નવી દિલ્હી- US- India Trade Deal ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાની વેપાર સમજૂતિ(ટ્રેડ ડીલ) લગભગ પુરી થઈ ગઈ છે. બન્ને પક્ષો આ ડીલને પૂર્ણ કરવાની બિલકુલ નજીક પહોંચી ગયા છે. આ દાવો ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે(USA Ambassador Sergio Gor) કર્યો છે.
આગામી સપ્તાહે ટ્રેડ ડીલ પર સહી થશે?
તેમનું કહેવું છે કે ફકત એક ટકો જ વાતચીત બાકી રહી છે. બન્ને પક્ષે વાતચીતને અંતિમ સ્વરૂપ આપવા માટે ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. એટલા માટે આગામી સપ્તાહે આ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે.(US- India Trade Deal) આ વાત સર્જિયો ગોરે યુએસ-ઈન્ડિયા ટ્રસ્ટ ઈનિશિએટિવના એક કાર્યક્રમ દરમિયાન ભારતીય ટેકનોલોજીઝ સંસ્થાન(આઈઆઈટી) દિલ્હીમાં કહી હતી.
1 જૂને અમેરિકી પ્રતિનિધિ મંડળ આવી રહ્યું છે
USA Ambassador Sergio Gor સર્જિયો ગોરે કહ્યું છે કે દેશના મુખ્ય ચર્ચા કરનારના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ 1થી 4 જૂન સુધી ભારતમાં રહેશે, જેથી ટ્રેડ ડીલ અંગેની ચર્ચા આગળ વધારી શકાય અને ફાઈનલ ટ્રેડ ડીલ(US- India Trade Deal) સુધી પહોંચી શકાય. આ પ્રવાસ આ વર્ષની શરૂઆતમાં વોશિગ્ટનમાં બન્ને દેશોના અધિકારીઓની વચ્ચે થયેલી ચર્ચા પછી થઈ રહ્યો છે.
વેપાર સમજૂતિ ફાઈનલ થાય તેવી આશા
સર્જિયો ગોરે કહ્યું હતું કે ટ્રમ્પનું લક્ષ્ય બન્ને દેશોના વેપારને એવી રીતે સરળ બનાવવો છે કે જેનાથી અમેરિકાનો બિઝનેસ અને વેપારીઓ માટે નવી તક લઈને આવે તેવો અવસર સર્જાય. આગામી સપ્તાહે આ ચર્ચાને આગળ વધારવા માટે અમેરિકી પ્રતિનિધિમંડળનું અહીંયા સ્વાગત કરીશું. અમને પુરી આશા છે કે નવી વેપાર સમજૂતિ પર આગામી સપ્તાહે અથવા મહિનામાં જ હસ્તાક્ષર થઈ જાય.
બન્ને દેશો વચ્ચેના સંબધ મજબૂત
US- India Trade Deal આર્થિક સંબધોના વિસ્તાર પર બોલતા ગોરે કહ્યું હતું કે વસ્તુઓ અને સેવાઓમાં બન્ને વેપાર બે દશકામાં અંદાજે 20 અબજ ડૉલરથી વધીને 220 અબજ ડૉલરથી વધુ થઈ ગયો છે. તેમણે કહ્યું હતું કે આ ફક્ત આંકડાની વાત નથી, પણ બન્ને દેશો સાથે ઘેરો સંબધ અને મજબૂત આર્થિક ગતિવિધી દર્શાવે છે.
ભારત ઉભરતું સેન્ટર્સ
અમેરિકાના રાજદૂતે ભારતને અમેરિકા માટે અગ્રણી આર્થિક ભાગીદારોમાંથી એક દર્શાવ્યા છે અને કહ્યું છે કે(US- India Trade Deal) વેપારમાં વધારો, રોકાણ અને ડિજિટલ ટ્રેડ, મેન્યુફેકચરિંગ, એનર્જિ અને ઉભરતી ટેકનોલોજી જેવા હાઈવેલ્યુ સેક્ટર્સ દ્વારા ઓપરેટ થઈ રહ્યું છે. તેમણે જોર આપતાં કહ્યું કે બન્ને દેશો માટે આ સંબધમાં ઠોસ લાભ મળવો આવશ્યક છે અને ટ્રમ્પના વહીવટી અધિકારીઓએ ભારતને દુનિયામાં ઉભરતાં સેન્ટર્સમાં એક મનાવામાં આવે છે.
Gold Silver Market – Most Watched Article
Gold Silver Market: સોના ચાંદીના ભાવ કેમ ઘટ્યા? જાણો આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

