ચેન્નઈ- IND vs ZIM આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ની સુપર 8માં આજે ગુરુવારે ચેન્નઈમાં ભારત સામે ઝિમ્બાબ્વેનો મહાજંગ હતો. 20 ઓવરમાં ભારતે 256 રન બનાવ્યા હતા. તેની સામે ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 184 રન કર્યા હતા. આમ ભારતની ઝિમ્બાબ્વે સામે 72 રનથી જીત મેળવી લીધી છે.
ઝિમ્બાબ્વેએ ટોસ જીત્યો
ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકટે ખોઈને 256 રન કર્યા હતા અને ઝિમ્બાબ્વેને જીત માટે 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
Live Update
ઝિમ્બાબ્વેની નબળી શરૂઆત
ઝિમ્બાબ્વેના બીજા દાવની શરૂઆત નબળી રહી હતી. 5 ઓવરમાં વિના વિકેટે 33 રન થયા હતા. ત્યાર બાદ 6.2 ઓવરમાં ઝીમ્બાબ્વેના એક વિકેટે 44 રન થયા હતા.
10 ઓવરમાં 73 રનમાં બે વિકેટ
ભારતના બોલર અક્ષર પટેલે ભારતને પહેલી સફળતા અપાવી હતી. તેણે મારુમાની બેટ્સમેનને 20 રનના સ્કોર પર કેચ આઉટ કરાવ્યો હતો. ઈશાન કિશને આ કેચ કર્યો હતો. વરુણ ચક્રવર્તીએ ઝિમ્બાબ્વેના બેટ્સમેન માયર્સને 6 રન પર તિલક વર્માના હાથમાં કેચ આપ્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ 10 ઓવરમાં વિકેટ પર 73 રન બનાવ્યા હતા. હવે 60 બોલમાં 184 રન કરવાના બાકી રહે છે.
15 ઓવરમાં બે વિકેટે 131 રન
ઝિમ્બાબ્વેના બેટ્સમેન બેનેટ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. તેમણે 34 બોલમાં 50 રન કરી લીધા હતા. ઝિમ્બાબ્વેના 13 ઓવરમાં બે વિકેટના ભોગે 97 રન બનાવ્યા હતા. 15 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 131 રન થયા હતા. હવે જીત માટે 30 બોલમાં 126 રન કરવાના બાકી રહ્યા હતા.
અર્શદિપ સિંહે એક ઓવરમાં બે વિકેટ લીધી
સારી બેટિંગ કરી રહેલા સિકંદર રઝાને અર્શદિપ સિંહે 31 રનના સ્કોર પર અભિષેક શર્મના હાથમાં કેચ આપ્યો હતો. અને કેપ્ટન સિકંદર રઝા આઉટ થયા હતા. અર્શદિપ સિંહે 17મી ઓવરમાં બીજા બોલે કેપ્ટનને આઉટ કર્યા પછી ચોથા બોલમાં બર્લને ડક પર આઉટ કરીને પેવેલિયનમાં મોકલી આપ્યો હતો. 17 ઓવરમાં 4 વિકેટે 152 રન બનાવ્યા હતા.

અર્શદિપ સિંહને ત્રીજી સફળતા મળી હતી. અર્શદિપ સિંહે મુનયોંગાને 11 રન પર બોલ્ડ કર્યો હતો. આ મેચમાં તેમની ત્રીજી વિકેટ હતી. ઝિમ્બાબ્વેની 5 વિકેટ પડી ચુકી છે. 19.3 ઓવરમાં છ વિકેટ પડી હતી, અને 173 રન બનાવ્યા હતા. બૈનેટે 59 બોલમાં 97 રન ફટકાર્યા હતા અને તે નોટઆઉટ રહ્યો હતો.
ભારતનો હાઈએસ્ટ સ્કોર
ભારતે ઝિમ્બાબ્વે(IND vs ZIM) સામે 256 રનને સેકન્ડ હાઈએસ્ટ સ્કોર કર્યો હતો. શ્રીલંકાએ કેન્યા સામે 2007માં 260 રનનો સ્કોર બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો, હાલ હાઈએસ્ટ સ્કોરમાં શ્રીલંકા પ્રથમ સ્થાને રહ્યું છે. અને બીજા નંબરે ભારત રહ્યું છે.

સંજુ સેમસને 15 બોલમાં 24 રન કર્યા હતા. તેમજ ઈશાન કિશને 24 બોલમાં 38 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 26 બોલમાં 50 રન કર્યા હતા. અને અભિષેક શર્મા 55 રન બનાવીને આઉટ થયો હતો. સુર્યકુમાર યાદવે 13 બોલમાં 33 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 23 બોલમાં 2 સિક્સ લગાવીને 50 રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. તેની સાથે તિલક વર્માએ 16 બોલમાં 44 રન કરીને નોટ આઉટ રહ્યો હતો. હાર્દિક પંડ્યા અને તિલક વર્માની 26 બોલમાં 69 રનની ભાગીદારી નોંધાઈ હતી.
ઝિમ્બાબ્વેએ 4 વિકટ ઝડપી
ઝિમ્બાબ્વેમાંથી નગારવા, મુરજબાની, સિંકદર રજા અને માપોસાએ એક એક વિકેટ લીધી હતી.

ભારતની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. સંજુ સેમસન અને અક્ષર પટેલની ટીમ 11માં સ્થાન મળ્યું છે. અને વોશિગ્ટન સુંદર અને રિંકુ સિંહને ડ્રોપ કર્યા છે.
ભારતની ટીમ(IND vs ZIM)
સંજુ સેમસન(વિકેટ કીપર) અભિષેક શર્મા, ઈશાન કિસન, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ
ઝિમ્બાબ્વેની ટીમ(IND vs ZIM)
તદિવાનાશે મારુમાની(વિકેટ કીપર), બ્રાયન બેનેટ, ડિયોન માયર્સ, રયાન બર્લ, સિંકદર રજા(કેપ્ટન), ટોની મુનયોંગા, તાશિંગા મુસકીવા, બ્રૈડ ઈવાન્સ, ટિનોટેંડા માપોસા, બ્લેસિંગ મુજરબાની અને રિચર્ડ નગારવા