મુંબઈ- IND vs ENG Semi Final 2: T20 world cup 2026માં બીજી સેમી ફાઈનલ આજે ગુરુવારે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતનો સાત રનથી વિજય થયો છે. હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત વિરુદ્ધ ન્યૂ ઝીલેન્ડ ટકરાશે.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની બેટિંગ પહેલા આવી હતી. ઈંગ્લેન્ડે તેની ટીમમાં એક ફેરફાર કર્યો હતો. રેહાન અહમદની જગ્યાએ જેમી ઓવરટનને તક આપી છે. ભારતની ટીમમાં કોઈ જ ફેરફાર કરાયો નથી.
2016માં વિરાટ કોહલીએ 89 રન બનાવ્યા હતા
2016માં વિરાટ કોહલીએ આ જ વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઈન્ડિઝ સામે 47 બોલ રમીને 89 રન બનાવ્યા હતા. 10 વર્ષ પછી આ સ્કોર રીપીટ થયો છે. સંજૂ સેમસને ટી20 વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં 42 બોલ રમીને 89 રન કર્યા છે.
LIVE UPDATE…..
ઈંગ્લેન્ડ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા, ભારત સાત રનથી જીત્યું. હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ રમાશે. જેમાં ભારત સામે ન્યૂ ઝીલેન્ડની ટક્કર થશે. છેલ્લી 20મી ઓવર શિવમ દૂબેએ નાંખી હતી.

શિવમ દૂબેની છેલ્લી ઓવરના પહેલા બોલે બેથલને રન આઉટ કર્યા
19 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 224 રન, ઈંગ્લેન્ડને 6 બોલમાં 30 રન જોઈએ
ઈંગ્લેન્ડને જીત માટે 9 બોલમાં 32 રન
સેમ કરન 14 બોલમાં 18 રન બનાવી આઉટ, હાર્દિક પંડ્યાની બોલીંગમાં તિલક વર્માએ કેચ કર્યો
બેથલના 45 બોલમાં 102 રન બનાવ્યા
ઈગ્લેન્ડને જીત માટે 12 બોલમાં 39 રન
18 ઓવર 215 રનમો સ્કોર
ઈંગ્લેન્ડને જીત માટે 18 બોલમાં 45 રન બાકી છે
બેથલ 42 બોલમાં 94 રને રમી રહ્યો છે
17 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 209 રન
ઈંગ્લેન્ડને જીત માટે 34 બોલમાં 76 રન જોઈએ.
વિક જૈક્સ 20 બોલમા 35 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 2 સિક્સ લગાવી હતી.
જૈકસ 20 બોલમાં 35 રને કેચ આઉટ થયા, અર્શદિપ સિંહની બોલીંગમાં બાઉન્ડ્રી પર અક્ષર પટેલ સાથે શિવમ દૂબેએ અદભૂત કેચ કર્યો હતો.
બેથલ 29 બોલમાં 69 રન, જૈકસ 19 બોલમાં 35 રન
13 ઓવરમાં 4 વિકેટ 160 રન
ઈંગ્લેન્ડનો સ્કોર 5.5 ઓવરમાં ત્રણ વિકેટે 64 રન બનાવ્યા.
જોસ બટલર 17 બોલમાં 25 રન બનાવીને વરૂણ ચક્રવર્તીની બોલીંગમાં બોલ્ડ થયા હતા. બટલરે 4 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારીને 25 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ 3 બોલમાં 5 રન બનાવીને આઉટ થયા અને હૈરી બ્રૂક 16 બોલમાં 25 રન બનાવીને આઉટ થયા હતા.
એક વિકેટ હાર્દિક પંડ્યા અને એક વિકેટ જસપ્રિત બુમરાહે લીધી છે.
ભારતને મળી બીજી સફળતા, ઈંગ્લેન્ડની બીજી વિકેટ પડી, હેરી બ્રૂક 6 બોલમાં 7 રન બનાવીને કેચ આઉટ
ત્રણ ઓવરમાં ઈંગ્લેન્ડ એક વિકેટે 25 રન
ઈંગ્લેન્ડની બીજી ઓવરમાં વિકેટ પડી, હાર્દિક પંડ્યાએ બીજી ઓવરમાં જ પહેલા બોલ પર વિકેટ લીધી હતી. ફિલ સૉલ્ટ 5 રન બનાવીને આઉટ થયો હતો. હેરી બ્રૂક નવા બેટ્સમેન ક્રીઝ પર રમવા આવ્યા છે.
હવે ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા આવશે.
IND vs ENG Semi Final 2: T20 world cup 2026 20 ઓવરને અંતે સાત વિકેટે 253 રન, ભારતનો ટી20 વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર બન્યો છે. ઈંગ્લેન્ડને મેચ જીત માટે 254 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
હાર્દિક પંડ્યા 12 બોલમાં 27 રન બનાવીને રન આઉટ
19 ઓવર અંતે છ વિકેટે 237 રન.
18 ઓવરને અંતે પાંચ વિકેટે 217 રન થયા
IND vs ENG Semi Final 2: T20 world cup 2026 આ મેચ જોવા માટે રોહિત શર્મા, એમ એસ ધોની, કે એલ રાહુલ સ્ટેડિયમમાં આવ્યા છે.
બોલીવુડ સ્ટારમાં અનિલ કપુર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, રણબીર કપુર, અહાન શેટ્ટી મેચ જોવા આવ્યા છે અને ટીમ ઈન્ડિયાને ચીયર્સ કરી રહ્યા છે.
