Economic Survey 2026: ગ્લોબલ અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતનો મજબૂત ગ્રોથ, 16 મુદ્દા સાથે સર્વે સમજીએ….

by Gujarati biz news
Economic Survey 2026

અમદાવાદ- Economic Survey 2026 નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આજે સંસદમાં ઈકોનોમિક સર્વે 2026 રજ કર્યો છે. જેમાં મોંઘવારીને કાબુમાં રાખીને જીડીપી ગ્રોથ વધારવાની વાત રજૂ કરી છે. તેમજ ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્રએ વધુ સારુ પ્રદર્શન કર્યું છે. તો આવો આપણે ઈકોનોમિક સર્વે 2026ને 16 મુદ્દા સાથે સમજીએ.

જૂઓ વીડિયો….

ત્રણ દિવસ પહેલા Economic Survey 2026

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આજે સંસદમાં(Economic Survey 2026) ઈકોનોમિક સર્વે 2026 રજૂ કર્યો છે. સામાન્ય રીતે ઈકોનોમિક સર્વે બજેટ રજૂ થાય તેના એક દિવસ પહેલા રજૂ થાય છે, પણ આ વખતે ત્રણ દિવસ પહેલા ઈકોનોમિક સર્વે રજૂ થયો છે. ઈકોનોમિક સર્વે એટલે સરકાર કઈ દિશામાં જઈ રહી છે અને હવે પછી શું કરવા માંગે છે, તેનું ઈન્ડિકેટર રજૂ થાય છે. તેની સાથે વીતેલા વર્ષના કેટલાક ડેટા પણ રજૂ થાય છે.

પીએમ મોદી શું બોલ્યા?

નિર્મલા સીતારમને રજૂ કરેલ આર્થિક સર્વે 2026માં(Economic Survey 2026) બદલાતી જતી આર્થિક સ્થિતીને લઈને ચેતવણી પણ રજૂ કરી છે. સર્વે રજૂ કરતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સરકારની ઓળખ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ રહી છે. હવે રિફોર્મ એક્સપ્રેસ ગતિ પકડી રહી છે. અમારા બધા નિર્ણયો માનવીને ધ્યાનમાં રાખીને લેવાય છે. અમે ટેકનોલોજીને સાથે લઈને આગળ વધવા માંગીએ છે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને રજૂ કરેલ(Economic Survey 2026) ઈકોનોમિક સર્વે 2026ને આપણે 16 મુદ્દામાં સમજીએ.

સર્વેના 16 મુદ્દા

(1) નાણાકીય વર્ષ 2025-26માં જીડીપી ગ્રોથ(GDP Growth Rate) દર 6.8થી 7.2 ટકા રહેવાની ધારણા છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીનું અનુમાન 7.4 ટકાથી થોડુ ઓછુ રહેશે.

(2) ડીસેમ્બર, 2025માં મોંઘવારી દર(Inflation Rate) સરેરાશ 1.3 ટકા રહ્યો છે, જે સતત આરબીઆઈના(RBI) લક્ષ્ય 2થી 6 ટકાની નીચે જ રહ્યો છે.

(3) યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(India-EU FTA) થયો છે, જેનાથી ભારતના મેન્યુફેરચરિંગ સેકટરમાં પ્રાથમિકતા નિકાસ અને રણનીતિક ક્ષમતાને મજબૂત કરશે.

(4) વિદેશી રોકાણ(FII) ઘટવાને કારણે ડૉલર સામે રૂપિયો તૂટી રહ્યો છે. આ વર્ષે રૂપિયાનું પ્રદર્શન નબળું રહ્યું છે.

(5) નિકાસ વધુ વધે તે માટે મજબૂત(Export) એક્સપોર્ટ ઓરિયેન્ટેડ પૉલીસીની જરૂરિયાત છે.

