અમદાવાદ- Rise of Mars 2026 જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ઉદય અને અસ્તની ઘટના માનવજીવન પર ઊંડી અસર કરે છે. ફ્યુચર પંચાંગના મતે આગામી 18 એપ્રિલના રોજ ગ્રહોના સેનાપતિ ગણાતાં મંગળ દેવ ઉદિત થવા જઈ રહ્યા છે. મંગળ અત્યારે મીન રાશિમાં બિરાજમાન છે અને ત્યાં જ તેમનો ઉદય થશે. મંગળના આ પ્રભાવથી વિશેષ કરીને નીચે દર્શાવેલ ત્રણ રાશિઓ માટે ઉર્જા, સાહસ અને કાર્યક્ષમતામાં વધારો થવાના પ્રબળ યોગ બની રહ્યા છે.
મંગળનું મહત્વ
વૈદિક જ્યોતિષમાં મંગળને અગ્નિ તત્વનો ગ્રહ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તે વ્યક્તિના આત્મવિશ્વાસ, જમીન-મકાન અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા કાર્યો પર પ્રભુત્વ ધરાવે છે. (Rise of Mars 2026) જ્યારે મંગળ ઉદિત અવસ્થામાં હોય છે, ત્યારે તેની અસરો વધુ શક્તિશાળી બને છે, જે નિર્ણય લેવાની ક્ષમતા અને પરાક્રમમાં વૃદ્ધિ કરે છે.
આ ત્રણ રાશિઓ માટે સમય રહેશે સુવર્ણ
મીન રાશિ
મંગળના ઉદય(Rise of Mars 2026) થવાથી મીન રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને ઉર્જામાં વધારો થશે. કારણ કે મંગળ દેવ તમારી રશિથી લગ્ન ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે. એટલા માટે આ સમયગાળા દરમિયાન કરિયર અને વ્યવસાય સાથે જોડાયેલા મામલામાં નવી તકો મળી શકે છે. તેમજ જે લોકો લાંબા સમયથી કોઈ કાર્યમાં સફળતાની રાહ જોઈ રહ્યા છે, તેમના સમયમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે. સાથે આ સમય તમારા માટે સાહસ અને પરાક્રમમાં વધારો કરી શકે છે. સાથે તમે આળસ છોડી દેશો, તો તમને નવી ઉર્જાનો અનુભવ કરીને તેની સાથે કામ કરી શકશો.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે મંગળનો ઉદય થવો અનુકુળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે. એટલા માટે આ સમય તમારા માટે ભૌતિક સુખ સુવિધા પ્રાપ્ત કરવાનો સમય છે. તેમજ તમે કોઈ વાહન કે મિલકત ખરીદી શકો છો. સાથે નોકરી અને વેપારમાં નવી તક પ્રાપ્ત થઈ શકે છે. આ દરમિયાન તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે. સાથે તમારી માતાની તબિયતમાં સુધારો થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે(Rise of Mars 2026) મંગળનો ઉદય કરિયર અને પ્રતિષ્ઠામના ક્ષેત્રમાં લાભદાયી સાબિત થશે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવમાં ઉદય થાય છે. માટે કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે અને મહેનત સાથે સારુ પરિણામ મળવાની સંભાવના વધી જાય છે. સાથે સાથે પ્રતિસ્પર્ધાવાળા ક્ષેત્રોમાં સફળતાનો યોગ બને છે. જે લોકો બેરોજગાર છે, તેમને નોકરી મળી શકે છે. પરંતુ તેમણે સતત મહેનત કરવી પડશે. સાતે પ્રયાસ પણ કરશો તો સફળતા મળવાનો યોગ બને છે.
મંગળના પ્રભાવ હેઠળના મુખ્ય ક્ષેત્રો
Rise of Mars 2026
સંપત્તિ: જમીન અને રિયલ એસ્ટેટના કામકાજમાં તેજી આવશે
સુરક્ષા: સેના, પોલીસ અને વહીવટી ક્ષેત્રે જોડાયેલા લોકો માટે પ્રગતિનો સમય
યાત્રા: દેશ-વિદેશની મુસાફરીના યોગ પ્રબળ બનશે
આ પણ વાંચો…
Chaitra Navratri 2026: નવ દિવસના માતાજીના સ્વરૂપ, તેમને ધરાવાતાં પ્રસાદ અંગે જાણો
(નોંધ: આ માહિતી જ્યોતિષ શાસ્ત્રની ગણતરીઓ પર આધારિત છે. વ્યક્તિગત ગ્રહદશા અને કુંડળીના આધારે પરિણામો અલગ હોઈ શકે છે, તેથી નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.)