25 બોલમાં 43 રન બનાવીને શિવમ દૂબે રન આઉટ થયો હતો. તિલક વર્મા ક્રિઝ પર રમવા આવ્યો
ભારતનો સ્કોરઃ 17 ઓવરને અંતે 4 વિકેટે 205 રન. હાર્દિક પંડ્યાએ સતત બે ચોગ્ગા ફટકાર્યા, હાર્દિક પંડ્યા 6 બોલમાં 13 રન
સૂર્યાકુમાર યાદવ કેપ્ટન 6 બોલમાં 11 રન બનાવીને બોલ્ડ થયો હતો
15 ઓવરમાં 177 રન
14 ઓવરમાં 3 વિકેટે 167 રનનો સ્કોર, શિવમ દૂબે સાથે સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી રહ્યા છે.
ભારતની ત્રીજી વિકટ પડી, સંજૂ સેમસન 42 બોલમાં 89 રન બનાવી કેચ આઉટ, સંજૂ સેમસન સદી ચુકી ગયો

12 ઓવરને અંતે બે વિકેટે 145 રન, રન રેટ 11.92
11 ઓવરને અંતે બે વિકેટે 130 રન. સંજૂ સેમસન 37 બોલમાં 75 રન રન બનાવ્યા, શિવમ દૂબે 4 બોલમાં 3 રન, રન રેટ 12.18
ભારત 10 ઓવરને અંતે બે વિકેટનો ભોગે 119 રન
ઈસાન કિશન 18 બોલમાં 39 રન બનાવીને આઉટ
નવ ઓવરને અંતે કુલ 112 રન, સંજૂ સેમસનના 65 રન અને ઈસાન કિશનના 35 રન
ભારતના 8.3 ઓવરમાં 100 રન
IND vs ENG Semi Final 2: T20 world cup 2026 સંજૂ સેમસને સતત બીજી અડધી સદી લગાવી છે. 27 બોલમાં 53 રન હતા.
સંજૂ સેમસને અડધી સદી ફટકારી, 27 બોલમાં 53 રન, સાત ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી, 8 ઓવરમાં એક વિકેટે 92 રન
છ ઓવરને અંતે એક વિકેટના ભોગે 67 રન, 11.17નો રન રેટ, સંજૂ સેમસન 20 બોલમાં 41 રન અને ઈસાન કિશન 16 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યા છે. 24 બોલમાં 47 રનની ભાગીદારી નોંધાઈ છે.
પાંચમી ઓવરને અંતે ભારતનો સ્કોર એક વિકેટે 55 રન
ચોથી ઓવરને અંતે ભારતનો સ્કોરઃ એક વિકેટે 45 રન, સંજૂ સેમસન 14 બોલમાં 30 રન ઈસાન કિશન 3 બોલમાં 6 રન
ત્રણ ઓવરને અંતે ભારતનો સ્કોર એક વિકેટે 34 રન. સંજૂ સેમસનના 25 રન, ઈસાન કિશન એક બોલમાં એક રન
હેરી બ્રૂકે સેમસનનો કેચ છોડ્યો હતો. જોફ્રા આર્ચરના બોલ પર મીડઓન તરફ ફિલ્ડિંગ કરી રહેલા બ્રૂકના હાથમાં આવેલો બોલ છટકી ગયો હતો અને કેચ ડ્રોપ થયો હતો. ત્યાર પછી સંજૂ સેમસને બે બોલમાં બે સિક્સ ફટકારી હતી. અને ઓવરના છેલ્લા બોલમાં ચોગ્ગો માર્યો હતો.
બીજી ઓવરના છેલ્લા બોલમાં અભિષેક શર્મા કેચ આઉટ થયા હતા. તેમણે સાત બોલમાં 9 રન બનાવ્યા હતા. બે ઓવરમાં 20 રન બનાવ્યા.
ભારતે પહેલી ઓવરમાં 12 રન બનાવ્યા છે. સંજૂ સેમસન 11 રન અને અભિષક શર્મના એક રન
IND vs ENG Semi Final 2: T20 world cup 2026 આ મેચમાં જે જીતશે તે ટીમ રવિવારે 8 માર્ચે ફાઈનલમાં ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડ સામે ટક્કર થશે. ન્યૂ ઝીલેન્ડ પહેલી સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સતત ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપના સેમી ફાઈનલમાં આમને સામને ટકરાઈ રહી છે. 2022માં ઈંગ્લેન્ડ અને 2024માં ભારતને જીત મળી હતી. ભારતીય ટીમ સુપર 8માં એક જ મેચ હારીને સેમીફાઈનલમાં પ્રવેશી છે. અને આજે ઈંગ્લેન્ડ સામે રમી રહી છે.
ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), સંજૂ સૈમસન(વિકેટ કીપર) અભિષેક શર્મા, ઈસાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, અર્શદિપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ
ઈંગ્લેન્ડની ટીમ
હૈરી બ્રૂક(કેપ્ટન), બોસ બટલર(વિકેટ કીપર), ફિલિપ સૉલ્ટ, જૈકેબ બેથેલ, ટોમ બેન્ટ, સેમ કરન, વિલ જેક્સ, જેમી ઓવરટન, લિયામ ડૉસન, જોફ્રા આર્ચર અને આદિલ રાશિદ