Akshaya Tritiya 2026: અખાત્રીજના દિવસે સોનું નહી તો બીજી સસ્તી વસ્તુઓ ખરીદો, મળશે શુભ ફળ

by Gujarati biz news
Akshaya Tritiya 2026
Akshaya Tritiya 2026

Generated by AI

અમદાવાદ- Akshaya Tritiya 2026 હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા 19 એપ્રિલને રવિવારે આવી રહી છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો શુભ દિવસ એ વણજોયું મુહૂર્ત મનાય છે. તે દિવસે કોઈપણ કરેલ કાર્ય શુભ થાય છે, તે અક્ષય રહે છે અને અનેકગણું ફળ આપે છે. એટલા માટે અખાત્રીજના દિવસે સોનું ચાંદી ખરીદવા શુભ હોય છે. આ દિવસે કરેલી સોના ચાંદી ખરીદી અખંડ રહે છે.

સોનાચાંદીના ભાવ ખૂબ ઊંચા છે

જો કે દરેક વ્યક્તિ માટે સોનું ચાંદી ખરીદવું સરળ હોતું નથી. એટલે કે સોના ચાંદીના ભાવ ગત વર્ષ અનેક ગણા ઊંચા છે. જેથી સામાન્ય માનવી સોનું ચાંદી ખરીદી શક્તા નથી. એટલા માટે(Akshaya Tritiya 2026) અખાત્રીજના દિવસે આપ વધુ ખર્ચ કર્યા વગર આ દિવસને ખાસ બનાવી શકો છો. કેટલીક સસ્તી અને રોજબરોજમાં ઉપયોગમાં આવતી કેટલી ચીજવસ્તુઓ ખરીદવી પણ એટલી જ શુભ મનાય છે. તો આવો આપણે જાણીએ કે અક્ષય તૃતીયાના દિવસે એવી કઈ ચીજવસ્તુ ખરીદવી જોઈએ.

માટીની ચીજવસ્તુઓ ખરીદવી

અક્ષય તૃતીયાના(Akshaya Tritiya 2026) શુભ દિવસે માટીનો ઘડો અને દીવો ખરીદવો સારો મનાય છે. જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં શાંતિ રહે છે.

તાંબાના વાસણ

તાંબાને પણ શુભ ધાતું માનવામાં આવે છે. આ દિવસે તાંબાનો લોટો અથવા વાસણ ખરીદવા શુભ મનાય છે.

હળદર અને ચોખા

હળદર અને ચોખા પૂજાના કામમાં આવતાં હોય છે. જેથી તે શુભનું પ્રતિક છે. અક્ષય તૃતીયાના દિવસે હળદર અને ચોખા ખરીદીને ઘરમાં લાવવાથી શુભ ફળ મળે છે.

આખા ધાણા

અક્ષય તૃતીયાના(Akshaya Tritiya 2026) દિવસે આખા ધાણા ખરીદવા પણ ખૂબ શુભ છે, અને તે શુભતાનું પ્રતિક છે. તેને ધન અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. લક્ષ્મી પૂજા કે ધનતેરસના દિવસે કે પછી નવા ઘરમાં કળશ મુકો ત્યારે ગોળ ધાણાનો પ્રસાદ બનાવાય છે. સગાઈમાં પણ ગોળ ધાણા ખાવાનો રીવાજ છે.

લાલ કપડા અને રૂ

લાલ કપડું અને રૂનો પણ પૂજામાં ઉપયોગ થાય છે. તેને ખરીદવું શુભ ફળ આપનાર છે.

દાન પુણ્ય

જો તમે કાંઈ ખરીદી નથી શકતા તો આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું પણ એટલું જ ઉત્તમ ગણાય છે. તેનાથી મન પ્રફુલ્લિત થાય છે અને દાન લેનાર ગરીબ કે બ્રાહ્મણ આશીર્વાદ આપે છે. દાન પુણ્યનું મહત્ત્વ સવિશેષ છે, અખાત્રીજના દિવસે કરેલ દાનથી આપના ઘરમાં પોઝિટિવ ઉર્જાનું સર્જન કરે છે.

આ પણ વાંચો….

Akshaya Tritiya 2026: શુભ દિવસે બની રહ્યો છે ખાસ યોગ, આ રાશિઓને લાભ મળશે!

You will also like

Leave a Comment