.
(3) ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ થયું છે. નિફ્ટી 23,300નું સપોર્ટ લેવલ તોડતું નથી. આ મથાળે બજાર આવે છે ને બાઈંગ આવી જાય છે.
મીડકેપ ઈન્ડેક્સ પ્લસ
આજે મીડકેપ ઈન્ડેક્સ 301 પોઈન્ટ પ્લસ હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 7 પોઈન્ટ સુધર્યો હતો. જેને પગલે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 1722 શેરના ભાવ વધ્યા હતા અને 1543 શેરના ભાવ ઘટ્યા હતા.
ટોપ ગેઈનર્સ
હિન્દાલકો(3.50 ટકા), રીલાયન્સ(2.84 ટકા), બજાજ ઓટો(2.52 ટકા), ગ્રાસિમ(1.63 ટકા) અને ટ્રેન્ટ(1.07 ટકા)
ટોપ લુઝર્સ
બીઈએલ(2.27 ટકા), ટેક મહિન્દ્રા(1.92 ટકા), ઈટરનલ(1.50 ટકા), તાતા સ્ટીલ(1.09 ટકા) અને એસબીઆઈ લાઈફ(1.08 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી દરેક ઘટાડે નવી લેવાલી આવી રહી છે. અને માર્કેટ ઘટ્યા મથાળેથી ઝડપી રીકવર થાય છે. આથી હવે નિફ્ટીમાં 23,300નું અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ બની ગયું છે. જો આ લેવલ તૂટે તો જ નરમાઈ આવશે. અન્યથા હાલ 23,300ના સ્ટોપલોસે ખરીદી કરી શકાય. ઉપરમાં 23,800નું રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો નિફ્ટી ઉછળીને 24,000 અને તેની ઉપર 24,200 થઈ શકે છે. તેવી જ રીતે સેન્સેક્સમાં 74,100નું મહત્ત્વનું સપોર્ટ લેવલ આવે છે, અને ઉપરમાં 75,900 કૂદાવશે તો તેજી થશે. હાલ શેરબજાર બેઉની વચ્ચે આવીને ઉભું છે.