(6) સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં ચાલુ ખાતાની ખાદ્ય જીડીપીના 1.3 ટકા રહી હતી. નાણાકીય વર્ષ 2025માં ચાલુ ખાતાની ખાદ્ય જીડીપીના 0.6 ટકા થઈ ગઈ છે.

(7) કેટલાય ઉપાયો કર્યા પછી બજારને સહારો મળ્યો છે. જેમ કે પર્સનલ આવકવેરા કાયદાનું સરળીકરણ, આવકવેરાની વ્યક્તિગત મર્યાદા વધારી, જીએસટી રિફોર્મ્સ, મોનેટરી પૉલીસીમાં ઢીલ તેમજ મોંઘવારી ઘટી છે અને સાથે કંપનીઓના પરિણામ પણ સારા આવ્યા છે.

(8) નાણાકીય વર્ષ 2025-26માં જીડીપીના ફિસ્કલ ડેફિસિટ 4.4 ટકા રહેશે. ભારતની આર્થિક સ્થિતિ વિશ્વના અન્ય દેશો કરતાં વધુ સારી છે.

(9) અમેરિકા સાથે થનાર ટ્રેડ ડીલ(US Trade Deal) અંગે વાતચીત ચાલુ છે, અને આ વર્ષમાં આ ટ્રેડ ડીલ થઈ જશે તેવી આશા છે.

(10) અસ્થાયી કામદારો(ગીગ વર્કર)  માટે કામ સાથે જોડાયેલ શરતો નવી રીતે નક્કી કરવા માટે નીતિ લાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે.

(11) ભારત કાચા સ્ટીલના બિઝનેસમાં દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટુ ઉત્પાદક છે. વૈશ્વિક રીતે જોઈએ તો સ્ટીલની કિંમતોમાં ખૂબ અસમાનતા છે.

(12) ડીસેમ્બર, 2025 સુધીમાં ભારતમાં 2.35 કરોડ ડીમેટ ખાતા ખૂલ્યા છે અને તેની સાથે મળીને ડીમેટ ખાતાની સંખ્યા કુલ 21.6 કરોડ થઈ ગઈ છે. સપ્ટેમ્બર-2025માં યુનિક ઈન્વેસ્ટરની સંખ્યા 12 કરોડને પાર થઈ ગઈ છે, જેમાં નોંધપાત્ર બાબત એ છે કે 25 ટકા મહિલાઓ છે.

(13) 16 જાન્યુઆરી, 2026 સુધીમાં વિદેશી હૂંડિયામણ અનામત 701.4 અબજ થયું છે.

(14) એપ્રિલ-ડીસેમ્બર 2025 સુધીમાં પ્રાઈમરી માર્કેટમાં ડેટ અને ઈક્વિટી બન્નેમાં મળીને IPO દ્વારા કુલ 10.7 લાખ કરોડની મૂડી એકઠી કરી છે. જેમાં આઈપીઓની સંખ્યામાં 20 ટકાથી વધુનો વધારો છે.

(15) પ્રોડક્શન લીંક્ડ ઈન્સેટિવ સ્કીમ દ્વારા સપ્ટેમ્બર-2025 સુધી 14 ક્ષેત્રોમાં 2 લાખ કરોડથી વધુ રોકાણ આવ્યું છે.

(16) રાજ્યોએ સરકારી દેવું ઓછી પડતર માટે નાણાકીય અનુશાસનનું પાલન કરવાનું રહેશે.

Top Trending News

Budget 2026: મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ વધુ વધે તે માટે ટેક્સ અને રીફોર્મ્સની જરૂતિયાત

લોકસભા અને રાજ્યસભામાં(Economic Survey 2026) ઈકોનોમિક સર્વે 2026 રજૂ થયા પછી સંસદ બે દિવસ માટે સ્થગિત કરી છે. હવે નાણાંપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરી, 2026ને રવિવારે સવારે 11 વાગ્યે Budget 2026 રજૂ કરશે.

You will also like

Leave a Comment